10,000 રૂપિયામાં ખરીદો બેસ્ટ સ્માર્ટફોન, Flipkart અને Amazon પર મળી રહી છે આકર્ષક ઓફર
10,000 રૂપિયામાં ખરીદો બેસ્ટ સ્માર્ટફોન, Flipkart અને Amazon પર મળી રહી છે આકર્ષક ઓફર
સેમસંગ, રિયલમી, નોકિયા, રેડમી સહિતની તમામ કંપનીઓએ બજારમાં ઓછી કિંમતે સારા મોબાઈલ ફોનની રેન્જ લોન્ચ કરી છે.
Mobile Phone under 10000: સેમસંગે એક શાનદાર મોબાઈલ ફોન માર્કેટમાં ઉતાર્યો છે SAMSUNG Galaxy F12. ફ્લિપકાર્ટ પર આ ફોનની કિંમત માત્ર 9,499 રૂપિયા છે. જો તમે UPIથી ચૂકવણી કરો છો, તો તમને 500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
Mobile Phone under 10000: આજે માર્કેટમાં એકથી એક મોંઘા સ્માર્ટફોનથી ભરમાર છે. પરંતુ નિમ્ન મધ્મયવર્ગીય પરિવાર માટે બજેટ ફોન જ સક્સેસફુલ છે. અને આ જ રેન્જમાં સૌથી વધુ ફોનની ડિમાંડ અને સેલ થાય છે. જો તમે પણ સસ્તો અને શાનદાર ફોન શોધી રહ્યા છો, તો અહીં અમે 10,000 રૂપિયાથી ઓછી કિંમતના કેટલાક આકર્ષક ફોન વિશે જણાવી રહ્યા છીએ.
તમામ મોબાઈલ ફોન નિર્માતા એક તરફ મોંઘા ફોન બજારમાં લોન્ચ કરી રહ્યા છે, તો બીજી તરફ બજેટ ફોન પણ લોન્ચ કરી રહ્યા છે. સેમસંગ, રિયલમી, નોકિયા, રેડમી સહિતની તમામ કંપનીઓએ બજારમાં ઓછી કિંમતે સારા મોબાઈલ ફોનની રેન્જ લોન્ચ કરી છે.
SAMSUNG Galaxy F12
સૌથી પહેલા વાત કરીએ સેમસંગની. સેમસંગે એક શાનદાર મોબાઈલ ફોન માર્કેટમાં ઉતાર્યો છે SAMSUNG Galaxy F12. ફ્લિપકાર્ટ પર આ ફોનની કિંમત માત્ર 9,499 રૂપિયા છે. જો તમે UPIથી ચૂકવણી કરો છો, તો તમને 500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે યસ બેંક ક્રેડિટ કાર્ડ (Yes Bank Credit Card)નો ઉપયોગ કરો છો તો તમને 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
Samsung Galaxy F12 સ્માર્ટફોન 4 GB RAM અને 64 GB સ્ટોરેજ તથા 4 GB RAM અને 128 GB સ્ટોરેજ કેપેસિટીમાં આવે છે. 4 GB રેમ+128 GB વેરિઅન્ટની કિંમત 10,499 રૂપિયા છે. આ ડિવાઇસમાં 6.50 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે છે. તેમાં 6000 mAh બેટરી લગાવવામાં આવી છે. ફોનના કેમેરાની વાત કરીએ તો તેની બેકમાં 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો, સાથે 5 MP અને 2-2 MPના સેન્સર લગાવવામાં આવ્યા છે. ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. ફોનમાં Exynos 850 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન ત્રણ રંગો સ્કાય બ્લુ, સી-ગ્રીન અને કેલેસ્ટીયલ બ્લેકમાં ઉપલબ્ધ છે.
Infinix Hot 11 સ્માર્ટફોનની વાત કરીએ તો 6 GB રેમ અને 64 GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 8999 રૂપિયા છે. આ ડિવાઇસ એમરાલ્ડ ગ્રીન, બ્લેક, સિલ્વર ડાયમંડ અને પર્પલ કલરમાં ઉપલબ્ધ છે. તેમાં ડ્યુઅલ સ્પીકર છે. આ ફોનમાં 5200mAh બેટરી આપવામાં આવી છે. આ બેટરીમાં શાનદાર બેકઅપ આપવામાં આવ્યો છે.
Infinix Hot 11માં 8-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. સાથે ડ્યુઅલ LED ફ્લેશ લાઈટ આપવામાં આવી છે. સેફ્ટી માટે આ ફોનમાં ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. ફોનમાં 6.6 ઇંચની ફુલ HD + DROP NOTCH ડિસ્પ્લે છે.
Realme C21Y મોબાઈલ ફોનની કિંમત 9,499 રૂપિયા છે. ફ્લિપકાર્ટ પર રિયલમીના આ ફોન પર શાનદાર ઑફર્સ આપવામાં આવી રહી છે. UPI દ્વારા પેમેન્ટ કરવા પર તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. યસ બેંક ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 1000 રૂપિયા સુધીનું 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય તમને 201 રૂપિયાની કિંમતના બિટકોઈન ગિફ્ટ તરીકે આપવામાં આવશે. આ સાથે ગાના પ્લસનું સબસ્ક્રિપ્શન 6 મહિના માટે મફતમાં મળશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર