હાલ ઘણી સ્માર્ટફોન કંપનીઓ તેમના બજેટ ફોન (Budget Smartphone) પર ગ્રાહકોને અનેક આકર્ષક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ (Discount) આપી રહી છે. એમેઝોન (Amazon) અને ફ્લિપકાર્ટ (Flipkart) જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પણ સ્માર્ટફોન પર મોટી ઓફર્સ અને કેશબેક આપી રહ્યા છે. આ દરમિયાન જો તમે પણ નવો સ્માર્ટફોન અને ઓછા બજેટમાં ખરીદવા માંગો છો તો સ્માર્ટફોન કંપની સેમસંગ (Samsung Smartphone Offer) તમારા માટે એક શ્રેષ્ઠ અવસર લાવ્યું છે. Samsung.com/in પરથી મળેલી માહિતી અનુસાર, Samsung Galaxy F22 (6GB RAM) રૂ.14,999માં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.
એટલું જ નહીં ગ્રાહકોને, એડિશનલ એક્સચેન્જ બેનિફિટ (Additional Exchange Benefit) તરીકે 1,000 રૂપિયાનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. સાથે જ જો તમે સેમસંગ શોપ એપ દ્વારા સ્માર્ટફોનની ખરીદી કરો છો, તો તમને 350 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
શું છે Samsung Galaxy F22ના ફીચર્સ?
આ ફોનની સૌથી મહત્વની ખાસિયત તેના MediaTek Helip G80 SoC અને ક્વાડ કેમેરા સેટઅપ છે. ઉપરાંત તેમાં 6000mAhની પાવરફૂલ બેટરી અને 90Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે છે. તમને આ ફોનમાં બે કલર ઓપ્શન ડેનિમ બ્લુ અને ડેનિમ બ્લેક મળશે.
Samsung Galaxy F22માં 1600 x 720 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.4-ઇંચ HD+ Infinity-U સુપર AMOLED ડિસ્પ્લે મળશે. તેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે અને રિફ્રેશ રેટ 90 Hz છે. ફોનમાં Octa-core MediaTek Helio G80 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 12nm પ્રોસેસર બેઝ્ડ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 આધારિત OneUI કોર 3.1 સાથે આવે છે.
ફોનમાં મળશે 48 મેગાપિક્સલ કેમેરા
કેમેરા તરીકે Galaxy F22માં અપર્ચર f/1.8 સાથે 48-મેગાપિક્સલનો રિયર કેમેરો છે. આ સાથે જ પાછળના ભાગમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ, 2 મેગાપિક્સલ ડેપ્થ અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. ફોનના આગળના ભાગમાં f/2.0 અપર્ચર સાથે 13-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે.
ફોનમાં 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6000mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ 4G VoLTE, વાઇફાઇ 802.11 ac, બ્લૂટૂથ 5, GPS/GLONASS/Baidu, USB ટાઇપ-C જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર