Home /News /tech /

31 ડિસેમ્બરે આવી રહ્યો છે Samsungનો આ સ્માર્ટફોન, ડિસ્પ્લેમાં જ હશે કેમેરો

31 ડિસેમ્બરે આવી રહ્યો છે Samsungનો આ સ્માર્ટફોન, ડિસ્પ્લેમાં જ હશે કેમેરો

31 ડિસેમ્બરથી ચીનની એક સાઇટ દ્વારા ફોનને ખરીદી શકાશે.

31 ડિસેમ્બરથી ચીનની એક સાઇટ દ્વારા ફોનને ખરીદી શકાશે.

    4 અને ત્રણ રિયર કેમેરા સાથે સ્માર્ટફોન લોન્ચ કર્યા બાદ, સેમસંગ હવે નવો ધમાકો કરવા તૈયારી કરી રહ્યું છે. સેમસંગ હવે એક એવો સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યું છે જેની ડિસ્પ્લેમાં ફ્રન્ટ કેમેરો છે, સેમસંગના નવા સ્માર્ટફોન Galaxy A8sના આ ફોનમાં ડિસ્પ્લેમાં નોચની જગ્યાએ એક છિદ્ર હશે, જેમાં કેમેરો હશે. કેમેરામાંની સાતે તે છિદ્રમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર્સ અને પ્રોક્સિમિટી સેન્સર્સ પણ હશે.

    હવે એવા સમાચાર છે કે 31 ડિસેમ્બરથી સેમસંગ ગેલેક્સી A8s ને ખરીદી શકશો. જોકે ભારતમાં તેનું વેચાણ અત્યારે શરૂ થયું નથી. 31 ડિસેમ્બરથી ચીનની એક સાઇટ દ્વારા તેને ખરીદી શકાશે. કંપનીએ પોતાનો આ ફ્લેગશિપ ફોન તાજેતરમાં જ લોંચ કર્યો હતો. સાથે જ થોડા દિવસો પહેલાં તેની કિંમતોનો ખુલાસો થયો છે. ચીનમાં ફોનનું પ્રી બુકિંગ શરૂ થઇ ગયું છે. ચીનમાં તેને JD.com પર બુક કરી શકો છો.

    Galaxy A8sની વિશેષતા

    આ ફોનનું સૌથી મોટું અટ્રેક્શન ઓ-ડિસ્પ્લે સેલ્ફી કેમેરો છે. આ ઉપરાંત 3 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. હાલ તેને 6જીબી રેમવાળા વેરિએન્ટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ચીનમાં આ ફોનનું વેચાણ 31 ડિસેમ્બરથી શરૂ થશે. Galaxy A8s ની કિંમત લગભગ 2,999 ચીની યુઆન (લગભગ 30,421 રૂપિયા) રાખવામાં આવી છે. ડુઅલ સીમવાળા Galaxy A8s એંડ્રોઇડ 8.1 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 710 પ્રોસેસર મળે છે અને ગ્રાફિક્સ માટે અડ્રેનો 616 જીપીયૂ છે. ડિસ્પ્લે 6.2 ઇંચની ફૂલ એચડી છે જેનું રિઝોલ્યૂશન 1080x2340 પિક્સલ છે. ઓસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. આ ઉપરાંત ઇનબિલ્ટ સ્ટોરેજ 128 જીબી છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 512 જીબી સુધી વધારી શકાય છે.

    આ પણ વાચો: 2019માં આ સ્માર્ટફોન્સ પર બંધ થઇ જશે WhatsApp



    કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 3 રિયર કેમેરા છે. પ્રાઇમરી સેંસર 24 મેગાપિક્સલ છે. અન્ય બે કેમેરા 10 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના છે. સેલ્ફી કેમેરો 24 મેગાપિક્સલનો છે. ફોનમાં પાછળ ફિંગર પ્રિંટ સેંસર પણ લાગેલું છે. ફોનની બેટરી 3400 mAh છે. કનેક્ટિવિટી માટે 4G VoLTE, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS, NFC અને USB Type-C આપવામાં આવી છે. આ ફોન બેટરી ચાર્જિંગ માટે ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. હાલ ભારતમાં તેની કિંમતને લઇને કોઇ જાણકારી નથી.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Samsung, Smart phone, ચીન, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन