Home /News /tech /108MP કેમેરા સાથે Samsung Galaxy A73 5G અને Galaxy A33 5G સ્માર્ટફોન લોન્ચ

108MP કેમેરા સાથે Samsung Galaxy A73 5G અને Galaxy A33 5G સ્માર્ટફોન લોન્ચ

Galaxy A73 5G ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 778G પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જે 8GB સુધીની RAM સાથે જોડાયેલ છે. (Credit- Samsung Mobile)

Samsung Galaxy A Series: Samsung Galaxy A73 5G અને Galaxy A33 5G સ્માર્ટફોનની કિંમત અને ઉપલબ્ધતા વિશે પણ હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. બંને સ્માર્ટફોનને IP67 રેટિંગ મળ્યું છે.

    Samsung Galaxy A Series: Samsung Galaxy A73 5G અને Galaxy A33 5G સ્માર્ટફોન મંગળવારે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા. Galaxy A73 5G ફોન A સીરીઝમાં લેટેસ્ટ છે. તે 108-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 120Hz રિફ્રેશ રેટવાળા સુપર AMOLED+ ડિસ્પ્લે સાથે આવે છે. તો Galaxy A33 5G સ્માર્ટફોનને આ મહિનાની શરૂઆતમાં વિશ્વભરમાં અનવીલ કરવામાં આવ્યું હતું. આ ફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ, 90Hz રિફ્રેશ રેટ સાથે AMOLED ડિસ્પ્લે અને સ્ટીરિયો સ્પીકર્સ જેવા ફીચર્સ છે. બંને સ્માર્ટફોનને IP67 રેટિંગ મળ્યું છે. એટલે કે તેઓ મોટેભાગે ધૂળ અને પાણીની અસરોથી બચી જાય છે.

    Samsung Galaxy A73 5G and Galaxy A33 5G availability

    Samsung Galaxy A73 5G સ્માર્ટફોનને ઓસમ ગ્રે, ઓસમ મિન્ટ અને ઓસમ વ્હાઇટ કલરમાં વેંચવામાં આવશે. તો બીજી બાજુ Galaxy A33 5G સ્માર્ટફોન ઓસમ બ્લેક, ઓસમ બ્લુ, ઓસમ પીચ અને ઓસમ વ્હાઇટ શેડ્સમાં ઉપલબ્ધ હશે. કંપનીએ કહ્યું કે Galaxy A73 5Gની પ્રી-બુકિંગ આગામી દિવસોમાં Samsung.com, મુખ્ય રિટેલ સ્ટોર્સ અને પસંદગીના ઓનલાઈન પોર્ટલ પર થશે.

    આ પણ વાંચો: 2 ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 8 જેન 1 પ્લસ પ્રોસેસર સાથે આવશે Xiaomi Mi Mix Fold 2 સ્માર્ટફોન!

    તે બે અલગ-અલગ વેરિયન્ટ્સ - 8GB RAM + 128GB સ્ટોરેજ અને 8GB RAM + 256GB સ્ટોરેજમાં ઉપલબ્ધ હશે. ફોનની ચોક્કસ ઉપલબ્ધતા અને કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. Galaxy A33 5Gની કિંમત અને ઉપલબ્ધતા વિશે પણ હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. આ મહિનાની શરૂઆતમાં Samsung Galaxy A33 5G યુરોપમાં 369 યુરો (અંદાજે 30,800 રૂપિયા)માં રજૂ કરવામાં આવ્યો હતો.

    Samsung Galaxy A73 5Gના સ્પેસિફિકેશન્સ

    Samsung Galaxy A73 5G સ્માર્ટફોન Android 12 પર બેસ્ડ One UI 4.1ના લેયર પર ચાલે છે. કંપનીએ ચાર વર્ષ સુધી એન્ડ્રોઇડ ઓએસ અપગ્રેડ સાથે પાંચ વર્ષનાં સિક્યોરીટી અપડેટ આપવાનું વચન આપ્યું છે. ફોનમાં 6.7-ઇંચની ફુલ-એચડી + ઇન્ફિનિટી-ઓ સુપર એમોલેડ + ડિસ્પ્લે છે. તેની પીક બ્રાઇટનેસ 800 નિટ્સ અને રિફ્રેશ રેટ 120Hz છે. ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પેનલથી સુરક્ષિત છે. Galaxy A73 5G ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 778G પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જે 8GB સુધીની RAM સાથે જોડાયેલ છે. ફોન રેમ પ્લસ ફીચર સાથે આવે છે, જે ઇનબિલ્ટ સ્ટોરેજનો ઉપયોગ કરીને રેમને 16GB સુધી વધારે છે.

    આ પણ વાંચો: Samsung Galaxy M33 5G આ દિવસે ભારતમાં આપશે દસ્તક, જાણો ફોનના સંભવિત સ્પેસિફિકેશન્સ

    ફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે, જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS)ને સપોર્ટ કરે છે. બેકમાં કુલ કેટલા કેમેરા છે તેની માહિતી હજુ મળી શકી નથી. ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. ફોનમાં 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને SD કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. સ્ટીરિયો સ્પીકર્સથી સજ્જ આ ડિવાઈસમાં 5,000mAh બેટરી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

    Samsung Galaxy A33 5Gના સ્પેસિફિકેશન્સ

    આ સ્માર્ટફોન One UI 4.1ના લેયર સાથે Android 12 પર પણ ચાલે છે. કંપનીએ એન્ડ્રોઇડ ઓએસ અપગ્રેડના ચાર વર્ષ અને પાંચ વર્ષના સિક્યોરીટી અપડેટનું વચન આપ્યું છે. Galaxy A33 5Gમાં 6.4 ઇંચની ફુલ-એચડી+ સુપર AMOLED ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તે ઓક્ટા-કોર Exynos 1280 પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં ક્વોડ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં OIS સાથે 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ શૂટર, 5 મેગાપિક્સલનો મેક્રો શૂટર અને 2 મેગાપિક્સલનો ડેપ્થ કૅમેરા છે.

    સેલ્ફી માટે ફોનમાં 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં પણ 5000mAh બેટરી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 256GB સુધીનું સ્ટોરેજ છે, જેને SD કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Samsung, Samsung-galaxy

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन