ઇચ્છાધારી ફોન! જરૂર પડે તો ઇન્ટરનલ સ્ટોરેજને બનાવી દે છે RAM, જાણો કિંમત અને ફીચર્સ વિશે

સેમસંગ ગેલેક્સી A32

Samsung Galaxy A32 4G: સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી A32 4G (Samsung Galaxy A32 4G)નું 8GB વેરિઅન્ટ લૉંચ કર્યું છે.

  • Share this:
    નવી દિલ્હી: સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી A32 4G (Samsung Galaxy A32 4G)નું 8GB વેરિઅન્ટ લૉંચ કર્યું છે. આ સ્માર્ટફોનમાં પણ તમને કંપનીનું RAM પ્લસ ફીચર મળે છે. Ram પ્લસનો મતલબ થાય છે 4GB સુધી વર્ચ્યુઅલ RAM એક્સપાન્શન. આ પહેલા સેમસંગે 6GB રેમ અને 128GB સ્ટોરેજ વાળો ફોન લૉંચ કર્યો હતો. 8GB રેમ અને 128GB વાળો સ્માર્ટફોન ₹23,499 રૂપિયાની કિંમતે લૉંચ કરાયો છે. આ ફોન ત્રણ રંગમાં આવે છે- જેમાં Awesome Black, Awesome Blue અને Awesome violet સામેલ છે. 6GB રેમવાળા ફોનમાં એક વધારાનો વિકલ્પ Awesome white પણ મળે છે.

    Galaxy A32 4Gના આ વેરિઅન્ટને આજથી ઈ-કોમર્સ વેબસાઇટ ઉપરાંત ઑફલાઇન રિટેલ સ્ટોર પરથી પણ ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનમાં 6.4 ઇંચનું FHD+ Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોન ડિસ્પ્લેમાં વોટર ડ્રોપ નૉચ આપવામાં આવ્યું છે. ફોનમાં 90Hz રિફ્રેશ રેટવાળું ડિસ્પ્લે પેનલ આપવામાં આવ્યું છે. ફોનનું ડિસ્પ્લે 800 નિટ્સ સુધીની બ્રાઇનેસને સપોર્ટ કરે છે.

    શું છે RAM+ ફીચર

    સેમસંગ તરફથી RAM પ્લસ ફીચર વિશે જણાવવામાં આવ્યું છે. જે પ્રમાણે જ્યારે ફોનમાં એક સાથે અનેક ટાસ્ક કરવામાં આવે છે ત્યારે તે હેંગ થવા લાગે છે. સેમસંગે આ સમસ્યાનો ઉપાય RAM પ્લસ ફીચરની મદદથી આપવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે ફોનમાં એક સાથે અનેક કામ કરવામાં આવશે અને ફોનને એવું લાગશે કે હવે વર્તમાન રેમ ઓછી પડી રહી છે ત્યારે તે ફોનના ઇન્ટરનલ સ્ટોરેજમાંથી 4GB સુધી જગ્યાને રેમ તરીકે ઉપયોગ કરવા લાગશે. જેનાથી ફોનમાં હેંગની સમસ્યા નહીં આવે અને યૂઝર્સ સારી રીતે પોતાના કામ કરી શકશે.

    રેમના આધારે બે વેરિઅન્ટ

    સેમસેંગનો આ ફોન બે વેરિઅન્ટમાં આવે છે. જેમાં 6GB RAM + 128GB અને 8GB RAM + 128GB સ્ટોરેજનો સમાવેશ થાય છે. આ બંને ફોનની ઇન્ટરનલ સ્ટોરેજ ક્ષમતા માઇક્રોએસડી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે. ફોનમાં એન્ડ્રોઈ 11 આધારિત OneUI 3.1 મળે છે. આ સ્માર્ટફોનો રિયર કેમેરો ક્વાડ સેટઅપમાં છે. ફોનનો પ્રાયમરી કેમેરો 64MPનો છે. આ ઉપરાંત ફોનમાં 8MPનો વાઇડ એંગલ કેમેરો, અને 5MPનો ડેપ્થ કેમેરો છે. આ સાથે 5MPનો માઇક્રો સેન્સર મળે છે. સેલ્ફી માટે ફોનમાં 20MP કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં ઈન-ડિસ્પલે ફિંગરપ્રિન્ટ સપોર્ટ ફીચર આપવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: એપલ અને સેમસંગને ટક્કર આપવા આવી રહ્યો છે રિયલમીનો સ્માર્ટફોન, જાણો ક્યારે લૉંચ થશે

    દમદાર બેટરી

    આ ફોન 15 વોટના ચાર્જર સપોર્ટ સાથે આવે છે. ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં USB Type C ચાર્જિંગ સપોર્ટ મળે છે. ફોનમાં Dolby Atmos, 3.5mm ઑડિયો જેક ફીચર્સ મળે છે. સાથે જ તેમાં કનેક્ટિવિટી માટે साथ ही, Wi-Fi, Bluetooth 5.0 જેવા ફીચર્સ મળે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: