Home /News /tech /આવી રહ્યો છે Samsung Galaxy A04s, ઓછા બજેટમાં મળશે શાનદાર ફોન, સ્પેસિફિકેશન્સ થયા લીક

આવી રહ્યો છે Samsung Galaxy A04s, ઓછા બજેટમાં મળશે શાનદાર ફોન, સ્પેસિફિકેશન્સ થયા લીક

સેમસંગ ગેલેક્સી A04s એક પોકેટ ફ્રેન્ડલી ફોન હશે. તેમાં જરૂરિયાતના તમામ ફીચર્સ જોવા મળશે.

Samsung Galaxy A04S પોકેટ-ફ્રેન્ડલી સ્માર્ટફોન છે, જેમાં ચાર્જિંગ માટે યુએસબી ટાઇપ-સી પોર્ટ, 35mm ઓડિયો જેક અને સ્પીકર ગ્રિલ આપવામાં આવી છે. ફોનનું ડાયમેન્શન 164.5 x 76.5 x 9.18mm છે.

    Samsung Galaxy A04S: સ્માર્ટફોનની દુનિયામાં વિશ્વસનીય બ્રાન્ડ સેમસંગ (Samsung) જલ્દી જ એન્ટ્રી લેવલનો એક નવો મોબાઇલ ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોનને Samsung Galaxy A03sનો સક્સેસર એટલે કે ઉત્તરાધિકારી માનવામાં આવે છે. સેમસંગ ગેલેક્સી A04s (Samsung Galaxy A04s) ફોનની જાહેરાત થવામાં હજુ થોડા મહિના લાગી શકે છે. જો કે, સોશિયલ મીડિયા ઉપર આ ફોનની ડિઝાઇન અને અમુક સ્પેસિફિકેશન્સ લીક થઈ ચૂક્યા છે.

    સ્માર્ટફોન ટિપ્સટર સ્ટીવ હેમરસ્ટોફર ઉર્ફે ઓનલીક્સ (Steve Hemmerstoffer)એ સેમસંગના નવા ફોનની અમુક ડિટેલ લીક કરી છે. કહેવાઈ રહ્યું છે કે નવા Samsung Galaxy A04s સ્માર્ટફોન પહેલાના Galaxy A03sથી ઘણો મળતો આવે છે. બંનેમાં વધારે ફરક નથી.

    આ પણ વાંચો: 12GB RAM વાળા Realmeના નવા ફોન પર મળી રહ્યું છે 5 હજાર રૂપિયાનું કેશબેક, આજે છે પહેલી ફ્લેશ સેલ

    સેમસંગ ગેલેક્સી A04s એક પોકેટ ફ્રેન્ડલી ફોન હશે. તેમાં જરૂરિયાતના તમામ ફીચર્સ જોવા મળશે. લીક થયેલા રેન્ડરમાં એક ફ્લેટ ડિસ્પ્લે તરફ ઈશારો કરાયો છે, જે લગભગ 6.5 ઈંચની છે. આ ટોપ પર એક વી-આકારનો નોચ સપોર્ટ કરે છે. ડિસ્પ્લે એચડી પ્લસ રેઝોલ્યૂશન પેનલ સાથે આવશે. ફોનના સપોર્ટિંગ ફીચરની વાત કરીએ તો તેમાં ચાર્જિંગ માટે યુએસબી ટાઇપ-સી પોર્ટ, 3.5mm ઓડિયો જેક અને સ્પીકર ગ્રિલ આપવામાં આવી છે.

    ફોનનું ડાયમેન્શન 164.5 x 76.5 x 9.18mm છે.

    Samsung Galaxy A04S

    ટ્રિપલ કેમેરા સેટઅપ

    ફોનના બેકમાં ત્રણ કેમેરા વર્ટિકલી આપવામાં આવ્યા છે. ફોનની ત્રણ કિનારી પર પાતળા બેઝલ્સ આપવામાં આવ્યા છે, ચિન એરિયામાં મોટા બેઝલ છે. જમણી બાજુએ વોલ્યુમ રોકર અને પાવર બટન આપવામાં આવ્યું છે. પાવર બટનમાં બાયોમેટ્રિક માટે ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. સિમ-ટ્રે ડાબી બાજુ હશે, જેમાં બે સિમ અને એક માઇક્રોએસડી કાર્ડ ઇન્સર્ટ કરી શકાય છે.

    આ પણ વાંચો: લોન્ચ થયો પાવરફુલ બેટરીવાળો ફોન Micromax In 2c, સતત 50 કલાક સુધી કરી શકો છો વાત!

    Samsung Galaxy A03s સ્માર્ટફોન

    જણાવી દઈએ કે Samsung Galaxy A03s કંપનીનો બજેટ સ્માર્ટફોન છે. આ ફોન ભારતમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. Samsung Galaxy A03s ફોનમાં પણ 6.5 ઇંચની HD Plus LCD ડિસ્પ્લે આપવામાં આવી હતી. ડિસ્પ્લેનું રેઝોલ્યુશન 1560 x 720 પિક્સલ છે. આ ફોન ઓક્ટાકોર MediaTek Helio P35 પ્રોસેસરથી ઓપરેટ થાય છે. આ ફોનમાં 4GB સુધીની રેમ આપવામાં આવી છે.

    આ ફોનના કેમેરાની વાત કરીએ તો Galaxy A03Sમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. પ્રાઇમરી કેમેરા 13 મેગાપિક્સલનો છે. તેની સાથે બે 2MP સેન્સર પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનના ફ્રન્ટમાં 5MP કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં 5,000mAh ક્ષમતાની બેટરી લગાવવામાં આવી છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Android smartphone, Budget smartphone, Gujarati tech news, Mobile and Technology, Samsung, Samsung-galaxy

    विज्ञापन
    विज्ञापन