Home /News /tech /

માત્ર રૂ. 8 હજારમાં મળી રહ્યો છે Samsungનો દમદાર ફોન, મળશે 5000 mAhની બેટરી

માત્ર રૂ. 8 હજારમાં મળી રહ્યો છે Samsungનો દમદાર ફોન, મળશે 5000 mAhની બેટરી

માત્ર રૂ. 8 હજારમાં મળી રહ્યો છે Samsungનો દમદાર ફોન

Samsung Smart Phone: આ ફોન માત્ર 7,999 રૂપિયાની કિંમતમાં ઓફર કરવામાં આવી રહ્યો છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે HD+ ડિસ્પ્લે અને તેનો કેમેરા ઓછી કિંમતમાં છે. બજેટ સ્માર્ટફોનની શોધ કરી રહેલા ગ્રાહકો માટે આ એક શાનદાર અવસર છે ઓફરનો લાભ ઉઠાવવાનો. તો ચાલો જાણીએ ફોનની ફીચર્સ વિશે.

વધુ જુઓ ...
    આજે (9 જાન્યુઆરી, 2022) ફ્લિપકાર્ટ (Flipkart)ના બિગ બચત ધમાલ સેલ (Big Bachat Dhamaal Sale)નો છેલ્લો દિવસ છે. સેલમાં ગ્રાહકો આકર્ષક ઓફર્સ (Best offers) સાથે ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, સ્માર્ટફોન સહિત સ્માર્ટ ટીવી પણ સસ્તામાં ખરીદી શકશે. આ સેલમાં ઉપલબ્ધ સ્માર્ટફોન ઑફર્સ (Smartphone Offers) વિશે વાત કરીએ, તો અહીં ગ્રાહકો માટે 'ઇન્ડિયા કા મોબાઇલ સુપરસ્ટોર' (India ka mobile superstore) નામનું એક અલગ બેનર પેજ લાઇવ કરવામાં આવ્યું છે. સેલમાં Motorola, Realme, Samsung, Apple જેવા ફોન પર ઑફર્સ આપવામાં આવી રહી છે અને તેમાંથી ગ્રાહકોને Samsung Galaxy A03 Core ઑફર (offers on Samsung Mobile) સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફોન માત્ર 7,999 રૂપિયાની કિંમતમાં ઓફર કરવામાં આવી રહ્યો છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે HD+ ડિસ્પ્લે અને તેનો કેમેરા ઓછી કિંમતમાં છે. બજેટ સ્માર્ટફોનની શોધ કરી રહેલા ગ્રાહકો માટે આ એક શાનદાર અવસર છે ઓફરનો લાભ ઉઠાવવાનો. તો ચાલો જાણીએ ફોનની ફીચર્સ વિશે.

    HD+ સ્ક્રિન રીઝોલ્યુશન મળશે-  Samsung Galaxy A03 Coreમાં HD + રિઝોલ્યુશન સ્ક્રીન સાથે 6.5-ઇંચની LCD સ્ક્રીન છે. આ સ્માર્ટફોનને બે કલર વેરીએન્ટ બ્લેક અને બ્લુ ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તે UNISOC SC9863A ઓક્ટા-કોર પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જેમાંથી ચાર કોર 1.6Ghz પર ક્લોક કરવામાં આવે છે જ્યારે અન્ય ચાર કોરને 1.2Ghz પર ટ્વીક કરવામાં આવે છે.

    સ્માર્ટફોનનો કેમેરો છે દમદાર- કેમેરા તરીકે, Samsung Galaxy A03 કોરના પાછળના ભાગમાં, ફોનમાં LED ફ્લેશ સાથે 8-મેગાપિક્સલનો સિંગલ કેમેરા સેટઅપ છે. આ સિવાય તેના નોચમાં ફ્રન્ટમાં 5 મેગાપિક્સલ સેલ્ફી સ્નેપર છે. તેમાં 2GB રેમ અને 32GB બિલ્ટ-ઇન સ્ટોરેજ છે.

    મળશે 5000mAhની પાવરફુલ બેટરી-સેમસંગે સ્ટોરેજને વિસ્તૃત કરવા માટે માઇક્રોએસડી કાર્ડ સ્લોટ આપ્યો છે. પાવર માટે, તેમાં 5,000mAh Li-Po બેટરી છે, જે 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં એક્સેલરોમીટર, લાઇટ અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યા છે.
    First published:

    Tags: Big Bachat Dhamaal, Flipkart, Sale

    આગામી સમાચાર