Home /News /tech /Samsung Eventમાં આજે થશે ધમાકો! Galaxy A-સિરીઝના ત્રણ ફોન સાથે લોન્ચ થઈ શકે છે 6 Laptop

Samsung Eventમાં આજે થશે ધમાકો! Galaxy A-સિરીઝના ત્રણ ફોન સાથે લોન્ચ થઈ શકે છે 6 Laptop

ગેલેક્સી A ઇવેન્ટ આજે લાઈવ થશે.

Samsung Galaxy A Eventમાં આજે નવા ગેલેક્સી એ-સિરીઝ સ્માર્ટફોન ઉપરાંત Galaxy Book 2 સિરીઝ પ્રીમિયમ પીસી લાઇનઅપની જાહેરાત પણ થઈ શકે છે. જાણો ઇવેન્ટ વિશે સંપૂર્ણ માહિતી.

    Samsung Galaxy A Event 2022: સેમસંગ (Samsung) આજે બ્રાન્ડની સેમસંગ ગેલેક્સી A ઇવેન્ટ 2022 દરમિયાન નવા ગેલેક્સી એ-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ઇવેન્ટ આજે સાંજે 7:30 વાગ્યે શરુ થશે અને તેની લાઈવસ્ટ્રીમિંગ સેમસંગના સોશિયલ મીડિયા હેન્ડલ અને યુટ્યુબ ચેનલ પર થશે. લીક રિપોર્ટ અનુસાર, સેમસંગ ઇવેન્ટમાં ગેલેક્સી A53 (Samsung Galaxy A53) અને ગેલેક્સી A73 (Galaxy A73) સહિત ઘણાં ડિવાઇસ લોન્ચ કરી શકે છે. જ્યારે ગેલેક્સી A73 સ્નેપડ્રેગન 750G ચિપસેટ સાથે આવે તેવી શક્યતા છે, તો ગેલેક્સી A53 સેમસંગ Exynos 1200 સાથે આવી શકે છે.

    સેમસંગે હજુ સુધી કોઇપણ નવા ફોન વિશે સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ લીકમાં ગેલેક્સી A73 વિશે અમુક ડિટેલ મળી છે. ફોન એક ડિઝાઈન સાથે આવી શકે છે જે ગેલેક્સી A72ને મળતી આવે છે, અને તેમાં 6.7 ઇંચની ડિસ્પ્લે 90 હર્ટ્ઝની રિફ્રેશ રેટ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર હોઈ શકે છે. ફોનનું ડાઈમેન્શન પણ એ જ રીતે 163.8 x 76.0 x 7.6mmનું હશે.

    આ પણ વાંચો: 50MP કેમેરા, 6GB RAM, 6000mAh બેટરી સાથે Redmi 10 સ્માર્ટફોન લોન્ચ, જાણો Price

    સેમસંગ ગેલેક્સી A33 અંગે કહેવામાં આવી રહ્યું છે કે તે Exynos 1280 સાથે આવશે, જે Galaxy A53માં પણ જોવા મળ્યું હતું, પરંતુ સેમસંગ Galaxy A73 Snapdragon 750G SoC સાથે લોન્ચ થઈ શકે છે.

    Samsung Galaxy A73ના ફીચર્સ પણ સામે આવ્યા

    સેમસંગ ગેલેક્સી A73 અંગે એવી પણ અટકળ લગાવવામાં આવી રહી હતી કે તેમાં 108 મેગાપિક્સલનો કેમેરા હશે, પરંતુ હવે એવું નથી. ગેલેક્સી A સિરીઝના ત્રણેય ડિવાઇસમાં 5000mAhની બેટરી અને 25Wની ફાસ્ટ ચાર્જિંગ આવવાની વાત કહેવામાં આવી છે.

    આ પણ વાંચો: લૉન્ચિંગ પહેલા OnePlus Nord 2T ની કિંમત થઈ લીક, જોરદાર ફીચર્સ પણ આવ્યા સામે

    સેમસંગ પોતાની ઇવેન્ટમાં નવા ફોન ઉપરાંત ગેલેક્સી બુક 2 સિરીઝ પ્રીમિયમ પીસી લાઇનઅપની જાહેરાત પણ કરી શકે છે. કન્ઝ્યુમર અને એન્ટરપ્રાઇઝ બંને સેગમેન્ટમાં છ નવા લેપટોપ રજૂ કરવામાં આવશે

    જે 6 લેપટોપમાં Samsung Galaxy Book 2, Galaxy Book 2 360, Galaxy Book 2 Pro, Galaxy Book 2 Pro 360 અને Galaxy Book 2 બિઝનેસને સ્પેનના બાર્સેલોનામાં આયોજિત MWC 2022માં અનવીલ કરવામાં આવ્યું હતું. જ્યારે Galaxy Book Go ગયા વર્ષે જૂનમાં અમેરિકા સહિત વેસ્ટર્ન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું છે કે તમામ નવા મોડલ આઉટ ઓફ ધ બોક્સ વિન્ડોઝ 11 પર ચાલશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Laptops, Mobile and Technology, Samsung, Samsung-galaxy, Smartphones

    विज्ञापन
    विज्ञापन