ઓછી કિંમતમાં Samsung લાવ્યું નવું TV, કોમ્પ્યુટરની જેમ કરી શકો છો કામ

News18 Gujarati
Updated: March 14, 2020, 12:14 PM IST
ઓછી કિંમતમાં Samsung લાવ્યું નવું TV, કોમ્પ્યુટરની જેમ કરી શકો છો કામ
ખાસ વાત એ છે કે, આ ટીવીમાં 'પર્સનલ કોમ્પ્યુટર મોડ'ની પણ સુવિધા છે.

ખાસ વાત એ છે કે, આ ટીવીમાં 'પર્સનલ કોમ્પ્યુટર મોડ'ની પણ સુવિધા છે.

  • Share this:
મુંબઈ : સેમસંગે (Samsung TV Series) ભારતમાં સસ્તા રેંજનું ટીવી લોન્ચ કર્યું છે. કંપનીએ ટીવીને 12,900 રૂપિયાની શરૂઆતની કિંમતમાં રજૂ કર્યા છે. મળેલી જાણકારી પ્રમાણે, નવી funbelievable સીરીઝમાં સેમસંગનાં 32 ઇંચ અને 43 ઇંચનાં વેરિઅન્ટ આવ્યાં છે. નવી ટીવી સિરીઝ દરેક સેમસંગ સ્માર્ટ પ્લાઝા, અગ્રણી ઉપભોક્ત ઇલેક્ટ્રોનિક સ્ટોર અને ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. જેમાં સેમસંગનાં ઓફિશિયલ ઓનલાઇન સ્ટોર સેમસંગ શોપમાં પણ સામેલ છે.

ખાસ વાત એ છે કે, આ ટીવીમાં 'પર્સનલ કોમ્પ્યુટર મોડ'ની પણ સુવિધા છે. જે ગ્રાહકને તેમના સ્માર્ટ ટીવીને એક પર્સનલ કોમ્પ્યુટરમાં (PC) બદલવાની સુવિધા આપે છે. આનો ઉપયોગ માત્ર બ્રાઉઝિંગ માટે નહીં પરંતુ આનાથી વધારે માટે કરી શકાય છે.

આ પણ વાંચો : COVID19: તમારા ફોન પર 96 કલાક સુધી જીવી શકે છે કોરોના વાયરસ, આવી રીતે કરો સાફ

આ સાથે જ આ ટીવીનો ઉપયોગ કરનાર મોટા કે બાળકો પોતાના સ્કૂલ કે ઓફિસ સંબંધિત કામ પણ કરી શકે છે. આમા પોતાના દસ્તાવેજ બનાવવા સાથે પ્રેઝેન્ટેશન પણ બનાવી શકાય છે.

આ પણ વાંચો : કોરોનાના ડરથી કરી રહ્યા છો Work From Home, તો આટલી એપ તમને રાખશે ટેન્શન ફ્રી

કન્ઝુમર ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસ, સેમસંગ ઇન્ડિયાનાં વરિષ્ઠ ઉપાધ્યક્ષ રાજૂ પુલને એક નિવેદમાં કહ્યું કે, 'ફનબિલિવેબલ સીરીઝી અમારા ગ્રાહતોની વધતી અપેક્ષાઓને પુરી કરે છે. આ ખાસ રૂપથી તેમની અપેક્ષઓને પૂરી કરશે. જે લોકો આવા નવા ઇનોવેશનની શોધમાં છે તે લોકો જીવનને સારું બનાવી શકે છે. આ નવા લાઇન-અપની સાથે અમને વિશ્વાસ છે કે, અમે ટીવીનાં બજારમાંપોતાનું નેતૃત્વ વધારે મજબૂત કરીશું.'આ વીડિયો પણ જુઓ : 
First published: March 14, 2020, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading