અહીં રૂ.5,000 સસ્તા મળી રહ્યા છે samsungના સ્માર્ટફોન, 31 મે સુધી છે સેલ

અહીં રૂ.5,000 સસ્તા મળી રહ્યા છે samsungના સ્માર્ટફોન, 31 મે સુધી છે સેલ
તમે સેમસંગના સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો એમોઝોન તમારા માટે સારી તક લઇને આવી છે.

તમે સેમસંગના સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો એમોઝોન તમારા માટે સારી તક લઇને આવી છે.

 • Share this:
  તમે સેમસંગના સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો એમોઝોન તમારા માટે સારી તક લઇને આવી છે. કંપનીની Samsung Days સેલ 28 મેથી 31 મે સુધી ચાલશે. ચાર દિવસ ચાલનારા આ સેલમાં સેમસંગના સ્માર્ટફોન ઉપર રૂ.5,000 સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં સેલમાં સેમસંગના ટેબલેટ, સ્માર્ટવોચ જેવા પ્રોડક્ટસ ઉપર પણ ઓફર આપવામાં આવી રહી છે.

  સેમસંગ ઓન7 પ્રોઃ આ ફોનને સેલમાં રૂ.6,990માં ખરીદી શકાશે. આ ફોનની અસલ કિંમત રૂ.9,490 છે. આ ફોનમાં 13 મેગાફિક્સલનો રિયર કેમેરો, 5 મેગાફિક્સલનો ફ્રન્ટ કેમેરો, 2 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનની સાથે રૂ.2,000ની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે.  સેમસંગ ગેલેક્સી ઓન7 પ્રાઇમઃ સેલમાં આ ફોનને રૂ.14,990ના બદલે રૂ.10,990માં ખરીદી શકાશે. આ ફોનમાં 13 મેગાફિક્સલનો રિયર કેમેરો, અને ફ્રન્ટ કેમેરો છે. આ ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ છે. ફોનની સાથે રૂ.2000ની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે.

  સેમસંગ ગેલેક્સી એ8 પ્લસઃ આ ફોનને રૂ.5000 ડિસ્કાઉન્ટની સાથે રૂ.29,990માં ખરીદી શકાશે. આ ફોનની કિંમત રૂ.34,990 છે. ગેલેક્સી એ8 પ્લેસ સેમસંગનો પહેલો ફોન છે. જે ફ્રન્ટમાં બે કેમેરા છે. આ ફોનમાં 6 જીબી રેમ આપવામાં આવી છે.

  સેમસંગ ગેલેક્સી એ6 પ્લસઃ આ પોનમાં ડુઅલ રિયર કેમેરા અને 24 મેગાફિક્સલનો ફ્રન્ટ કેરેરા છે. આ ફોનને રૂ.25,990માં ખરીદી શકાય છે. આઇસીઆઇસીઆી ક્રેડિટ કાર્ડ થકી ફોન ખરીદવા પર રૂ.3,000ની કેસબેક પણ મળી રહી છે.
  Published by:News18 Gujarati
  First published:May 29, 2018, 16:08 IST

  ટૉપ ન્યૂઝ