Samsung M10, M20ની સેલ શરૂ, Jio આપી રહ્યું છે રૂ. 3,110નો લાભ

News18 Gujarati
Updated: February 26, 2019, 12:55 PM IST
Samsung M10, M20ની સેલ શરૂ, Jio આપી રહ્યું છે રૂ. 3,110નો લાભ
26 ફેબ્રુઆરીએ આ બન્ને ફોનની સેલ 12 વાગ્યાથી એમેઝોન પર શરૂ

સેમસંગે હાલમાં જ Galaxy M સીરિઝના બે સ્માર્ટફોન Galaxy M10 અને Galaxy M20 લોન્ચ કર્યા છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય માર્કેટમાં સેમસંગે હાલમાં જ Galaxy M સીરિઝના બે સ્માર્ટફોન Galaxy M10 અને Galaxy M20 લોન્ચ કર્યા છે. 26 ફેબ્રુઆરીએ આ બન્ને ફોનની સેલ 12 વાગ્યાથી એમેઝોન પર શરૂ થઇ ગઇ છે. આ બન્ને ફોનની ખાસ વાત તેની વોટરડ્રોપ નોચ Infinity-V ડિસ્પ્લે છે. ઉપરાંત આ બન્ને જ ફોન ડ્યુઅલ રિયર કેમેરા છે. ગ્રાહક આ બજેટ સ્માર્ટફોનને એમેઝોન પરથી ખરીદી શકે છે, જેની પણ ઘણી ઓફર્સ આપવામાં આવી રહી છે.

જિયો ઓફરમાં 3,110 રૂપિયાનો લાભ

રિલાયન્સ જિયોએ સેમસંગ ગેલેક્સી એમ સીરિઝ સાથે એક ધમાકેદાર ઓફર લોન્ચ કરી છે. જે જિયો સબસક્રાઇબર સેમસંગ ગેલેક્સી એમ10 અથવા એમ20 સ્માર્ટફોન ખરીદશે તેમને દરેક રિચાર્જ પર ડબલ ડેટા મળશે. આ ડેટા 10 રિચાર્જ સુધી મળશે. જેમાં ગ્રાહકોને કુલ 3,110 રૂપિયાનો લાભ થશે. આ ઓફર 198 અને 299 રૂપિયાના પ્રીપેડ પ્લાનને જ લાગુ પડશે.

આ ફોનમાં 6.2 ઇંચની HD+ Infinity-V ડિસ્પ્લે અને ઓક્ટાકોર એક્સિનોઝ 7870 પ્રોસેસર આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરીએ તો આમાં ડ્યુઅલ રિયર કેમેરા છે. જેમાં એક કેમેરા 13 મેગાપિક્સલ અને બીજો 5 મેગાપિક્સલનો વાઇડ એંગલ કેમેરા છે. ત્યાં જ ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરા મળશે. પાવર માટે ફોનમાં 3400 mAhની બેટરી છે.

Galaxy M10ને 2GB અને 3GB RAM વેરિએન્ટ અને 16GB અને 32GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જેને તમે 512GB સુધી વધાર શકાય છે. કિંમતની વાત કરીએ તો 2GB+16GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 7,990 રૂપિયા અને 3GB+32GBM વેરિએન્ટની કિંમત 8,999 રૂપિયા છે.

આ પણ વાંચો: MWC 2019: LGએ લોન્ચ કર્યા ત્રણ સ્માર્ટફોન, જાણો શું છે નવું?Galaxy M20ની કિંમત અને સ્પેસિફિકેશન

Galaxy M20માં 6.3 ઇંચની ફુલ HD+ ઇનફિનિટી વી ડિસ્પ્લે અને ઓક્ટાકોર એક્સિનોઝ 7904 પ્રોસેસર મળશે. જ્યારે આમાં ડ્યુઅલ રિયર કેમેરા છે. જેમાં પહેલો 13 મેગાપિક્સલ અને બીજો 5 મેગાપિક્સલનો કેમેરા છે. જ્યારે ફ્રન્ટમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલ કેમેરા છે. પાવરની વાત કરીએ તો સેમસંગ Galaxy M20માં 5000 mAh બેટરી આપવામાં આવી છે. જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જેના માટે ફોન સાથે 15 વોટનું ફાસ્ટ ચાર્જર મળશે.

Galaxy M20ને 3GB અને 4GB RAM વેરિએન્ટ અને 32GB અને 64GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં તમે 512GB સુધી વધારી શકો છો. કિંમતની વાત કરીએ તો 3GB+32GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 10,990 રૂપિયા અને 4GB+64GB વેરિએન્ટની કિંમત 12,990 રૂપિયા છે.
First published: February 26, 2019, 12:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading