Home /News /tech /

Samsung TV Offers: સેમસંગ બિગ ટીવી ફેસ્ટિવલ સેલમાં 4K ટીવી પર બમ્પર ડિસ્કાઉન્ટ, આજે ઉઠાવો લાભ

Samsung TV Offers: સેમસંગ બિગ ટીવી ફેસ્ટિવલ સેલમાં 4K ટીવી પર બમ્પર ડિસ્કાઉન્ટ, આજે ઉઠાવો લાભ

સેમસંગ ટીવી

Samsung Big TV Days Sale: સેલમાં તમને નો-કોસ્ટ EMIનો વિકલ્પ પણ મળે છે અને જો તમે મોટી સ્ક્રીન ટેલિવિઝન પર અપગ્રેડ કરવા માંગતા હોવ તો ટેબ્લેટ અને સાઉન્ડબાર જેવી અનેક ભેટ પણ મળી શકે છે.

મુંબઈ: દક્ષિણ કોરિયન કંપની સેમસંગે આકર્ષક ઓફર્સ (Samsung TV Offers) સાથે ‘Big TV Day’ સેલ (Sale)ની શરૂઆત કરી છે. જેમાં કંપની તેના વિવિધ ટીવી પર બમ્પર (Discount on TV) છૂટ આપી રહી છે. આ ઓફરનો લાભ તમે 31 જાન્યુઆરી સુધી ઉઠાવી શકો છો. જો તમે પણ ટીવી લેવાનું વિચારી રહ્યા હોય તો તમારા આ સેલ ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. સેલમાં તમને નો-કોસ્ટ EMIનો વિકલ્પ પણ મળે છે અને જો તમે મોટી સ્ક્રીન ટેલિવિઝન પર અપગ્રેડ કરવા માંગતા હોવ તો ટેબ્લેટ અને સાઉન્ડબાર જેવી અનેક ભેટ પણ મળી શકે છે. ગ્રાહકો સેમસંગ સ્માર્ટ ટીવી પર 43 ટકા સુધીની છૂટ અને પસંદગીના બેંક કાર્ડ્સ પર કેશબેક મેળવી શકે છે. તો ચાલો જાણીએ કયા ટીવી પર કંપની આપી રહી છે આ ઑફરનો લાભ.

ફ્રેમ QLED 4K ટીવી (43") 43LS03AAK (34% છૂટ)

ફ્રેમ QLED 4K ટીવી (43") 43LS03AAK સેમસંગ 'બિગ ટીવી' ડેઝ સેલ દરમિયાન 34% ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. આ ટીવી પર તમને 12 મહિના સુધી નૉ કોસ્ટ ઇએમઆઇનો લાભ મળશે. ટીવીની મૂળ કિંમત રૂ. 89,900ની સામે તમને આ ટીવી રૂ. 58,990ની ઑફર પ્રાઇઝમાં મળી રહેશે.

QLED 4K ધ સેરિફ (55") 55LS01TAK (43% છૂટ)

સેલ દરમિયાન આ ટીવી તમને 43 ટકાના બમ્પર ડિસ્કાઉન્ટ સાથે મળશે અને 18 મહિના સુધી નૉ કોસ્ટ ઇએમઆઇનો લાભ મળશે. આ ટીવીની મૂળ કિંમત રૂ. 163,900 છે જે તમને ડિસ્કાઉન્ટ બાદ રૂ. 92,990માં મળી રહેશે.

Neo QLED 4K સ્માર્ટ ટીવી (55") QN90A (17% છૂટ)

Neo QLED 4K સ્માર્ટ ટીવી (55") QN90A સેમસંગ 'બિગ ટીવી' ડેઝ સેલ દરમિયાન 17% ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. આ ટીવી તમને રૂ. 211,900ની મૂળ કિંમત સામે રૂ. 175,900ની ઓફર પ્રાઇઝમાં મળી રહેશે. આ ટીવી પર તમને એસબીઆઇના કાર્ડ પર રૂ. 6000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

Neo QLED 4K સ્માર્ટ ટીવી (65") QN85A (16% છૂટ)

Big TV Days Saleમાં આ ટીવી પર 16 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ટીવીની મૂળ કિંમત રૂ. 274,900 છે જે તમને ડિસ્કાઉન્ટ બાદ રૂ. 229,990માં મળશે. સેમસંગ શોપ એપ પરથી ખરીદી કરવા પર રૂ. 3000ની છૂટ મળશે અને 18 મહિના સુધી નૉ કોસ્ટ ઇએમઆઇનો લાભ મળશે.

Crystal 4K UHD સ્માર્ટ ટીવી (43") 43AUE60 (26% છૂટ)

Crystal 4K UHD સ્માર્ટ ટીવી (43") 43AUE60 સેમસંગ 'બિગ ટીવી' ડેઝ સેલ દરમિયાન 26% ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. આ ટીવી તમને રૂ. 37,990માં મળી રહેશે. આ સાથે જ સેમસંગ શોપ એપ પરથી ખરીદી પર રૂ.1500ની વધારી છૂટ અને 12 મહિના સુધી નૉ કોસ્ટ ઇએમઆઇનો લાભ મળશે.

Crystal 4K UHD સ્માર્ટ ટીવી (55") 55AUE70 (25% છૂટ)

સેલમાં આ ટીવી તમને રૂ. 57,990માં મળી રહેશે. આ સિવાય સેમસંગ શોપ એપ પરથી ખરીદી કરવા પર રૂ. 3000ની વધારાની છૂટ મળશે અને 18 મહિના સુધી નૉ કોસ્ટ ઇએમઆઇનો લાભ પણ મળશે.

આ પણ વાંચો: TV ખરીદવાનું વિચારી રહ્યા છો? બેસ્ટ 4K ટીવીની કિંમત અને ફીચર્સ સાથેની યાદી

Neo QLED 4K સ્માર્ટ ટીવી (55") QN90A (17% છૂટ)

સેમસંગ શોપ એપ પરથી આ ટીવીની ખરીદી પર તમને રૂ. 3000ની વધારાની છૂટ ઉપરાંત 18 મહિના નો કોસ્ટ ઇએમઆઇનો લાભ મળશે. આ ટીવી 17 ટકા ડિસ્કાઉન્ટ સાથે રૂ. 175,990માં મળી રહેશે.

Neo QLED 8K સ્માર્ટ ટીવી (85") QN900A (15% છૂટ)

સેલ દરમિયાન Neo QLED 8K સ્માર્ટ ટીવી 15 ટકા છૂટ સાથે રૂ.1,349,990ની પ્રારંભિક કિંમત સાથે મળી રહેશે. સેમસંગ શોપ એપ પરથી ખરીદવા પર વધારાની રૂ. 3000ની છૂટનો લાભ અને 18 મહિના સુધી નો કોસ્ટ ઇએમઆઇ મળશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Gadget, Samsung, TV, ટેકનોલોજી

આગામી સમાચાર