Samsungના આ સ્માર્ટફોન પર મળી રહી છે જોરદાર ઓફર, મળશે 6000mAh બેટરી અને HD+ ડિસ્પ્લે

ફાઈલ તસવીર

સ્માર્ટફોનમાં ફીચર ભલે ગમે તેટલા સારા હોય પણ જો બેટરી ઓછી હોય અને વારંવાર લો થઈ જતી હોય તો ખૂબ તકલીફ પડે છે. હાલની વ્યસ્ત જીવનશૈલીમાં આવી બાબતો પાછળ સમય ખર્ચવો પોસાય નહીં. તેથી હવે મોટી બેટરીનો ટ્રેન્ડ શરૂ થયો છે.

  • Share this:
    સ્માર્ટફોનમાં ફીચર ભલે ગમે તેટલા સારા હોય પણ જો બેટરી ઓછી હોય અને વારંવાર લો થઈ જતી હોય તો ખૂબ તકલીફ પડે છે. હાલની વ્યસ્ત જીવનશૈલીમાં આવી બાબતો પાછળ સમય ખર્ચવો પોસાય નહીં. તેથી હવે મોટી બેટરીનો ટ્રેન્ડ શરૂ થયો છે. કંપનીઓ હવે 6000 કે 7000 mAh સુધીની બેટરી ધરાવતા મોડેલ લોન્ચ કરી રહી છે. તમે પણ પાવરફુલ બેટરીવાળો ફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારી પાસે સેમસંગનો F22 ખરીદવાની યોગ્ય તક છે. આ ફોનની ખરીદી પર અત્યારે ઓફર ચાલી રહી છે. જેમાં તમે ઓછી કિંમતમાં આ ફોન ખરીદી શકો છો.

    સેમસંગ દ્વારા તાજેતરમાં જ F22 લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે આ ફોન ઓછી કિંમત ચૂકવી ખરીદી શકાય છે. સેમસંગ ડોટ કોમ પરથી આ અંગે જાણકારી મળી છે. આ ફોનના 4GB+64GB મોડેલની પ્રારંભિક કિંમત રૂ. 12,499 છે. પરંતુ ઓફરના કારણે ફોન રૂ. 1000 સસ્તો મળે છે. ICICI બેંકના કાર્ડના માધ્યમથી ખરીદી કરવાથી રૂ. 1000ની કેશબેક પણ મળશે. જેથી આ ફોનની કિંમત ઘટીને રૂ. 11,499 થઈ જશે.

    આ પણ વાંચો: Boat Airdopes 501 ANC લોંચ, 28 કલાક ચાલશે બેટરી, જાણો કિંમત અને અન્ય ફીચર્સ

    Samsung Galaxy F22ના સ્પેસિફિકેશન

    • 1600 x 720 પીક્સલ રિઝૉલ્યુશન સાથે 6.4 ઇંચની HD+ ઇન્ફિનિટી - U સુપર AMOLED ડિસ્પ્લે
    • ડિસ્પ્લેનો એસ્પેક્ટ રેશિયો 20:9 અને રિફ્રેશ રેટ 90 હર્ટ્સનો છે.
    • પરફોર્મન્સ માટે ઓક્ટા-કોર મીડિયાટેક હિલિયો G80 પ્રોસેસર અપાયુ છે. જે 12nm પ્રોસેસર પર આધારિત છે.
    • આ ફોન Android11 પરના OneUI કોર 3.1 સાથે મળે છે.
    • 4 GB અને 6 GB રેમ તેમજ 64GB અને 128 GBનો વિકલ્પ
    • માઈક્રોએસડી કાર્ડ દ્વારા 256 GB સુધી મેમરી વધારી શકાય છે.
    • f/1.8 અપાર્ચર સાથે 48 મેગાપિક્સેલ કેમેરો, 8 મેગાપિક્સેલ અલ્ટ્રા વાઇડ, 2 મેગાપિક્સેલ ડેપ્ટ અને 2 મેગાપિક્સેલ મેક્રો સેન્સર કેમેરો અપાયો છે.
    • આગળની તરફ f/2.0 અપાર્ચરનો 13 મેગાપિક્સેલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.
    • 6000mAhની બેટરી સાથે 15 વોટનો ફાસ્ટ ચાર્જ સપોર્ટ પણ મળે છે.
    • કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુલ 4G VoLTE, વાઇફાઇ, 802.11 એસી, બ્લુટૂથ 5, જીપીએસ, ગ્લોનાસ, બાયદુ, યુએસબી ટાઈપ સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published: