11 હજાર રૂપિયા સુધી સસ્તો થયો Samsungનો 4 કેમેરા વાળો સ્માર્ટફોન

News18 Gujarati
Updated: May 11, 2019, 11:36 AM IST
11 હજાર રૂપિયા સુધી સસ્તો થયો Samsungનો 4 કેમેરા વાળો સ્માર્ટફોન
11 હજાર રૂપિયા સુધી સસ્તો મળી રહ્યો છે Samsungનાં બે સ્માર્ટફોન, થોડા દિવસ માટે જ છે આ ખાસ ઓફર

11 હજાર રૂપિયા સુધી સસ્તો મળી રહ્યો છે Samsungનાં બે સ્માર્ટફોન, થોડા દિવસ માટે જ છે આ ખાસ ઓફર

  • Share this:
મોબાઇલ એન્ડ ટેક્નોલોજી ડેસ્ક: Samsungનાં બે પોપ્યુલર સ્માર્ટ ફોનનાં ભાવમાં ઘટાડો થયો છે. કંપની કહે છે કે, ગ્રાહકો Samsung A7 અને A9(2018)ને ખુબજ સસ્તામાં ખરીદી શકે છે. સોર્સિસની માનીયે તો ગ્રાહક Samsung A7નું 4GB  વેરિએન્ટ 15,990 રૂપિયામાં અને 6GB વેરિએન્ટ 19,990 રૂપિયામાં ખરીદી શકે છે. તો A9 (2018)ની વાત કરીએ તો તેનું 6GB+128GB વેરિએન્ટ 25,990 રૂપિયામાં ખરીદી શકે છે. જેની અસલ કિંમત 28,990 રૂપિયા છે. તો  તેનું 8GB+128GB વેરિએન્ટ ફક્ત 28,990 રૂપિયામાં ખરીદી શકે છે. આ ફોનની અસલ કિંમત 31,990 રૂપિયા છે. આપને જણાવી દઇએ કે, આ A9ની 36,990 રૂપિયાની શરૂઆતી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. એટલે કે આ ફોનનાં 6GB વેરિએન્ટને 11 હજાર રૂપિયામાં સસ્તામાં ખરીદી શકો છો.આપને જણાવી દઇએ કે, સેમસંગ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ લિમિટેડ ઓફર છએ જેનો ફાયદો ગ્રાહકોને 31 મે, 2019 સુધી મળી શકે છે.

Samsung Galaxy A7નાં ફિચર્સ
Samsung Galaxy A7માં FHD + Super AMOLED ઇનફિનિટી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે જે 1080*2220 પિક્સલ્સ રિઝોલ્યુશન આવે છે. આ ફોન 2.2GHz ઓક્ટાકોર 7885 પ્રોસેસર પર કામ કરે છે.  કેમેરાની વાત કરીએ તો આ ફોનને યૂઝર્સ વાઇડ એંગલ ફ્રેમમાં ફોટો ખેંચી શકે છે. રેર કેમેરામાં સેટઅપમાં MP AAF લેન્સ લાગેલો છે. જેમાં f/1.7 એપ્રોચર છે. તો 8MP વાઇડ લેન્સ પણ છે. f/2.4 અપરેચર અને 120 ડિગ્રી વાઇડ એન્ગલની સાથે આ ફોન સુપર સ્લો મોશન વીડિયો રેકોર્ડિંગ પણ કરી શકે છે. આ ફોનનાં ફ્રંટ કેમેરા 24 મેગા પિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે.

Samsung Galaxy A9નાં ફિચર્સફોનમાં 6.3 ઇંચનો ફૂલ HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે જેમાં 18:5:9 અસ્પેક્ટ રેશિયો છે. ફોનમાં કોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. ફોન એન્ડ્રોઇડ 8.1 ઓરિયો ઓએસની સાથે 3800mAh બેટરી પર કામ કરે છે. તેમાં આપ એક
સાથે 320 મૂવીઝ સ્ટોર કરી શકો છો. Galaxy A9નાં 4 કેમેરા તેની સૌથી મોટી ખાસિયત છે. તેમાં 24MP પ્રાઇમરી સેન્સર, 10MP ટેલીફોટો લેન્સની સાથે 2X ઓપ્ટિકલ ઝૂમ, 8MP સેન્સરની સાથે અલ્ટ્રા-વાઇડ 120 ડિગ્રી
લેન્સ અને ડેપ્થ ઇફેક્ટ માટે 5MP સેન્સર આપવામાં આવ્યું છે. તેનો ફ્રંટ કેમેરો પણ 24 મેગાપિક્સલનો છે.
First published: May 11, 2019, 11:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading