ન્યૂઝ18 ગુજરાતી: જો તમે નવો ફોન ખરીદવાનો વિચારી રહ્યાં છો તો તમારી પાસે સારો ચાન્સ છે. સેમસંગે તેના બે સ્માર્ટફોનની કિંતમ ઘટાડી છે. જેમાં સંમસંગ A7(2018) અને A9(2018) સામેલ છે. Samsung A7ના 4GB વેરિએન્ટને 15,990 રૂપિયા અને તેના 6GB વેરિએન્ટને 19,990 રૂપિયામાં ખરીદી શકો છો. આનો બીજો ફોન A9(2018)ની વાત કરીએ તો આના 6GB+128GB વેરિએન્ટને 25,990 રૂપિયામાં ખરીદી શકો છો. જેની અસલ કિંમત 28,990 રૂપિયા છે. આના 8GB +128GB વેરિએન્ટને 28,990 રૂપિયામાં ખરીદી શકાય છે.
આ ફોનની અસલ કિંમત 31,990 રૂપિયા હતી. જણાવી દઇએ કે, સેમસંગે આ A9ને 36,990 રૂપિયાની શરૂઆતી કિંમતમાં લોન્ચ કર્યો હતો. આનો અર્થ એ છે કે, ફોનના 6GB વેરિએન્ટને 11 હજાર રૂપિયા સસ્તામાં ખરીદી શકાય છે. જણાવી દઇએ કે, સેમસંગ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ લમિમિટેડ ઓફર છે. જેનો લાભ ગ્રાહક 31 મે, 2019 સુધી લઇ શકે છે.
Samsung Galaxy A7ના ફીચર્સ
સેમસંગ ગેલેક્સી A7માં 6 ઇંચની FHD + Super AMOLED ઇનફિનિટી ડિસ્પ્લે છે, જેનું પિક્સલ્સ રિઝોલ્યુશન 1080x2220 છે. આ ફોન 2.2 GHz ઓક્ટાકોર 7885 પ્રોસેસર પર કામ કરે છે. કેમેરાની વાત કરીએ તો આ ફોનના યુઝર્સ વાઇડ એંગલ ફ્રેમમાં ફોટો પાડી શકે છે. રિયર કેમેરાના સેટઅપમાં 24 એમપી એએફ લેન્સ છે, જેમાં f/1.7 અપર્ચર પણ છે. ત્યાં જ, 8 એમપી વાઇડ લેન્સ પણ f/2.4 અપર્ચર અને 120 ડિગ્રી વાઇડ એંગલ સાથે છે. આ ફોન સુપર સ્લો મોશન વીડિયો રેકોર્ડિંગ પણ કરે છે. આ ફોનનો ફ્રન્ટ કેમેરો 24 મેગાપિક્સલનો છે.
ફોનમાં 6.3 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 18.5:9 અસ્પેક્ટ રેશિયો છે. ફોન ક્વાલકોમ સ્નેપડ્રગન 660 પ્રોસેસર પર કામ કરે છે. ફોનમાં એન્ડ્રોઇડ 8.1 ઓરિયો ઓએસની સાથે 3800 mAhની બેટરી છે. આમાં તમે એક સાથે 320 મૂવીઝ સ્ટોર કરી શકો છો. Galaxy A9ના 4 કેમેરા તેની સૌથી મોટી ખાસિયત છે. આમાં 24MP પ્રાઇમરી સેન્સર, 10MP ટેલિફોટો લેન્સની સાથે 2X ઓપ્ટિકલ ઝૂમ, 8MP સેન્સર સાથે અલ્ટ્રા-વાઇડ 120 ડિગ્રી લેન્સ અને ડેપ્થ ઇફેક્ટ માટે 5MP સેન્સર આપવામાં આવ્યું છે. આનો ફ્રન્ટ કેમેરો 24 મેગાપિક્સલનો છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર