ભારતમાં આજથી શુરુ થશે Google Pixel 3a, Pixel 3a XLનું વેચાણ

News18 Gujarati
Updated: May 15, 2019, 10:44 AM IST
ભારતમાં આજથી શુરુ થશે Google Pixel 3a, Pixel 3a XLનું વેચાણ
આ ફોનમાં 15 મીનિટના ચાર્જિગમાં બેટરી બેકઅપ 7 કલાક સુધી રહેશે.

આ ફોનમાં 15 મીનિટના ચાર્જિગમાં બેટરી બેકઅપ 7 કલાક સુધી રહેશે.

  • Share this:
ગૂગલના સ્માર્ટફોન ગૂગલ Google Pixel 3a અને Pixel 3a XLઆજે સેલ માટે ઉપલબ્ધ થશે. ગૂગલે આ વખતે કિંમતની ખાસ કાળજી લીધી છે અને વનપ્લસ સ્માર્ટફોનની શ્રેણીમાં ગૂગલ પિક્સેલ્સ 3 એ અને પિક્સેલ 3 એ એક્સએલને બજારમાં ઉતાર્યા છે.

કિંમતની વાત કરીએ તો ગૂગલ પિક્સેલ 3 એની કિંમત રૂ. 39,999 છે અને પિક્સેલ 3 એ એક્સએલની કિંમત રૂ. 44,999 છે. બંને ફોન 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ થશે. જોકે ફ્લિપકાર્ટ પર પૂર્વ બુકિંગ શરૂ થયું છે. પિક્સેલ્સ 3 એ અને પિક્સેલ 3 એએક્સએલ બ્લેક એન્ડ વ્હાઇટ કલર વેરિએન્ટ્સમાં ખરીદી શકાય છે.

ફોનના સ્પેશિફિકેશનની વાત કરીએ તો પિક્સેલ 3A અને પિક્સેલ 3A એક્સએલ બંને ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 670 પ્રોસેસરમાં મળશે, પિક્સેલ્સ 3A એક્સએલમાં સંપૂર્ણ 6 ઇંચ એચડી પ્લસ ડિસ્પ્લે, 3એમાં સંપૂર્ણ 5.6 ઇંચની ડિસ્પ્લે છે. ફોનની બોડી પ્લાસ્ટિકમાં મળશે. બંને ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ હશે જેમાં સિમ ઇ-સિમ ઉપલબ્ધ હશે.

 કિંમતની વાત કરીએ તો ગૂગલ પિક્સેલ 3 એની કિંમત રૂ. 39,999 છે અને પિક્સેલ 3 એ એક્સએલની કિંમત રૂ. 44,999 છે. બંને ફોન 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ થશે. ભારતમાં બંને ફોન 15 મેથી ઉપલબ્ધ થશે, જોકે ફ્લિપકાર્ટ પર પૂર્વ બુકિંગ શરૂ થયું છે. પિક્સેલ્સ 3 એ અને પિક્સેલ 3 એએક્સએલ બ્લેક એન્ડ વ્હાઇટ કલર વેરિએન્ટ્સમાં ખરીદી શકાય છે.

કેમેરા વિશે વાત કરીએ તો બંને ફોનમાં સોની IMX363 સેન્સર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો સાથે 12.2 મેગાપિક્સલનો રિયર કેમેરો છે. કેમેરા સાથે નાઇટ સાઇટ લો-લાઇટ ફોટોગ્રાફી, એચડીઆર પ્લસ, પોટ્રેટ મોડ, સુપર રિઝોલ્યુશન ઝૂમ અને ટોપ શોટ જેવા મળશે. એક સાથે 4 વીડિયો રેકોર્ડિંગનો પણ સપોર્ટેડ મળશે.

કેનેક્ટિવીટી માટે પિક્સેલ 3A માં 3000mAh ની બેટરી છે, જે કંપનીએ 12 કલાક વીડિયો પ્લેબેકનો દાવો કર્યો છે, પિક્સેલ 3એ માં 3700mAh બેટરી છે જે 14 કલાક સુધી વીડિયો પ્લેબેકનો દાવો કરે છે. બન્ને ફોનમાં સાત 18 વોટ ચાર્જર મળશે. આ ફોનમાં 15 મીનિટના ચાર્જિગમાં બેટરી બેકઅપ 7 કલાક સુધી રહેશે.
First published: May 15, 2019, 10:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading