Home /News /tech /

Oppo K1નો સેલ શરૂ, આવી રીતે મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

Oppo K1નો સેલ શરૂ, આવી રીતે મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

જો તમે સિટી બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો તમને 10% એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. ફોન ખરીદ્યા બાદ જો તમે 8 મહિનાની અંદર પરત કરો છો તો તમને 90 ટકા બાયબેક વેલ્યુ મળશે.

ઈન-ડિસપ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર લેસ આ ફોન વિશ્વનો પ્રથમ એવો સ્માર્ટ ફોન છે જેની કિંમત આટલી ઓછી છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: ચીનની સ્માર્ટફોન કંપની ઓપ્પોએ ગત અઠવાડિયે પોતાનો નવો બજેટ સ્માર્ટફોન Oppo K1 ભારતીય બજારમાં લૉન્ચ કર્યો છે. ફોનનો પ્રથમ સેલ આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ ગયો છે. આ સેલમાં તમે ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટ પરથી આ ફોનને રૂપિયા 16,990માં ખરીદી શકો છે. ઈન-ડિસપ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર લેસ આ ફોન વિશ્વનો પ્રથમ એવો સ્માર્ટ ફોન છે જેની કિંમત આટલી ઓછી છે.

    ઑફર
    સેલ દરમિયાન આ ફોન ખરીદી અને જો તમે સિટી બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો તમને 10% એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. ફોન ખરીદ્યા બાદ જો તમે 8 મહિનાની અંદર પરત કરો છો તો તમને 90 ટકા બાયબેક વેલ્યુ મળશે. ચોખ્ખા શબ્દોમાં કહીએ તો 8 મહિનાની અંદર જો તમે આ ફોન પરત કરો તો તમને રૂપિયા 15,300માં પરત મળી જશે. આ ગેરેન્ટેડ પ્રાઇસ મેળવવા માટે તમારે રૂપિયા 1690 ઇફેક્ટિવ પ્રાઇસ પેટે ચુકવવાના રહેશે. તદઉપરાંત OPPO K 1 તમે મહિને રૂપિયા 2,832નું EMI આપી અને મંગાવી શકો છો.

    આ પણ વાંચો: Samsung M10, M20નો બીજો સેલ 12 ફેબ્રુઆરીએ, આ રીતે બચાવો રૂ. 3,110

    સ્પેસિફિકેશન અને ફિચર્સ
    આ ફોનમાં વૉટર ડ્રૉપ નૉટ ડિસપ્લે છે, જેમા 6.4 ઈંચનો ડિસપ્લે કોર્નિંગ ગોરિલા ગ્લાસ પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફોનમાં ડ્યુઅલ રેર કેમેરાં આવશે. જેમાં સેલ્ફિ માટે 25MP ફ્રન્ટ કેમેરા છે. ઉપરાંત ફોનમાં 4GB RAM/ 64GBનું સ્ટોરેજ છે. આ ફોન એસ્ટ્પલ બ્લૂ અને પિયાનો બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. આ ફોન કલર ઓએસ 5.2 આધારિત છે. જે એન્ડ્રોઇડ 8.1 ઑરિયો પર રન થશે. ફોનમાં 2.2 ગીગાહર્ટ્ઝ ઑક્ટા-કોર ક્વોલકૉમ સ્નૅપ ડ્રેગપ 660 પ્રોસેસર છે. ફોનમાં 256 જીબી ઇન્ટરનલ મેમરી છે, જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી એક્સપાન્ડ કરી શકાશે.

    અન્ય વિશેષતા
    ફોનમાં 3600એમએચની બેટરી છે. ફોનની કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VOLTE, wifi 802.11 A/b/g/ac Bluetooth, 5.0, GPS/A-GPS અને ગ્લોનાસ જેવા ફિચર્સ છે.

    Xiaomi અને OnePlusના આ સ્માર્ટફોનમાંથી નીકળે છે સૌથી વધુ રેડિએશન
    Published by:Jay Mishra
    First published:

    Tags: Deals, Discount, Oppo, Smart Phones

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन