Safest cars in India: ભારતીય કાર ગ્રાહકો હવે સેફ્ટી પ્રત્યે જાગૃત બની રહ્યા છે. કાર નિર્માતા કંપનીઓ પણ તેમની ગાડીઓમાં સેફ્ટી ફીચર્સ આપવાનું શરૂ કરી દીધું છે. ટાટા મોટર્સથી લઈને મહિન્દ્રા જેવી કંપનીઓ તેમની ગાડીની સેફ્ટી માટે જાણીતી છે. જોકે, સ્કોડા અને ફોક્સવેગન જેવી કંપનીઓએ પણ કારની સેફ્ટી મામલે ગ્રાહકોને ચોંકાવી દીધા હતા. અહીં અમે તમને ભારતીય બજારમાં વેચાતી પાંચ સૌથી સુરક્ષિત ગાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ગાડીઓને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું છે. ખાસ વાત એ છે કે લિસ્ટમાં સૌથી સસ્તી કાર માત્ર રૂ.6 લાખમાં આવે છે.
1. Skoda Kushaq/Volkswagen Taigun
ભારતમાં વેચાતી સ્કોડા કુશક અને ફોક્સવેગન ટિગનને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ બંને ભારતમાં સૌથી સુરક્ષિત વાહનો છે. તેનેએડલ્ટ ઓક્યુપેંટ અને ચાઇલ્ડ ઓક્યુપેંટ પ્રોટેક્શન, બંને કેટેગરીમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ પ્રાપ્ત થયા છે. તેમાં 6 એરબેગ્સ, EBD સાથે ABS, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, રીઅર-વ્યૂ કેમેરા, હિલ-હોલ્ડ કંટ્રોલ અને ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા સેફ્ટી ફીચર્સ મળે છે.
આ લિસ્ટમાં આ સૌથી સસ્તી કાર છે. ટાટા પંચને ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ પણ મળ્યું છે. તેને એડલ્ટ સેફ્ટી માટે 5 સ્ટાર અને ચાઇલ્ડ ઓક્યુપેંસી માટે 4 સ્ટાર મળ્યા છે. ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS અને રિયર પાર્કિંગ કેમેરા જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. ટાટા પંચની કિંમત રૂ. 6 લાખથી શરૂ થાય છે.
3. Mahindra XUV300
ટાટાની જેમ મહિન્દ્રા પણ સેફ્ટીના મામલામાં પાછળ નથી. કંપનીની સબ-કોમ્પેક્ટ SUV XUV300 ફાઈવ સ્ટારના રેટિંગ સાથે આવે છે. તેને એડલ્ટ સેફ્ટી માટે 17 માંથી 16.42 અને ચાઇલ્ડ ઓક્યુપેંસી માટે 49 માંથી 37.44 મળ્યા. સેફ્ટી ફિચર્સના સંદર્ભમાં, તમને 7 એરબેગ્સ, કોર્નર બ્રેકિંગ કંટ્રોલ અને ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર ઓફર કરવામાં આવે છે.
આ લિસ્ટમાં ટાટાની બીજી કાર છે. આ પ્રીમિયમ હેચબેક કારને ગ્લોબલ NCAP તરફથી 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ કારે 17 માંથી 16.13 પોઈન્ટ મેળવ્યા છે. સેફ્ટી માટે, તે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર, ઓટો પાર્ક લોક અને પાછળના પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ મેળવે છે.
5. Mahindra XUV700
XUV700 મહિન્દ્રાની એક પાવરફુલ SUV છે, જેને જોરદાર રીતે ખરીદવામાં આવી રહી છે. SUV એ એડલ્ટ ઓક્યુપેંસીમાં 5 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટીમાં 4 સ્ટાર મેળવ્યા છે. સેફ્ટી માટે, તેમાં ક્રુઝ કંટ્રોલ, EBD સાથે ABS, 7 એરબેગ્સ, ESP અને ADAS જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર