Home /News /tech /

Safer Internet Day: ફોનને ગમે ત્યાંથી કરો Lock, બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે તેમની એક્ટિવિટી પર આ રીતે રાખો નજર

Safer Internet Day: ફોનને ગમે ત્યાંથી કરો Lock, બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે તેમની એક્ટિવિટી પર આ રીતે રાખો નજર

બાળકો ઇન્ટરનેટ પર શું કરી રહ્યા છે તેની જાણકારી રાખવી અત્યંત જરૂરી છે. (Image credit- shutterstock)

Safer Internet Day: આજે સેફર ઇન્ટરનેટ ડે ઉજવાઈ રહ્યો છે. ઇન્ટરનેટ ઉપર બાળકો વિરુદ્ધ થતા ક્રાઇમ (crime)માં વધારો થયો છે ત્યારે અહીં આપેલી ટિપ્સને અનુસરીને તમે બાળકોને (children) ઇન્ટરનેટ પર સેફ રાખી શકશો.

    Safer Internet Day 2022: દુનિયાભરના 150 દેશોમાં આજે Safer Internet Day ઉજવાઈ રહ્યો છે. આ દિવસ ઇન્ટરનેટને વધુ સારું અને સુરક્ષિત પ્લેટફોર્મ બનાવવા માટે ઉજવાય છે. સેફર ઇન્ટરનેટ ડે દર વર્ષે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે સેફર ઇન્ટરનેટ ડેની થીમ together for a better રાખવામાં આવ્યું છે. તેની શરૂઆત 2004માં થઈ હતી. સેફર ઇન્ટરનેટ ડે યુઝર્સને જાગૃત કરે છે જેથી ઇન્ટરનેટ સાથે જોડાયેલા અપરાધ ઓછા કરી શકાય. તાજેતરના વર્ષોમાં ઇન્ટરનેટ ઉપર બાળકો વિરુદ્ધ થતા ક્રાઇમમાં વધારો થયો છે ત્યારે અહીં આપેલી ટિપ્સ (Tips to keep children online safe) ને અનુસરીને તમે બાળકોને ઇન્ટરનેટ પર સેફ રાખી શકશો.

    એલર્ટ રહો

    બાળકો ઇન્ટરનેટ પર શું કરી રહ્યા છે તેની જાણકારી રાખવી અત્યંત જરૂરી છે. હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે તેઓ ઇન્ટરનેટ પર કોના સંપર્કમાં છે. સાથે એ પણ જરૂરી છે કે, તમે બાળકો દ્વારા વિઝિટ કરાયેલી વેબસાઇટ્સને પણ સમયાંતરે ચેક કરો. જો તમને કંઈક અજીબ લાગે તો બાળકોને એ વિશે પ્રેમથી સમજાવો.

    ઈ-લર્નિંગ જરૂરી છે

    બાળકોને સ્માર્ટફોન આપતા પહેલા બાળકોના ગમતા એપ્સ કે વેબસાઇટ્સ વિશે સર્ચ કરી લો. તમે ખુદ તે યુઝ કરીને જોઈ લો જેથી બાળકો સાથે તે એપ્સ અને વેબસાઇટ્સ વિશે સારી રીતે વાતચીત, ચર્ચા કરી શકો અને તેમની ઓનલાઇન એક્ટિવિટી ઉપર પણ નજર રાખી શકો.

    આ પણ વાંચો: Safer Internet Day: ‘સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ’ માટે ટ્વિટરે શું પહેલ કરી છે? વાંચો

    પેરેન્ટલ કન્ટ્રોલ ટૂલ્સનો ઉપયોગ કરો

    બાળકો સાથે દરેક સમય રહી શકવું શક્ય નથી. એવામાં તેઓ સ્માર્ટફોન, ટેબલેટ કે કોમ્પ્યુટર ઉપર શું સર્ચ કરી રહ્યા છે તેના ઉપર નજર રાખવું ક્યારેક મુશ્કેલ થઈ જાય છે. પેરેન્ટલ કન્ટ્રોલ ટૂલ તેનો ઉપાય છે. આ ટૂલ દ્વારા તમે બાળકોનો સ્ક્રીન ટાઇમ હેબિટને કન્ટ્રોલ કરવાની સાથે તેમના પર નજર પણ રાખી શકો છો.
    પેરેન્ટલ કન્ટ્રોલ માટે તમે Telstra Mobile Protectનો ઉપયોગ કરી શકો છો. આ એક ફ્રી પેરેન્ટલ કન્ટ્રોલ ટૂલ છે જેની મદદથી બાળકોને વધારે ફોન કે ઇન્ટરનેટ યૂઝ કરવાથી અટકાવી શકાય છે.

    Google અને Apple OS માં પેરેન્ટલ કંટ્રોલ્સ

    Appleના ઓન ડિવાઇસ પેરેન્ટલ કંટ્રોલ્સમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. જો તમે Apple iPhone નો ઉપયોગ કરો છો, તો તમે ગમે ત્યાંથી ફોન ડાઉનટાઇમ સેટ કરી શકો છો જે ફોનને લૉક કરે છે જેથી બાળકો તેનો ઉપયોગ ન કરી શકે. તમે iPhones માં કેટલીક એપ્સ પર ટાઇમ રિસ્ટ્રિક્શન પણ મૂકી શકો છો.

    આ પણ વાંચો: Android ફોન પર અજાણ્યા નંબરને બ્લોક કરવાનો આ છે એકદમ સરળ ઉપાય

    Googleની Android + Family Link પણ પેરેન્ટલ કંટ્રોલ આપે છે. તે Huawei, Pixel અને Samsung જેવા અન્ય સ્માર્ટફોન પર પણ અવેલેબલ છે. Googleની આ સેવા Family Link એપમાં આપવામાં આવી રહી છે. આ એપની મદદથી તમે નક્કી કરી શકો છો કે તમારા બાળકો કઈ વેબસાઈટ કે એપનો ઉપયોગ કેટલા સમય સુધી કરી શકે છે.

    થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ

    ગૂગલ અને એપલ સિવાય તમે થર્ડ પાર્ટી એપ્સ દ્વારા પેરેન્ટલ કંટ્રોલનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે નોર્ટનનું ફેમિલી પ્રીમિયરનો ઉપયોગ કરી શકો છો. તમારા બાળકોની ઓનલાઈન એક્ટિવિટી પર નજર રાખવાની સાથે, તે તેમને અયોગ્ય કન્ટેન્ટ, વેબસાઈટ અને એપ્સથી પણ દૂર રાખે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Internet, Tech

    આગામી સમાચાર