Home /News /tech /

Safer Internet Day 2022: ડિજિટલ દુનિયામાં રહો સુરક્ષિત, ઓનલાઇન ફ્રોડથી બચવા માટે અપનાવો આ 6 ઉપાયો

Safer Internet Day 2022: ડિજિટલ દુનિયામાં રહો સુરક્ષિત, ઓનલાઇન ફ્રોડથી બચવા માટે અપનાવો આ 6 ઉપાયો

ઇન્ટરનેટથી થતા ફ્રોડની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. (Image- shutterstock)

Safer Internet Day 2022: ઇન્ટરનેટથી થતા ફ્રોડ (Online Fraud)માં સૌથી વધુ શિકાર એવા લોકો બને છે, જે પહેલી વખત ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. એવામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

    Safer Internet Day 2022: મહામારી દરમિયાન ઇન્ટરનેટ (Internet) સૌથી કારગર ટૂલ તરીકે ઉભર્યું છે, કે પછી વરદાન સાબિત થયું છે તેમ કહીએ તો પણ ચાલે. ઇન્ટરનેટની મદદથી ઓનલાઇન એજ્યુકેશન સાથે જ ઓનલાઇન શોપિંગ અને વર્ક ફ્રોમ હોમ જેવા કામ સરળતાથી થઈ રહ્યા છે. જો કે, સિક્કાની બે બાજુ હોય તેમ ઇન્ટરનેટથી થતા ફ્રોડ (Online Fraud)ની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ઇન્ટરનેટથી થતા ફ્રોડમાં સૌથી વધુ શિકાર એવા લોકો બને છે, જે પહેલી વખત ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. એવામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવો એ અંગે વિસ્તારથી જાણીએ.

    યુનિક પાસવર્ડનો કરો ઉપયોગ

    હંમેશા યુનિક પાસવર્ડ (Unique Password)નો ઉપયોગ કરવો જોઈએ. દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital Transaction) માટે એક અલગ પાસવર્ડ બનાવવો જોઈએ. પાસવર્ડ માટે નામ, જન્મદિવસ અને આવી અન્ય ડિટેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. પાસવર્ડ ક્યારેય કોઈની સાથે શેર ન કરવો જોઈએ અને સાયબર હુમલાનો શિકાર થવાથી બચવા માટે તેને નિયમિતપણે બદલતા રહેવું જોઈએ.

    પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ ન કરો

    ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે પબ્લિક Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરવાનું ટાળો. તેનાથી સાયબર અટેક, ચોરી અને અન્ય છેતરપિંડી જેવી ગતિવિધિઓથી બચવામાં મદદ મળે છે. આવી સ્થિતિમાં ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્ઝેક્શન માટે હંમેશા યોગ્ય વેબસાઈટનો જ ઉપયોગ કરવો જોઈએ.

    આ પણ વાંચો: આ છે સૌથી નબળા Password, 1 સેકન્ડમાં થઈ શકે છે Hack, ભૂલથી પણ ન કરો ઉપયોગ

    સાચા QR કોડનો ઉપયોગ કરવો જોઈએ

    QR કોડ સ્કેન કરતી વખતે હંમેશા તપાસી લેવું જોઈએ કે તમે સાચા QR કોડનો ઉપયોગ કરી રહ્યા છો. કારણ કે હેકર્સ પેમેન્ટ માટે ઉપયોગ દરમિયાન ખોટા QR કોડનો ઉપયોગ કરીને સરળતાથી છેતરપિંડી કરી શકે છે.

    હંમેશા મજબૂત પાસવર્ડ બનાવો

    UPI એપ્સ જેવી કે PhonePe અને Google Pay યુઝર્સે હંમેશા મજબૂત સ્ક્રીન લોક અને પેમેન્ટ પિન સેટ કરવો જોઈએ. તેમજ તેને સમયાંતરે બદલતા રહેવું જોઈએ. જેથી કરીને અન્ય કોઈ તમારો સ્ક્રીન પાસવર્ડ ક્રેક ન કરી શકે. UPI-બેસ્ડ લેવડદેવડ કરવા માટે UPI એડ્રેસ, ફોન નંબર, QR કોડ અને વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (VPA, અથવા yourname@yourbank) શેર કરવું જોઈએ. આ ઉપરાંત, યુપીઆઈ બેસ્ડ પેમેન્ટ સંબંધિત કોઈપણ માહિતી શેર ન કરવી જોઈએ.

    આ પણ વાંચો: Instagramનો વધુ પડતો ઉપયોગ કરો છો? આ નવું ફીચર તમને અટકાવશે!

    ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો

    અકાઉન્ટ સેફ્ટી માટે ટુ-ફેક્ટર ઈમેલ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવો જોઈએ. યુઝર્સને SMS દ્વારા વન-ટાઇમ પાસવર્ડ કોડ પ્રાપ્ત થાય છે જે કોઈપણ ડિજિટલ પેમેન્ટ એપ અથવા સાઇટ પર લોગ ઇન કરવા માટે જરૂરી છે. તેને કોઈની સાથે શેર ન કરવી જોઈએ.

    શંકાસ્પદ ઈ-મેઈલ અથવા લિંક ન ખોલો

    સાયબર અપરાધીઓના ઈમેલ એટેચમેન્ટ કે લિંક ખોલવી જોઈએ નહીં. તેમની સિસ્ટમ પર હાનિકારક માલવેર લોડ રહે છે. વધુમાં યુઝર્સે શંકાસ્પદ વેબ ફોર્મના માધ્યમથી વ્યક્તિગત માહિતી આપવાનું પણ ટાળવું જોઈએ. આ ઇમેઇલને સ્પામ તરીકે રિપોર્ટ કરો અને તેને તમારા મેઇલબોક્સમાંથી કાઢી નાખો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Cyber Security, Internet, Mobile and Technology, Technology news

    આગામી સમાચાર