Home /News /tech /ચોરી થયેલી કારને ગણતરીની મિનિટોમાં શોધી આપશે આ ડિવાઇસ, કિંમત પણ સામાન્ય
ચોરી થયેલી કારને ગણતરીની મિનિટોમાં શોધી આપશે આ ડિવાઇસ, કિંમત પણ સામાન્ય
જીપીએસ ડિવાઇસ (પ્રતીકાત્મક તસવીર)
Anti-theft devices for cars: આ ડિવાઈસમાં અનેક ફીચર આપવામાં આવ્યા છે. આ ડિવાઈસમાં વોઈસ રેકોર્ડ, રિઅલ ટાઈમ ટ્રેકિંગ, વોઈસ મોનિટર અને સુપર મેગ્નેટિક ફોર્સ સહિતના ફીચર્સ સાથે આવે છે. આ ડિવાઈસ નાનું હોવાના કારણે ખૂબ જ સરળતાથી ડેશબોર્ડ નીચે લગાવી શકાય છે.
નવી દિલ્હી: વાહન ચોરી (Vehicle theft case) થવાની ઘટના ખૂબ વધી છે. કાર ચોરાઈ ગઈ (Car theft) હોવાની સંખ્યાબંધ ફરિયાદો પોલીસ ચોપડે નોંધાય છે. આ પ્રકારની ઘટનાઓ પર લગામ લગાવવી ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. સરકાર સતત આ દિશામાં કામ કરી રહી છે, તે છતાં કાર ચોરી થવાની ઘટનાઓ બંધ થતી નથી. પણ તમે એક નાનકડી ડિવાઇસથી તકેદારી રાખી શકો છો. આજના ટેકનોલોજીના યુગમાં કાર ચોરી રોકવા માટે ખાસ ડિવાઇસ ઉપલબ્ધ છે.
કારના માલિક કારમાં સેફ્ટી ડિવાઈસ (Car Saftey device) લગાવે છે. જોકે, આ પ્રકારના ડિવાઈસ ખૂબ જ મોંઘા હોય છે અને કારના માલિકે તેના માટે ખૂબ જ મોટી રકમનો ખર્ચ કરવો પડે છે. પણ જો તમે ઈચ્છો તો માત્ર રૂ.1,000નો ખર્ચો કરીને તમે તમારી કારને સુરક્ષિત બનાવી શકો છો. અમે તમને સસ્તી ડિવાઈસ વિશે જાણકારી આપી રહ્યા છે. આ ડિવાઈસ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, ચોરને આ ડિવાઈસ વિશે ખબર પણ પડતી નથી. જુઓ આ ડિવાઈસ વિશે વિગતવાર માહિતી.
V88R કાર GPS ટ્રેકિંગ ડિવાઈસ
V88R કાર GPS ટ્રેકિંગ ડિવાઈસ એ પોકેટ સાઈઝ ડિવાઈસ (Pocket Size Device) છે. ડિવાઈસ તમે સરળતાથી એમેઝોન (Amazon) પરથી ખરીદી શકો છો. આ ડિવાઈસ પર 45 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિવાઈસની કિંમત રૂ.1,999 છે, પણ ડિસ્કાઉન્ટ બાદ આ ડિવાઈસ માત્ર રૂ.1,099ની કિંમતે ખરીદી શકાય છે.
આ ડિવાઈસમાં અનેક ફીચર આપવામાં આવ્યા છે. આ ડિવાઈસમાં વોઈસ રેકોર્ડ, રિઅલ ટાઈમ ટ્રેકિંગ, વોઈસ મોનિટર અને સુપર મેગ્નેટિક ફોર્સ સહિતના ફીચર્સ સાથે આવે છે. આ ડિવાઈસ નાનું હોવાના કારણે ખૂબ જ સરળતાથી ડેશબોર્ડ નીચે લગાવી શકાય છે.
ચોરને આ ડિવાઈસ વિશે ખબર પણ પડતી નથી. જો તમે તમારી કારને સુરક્ષિત કરવા માગો છો, તો તમે આ ડિવાઈસનો ઉપયોગ કરી શકો છો. માર્કેટમાં અન્ય ડિવાઈસ પણ ઉપલબ્ધ છે, પરંતુ આ ડિવાઈસ ખૂબ જ મોંઘા હોય છે. સમગ્ર વિશ્વમાં આ ડિવાઈસ સરળતાથી ટ્રેક કરી શકાય છો. જે વાહનમાં આ ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવે છે, તે વાહનને સરળતાથી લોકેટ કરી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર