Home /News /tech /Russia Ukraine War: યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાને મળ્યો મોટો ઝટકો, YouTubeએ લીધું આ એક્શન

Russia Ukraine War: યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાને મળ્યો મોટો ઝટકો, YouTubeએ લીધું આ એક્શન

રશિયન મીડિયા એજન્સી સામે હવે YouTubeએ પણ મોટું પગલું ભર્યું છે.

Russia Ukraine War: યુક્રેન પર ભીષણ હુમલો કરી રહેલા રશિયા (Russia Attack on Ukraine)ને જોરદાર આંચકો મળ્યો છે. પહેલાંથી જ પ્રતિબંધોનો માર સહન કરી રહેલી રશિયન મીડિયા એજન્સી સામે હવે YouTube પણ એક્શન મોડમાં છે.

  Russia Ukraine War: યુક્રેન પર હુમલા કર્યા બાદ ટેક કંપનીઓએ રશિયા (Russia) વિરુદ્ધ અભિયાન છેડી નાખ્યું છે. ગૂગલ (Google)ની માલિકીની કંપની યુટ્યુબ (YouTube )એ જણાવ્યું કે તેણે ફેસબુક (Facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) બાદ યુક્રેન પર રશિયાના હુમલાના જવાબમાં આખા યુરોપમાં રશિયન ન્યુઝ આઉટલેટ આરટી (પૂર્વમાં રશિયા ટુડે) અને સ્પુતનિકને પણ બ્લોક કરી નાખી છે. વિડીયો શેરિંગ પ્લેટફોર્મ દ્વારા આ કાર્યવાહી યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ કરવામાં આવી છે. યુક્રેનમાં અસાધારણ પરિસ્થિતિઓનો હવાલો આપતાં યુટ્યુબે કહ્યું કે કેટલીય રશિયન ચેનલોના મોનેટાઈઝેશનને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

  યુક્રેનના મંત્રીએ કરી હતી બ્લોક કરવાની માંગ

  જણાવી દઈએ કે, યુક્રેનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રધાન માયખાઈલો ફેડોરોવે શનિવારે યુટ્યુબથી સંપર્ક કરીને ઘણી રશિયન ચેનલોને બ્લોક કરવાની માંગ કરી હતી. ફેડોરોવે ટ્વિટ કરી કે, ‘યુટ્યુબે રશિયા 24, TASS, RIA નોવોસ્તી જેવી રશિયન ચેનલોને બ્લોક કરવી જોઈએ.’

  આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધમાં Google આ રીતે કરી રહ્યું છે યુક્રેનની મદદ

  શું કહ્યું YouTube પ્રવક્તાએ?

  YouTubeના પ્રવક્તાએ એમ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, ‘અમારી સિસ્ટમને સંપૂર્ણ રેમ્પ અપ થવામાં સમય લાગશે. અમારી ટીમો ચોવીસ કલાક પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે જેથી ત્વરિત કાર્યવાહી થઈ શકે.’ કંપનીની કાર્યવાહી ફેસબુક પેરેન્ટ મેટા પ્લેટફોર્મ ઇન્ક જેવી છે, જેણે સોમવારે કહ્યું હતું કે તે આખા યુરોપિયન સંઘમાં પોતાના પ્લેટફોર્મ પર ટેલિવિઝન નેટવર્ક આરટી અને ન્યુઝ એજન્સી સ્પુતનિક સુધી પહોંચને પ્રતિબંધિત કરશે.

  યુટ્યુબ પહેલા જ પ્રતિબંધ લગાવી ચૂક્યું છે

  જણાવી દઈએ કે યુટ્યુબ પહેલા ફેસબુક આવું એક્શન લઈ ચૂક્યું છે. ફેસબુકે આખા યુરોપમાં રશિયન મીડિયા સંબંધિત ચેનલોને બ્લોક કરી નાખી છે. કંઈક આ જ પ્રકારનો નિર્ણય ટ્વિટરે પણ લીધો છે. ટ્વિટર ઇન્કએ એવું પણ કહ્યું કે તે રશિયન રાજ્ય-નિયંત્રિત મીડિયાના કન્ટેન્ટવાળી ટ્વિટ્સને લેબલ કરશે અને તેની વિઝીબિલિટી ઓછી કરશે. તો ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામે પણ 27 યુરોપિયન દેશોમાં રશિયા ટુડેના પ્રચારકોના અકાઉન્ટ બ્લોક કરી નાખ્યા છે.

  આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધની મોબાઈલ યુઝર્સ પર પડશે અસર, મોંઘા થઈ શકે છે સ્માર્ટફોન્સ

  સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવી રહ્યું છે ભ્રમ

  રશિયાએ યુક્રેન પર મિલિટરી ઓપરેશન કરવા ઉપરાંત પ્રોપગેન્ડા સ્તરે પણ મોરચો ખોલ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ 2014માં ક્રીમિયા દ્વિપકલ્પ પર કબજાના લગભગ આઠ વર્ષ બાદ યુક્રેન વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહી વધુ જટિલ છે અને ‘ટ્રોલર’ની ફોજ સતત યુક્રેન વિરોધી ભાવનાઓને હવા આપી રહી છે. સરકાર નિયંત્રિત મીડિયા પશ્ચિમી દર્શકોને આ મુદ્દે વિભાજિત કરવાનો પ્રયત્ન કરી રહી છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Facebook, Gujarati tech news, Instagram, Russia, Russia ukrain crisis, Russia ukraine news, Russia ukraine war, Ukraine, Youtube

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन