Home /News /tech /રશિયા-યુક્રેન યુદ્ધને કારણે Samsungએ Galaxy Z Fold, Z Flip Foldable નામમાંથી ‘Z’ અક્ષર કર્યો દૂર! વાંચો શું છે મામલો

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે Samsungએ Galaxy Z Fold, Z Flip Foldable નામમાંથી ‘Z’ અક્ષર કર્યો દૂર! વાંચો શું છે મામલો

Galaxy Fold 3 અને Galaxy Flip 3ના નામમાંથી 'Z' અક્ષર દૂર કરવામાં આવ્યો છે.

Russia-Ukraine War: Samsung Galaxy Z Fold 3 અને Galaxy Z Flip 3ને હવે લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયા જેવા પ્રદેશોમાં ફક્ત Samsung Galaxy Fold 3 અને Samsung Galaxy Flip 3 કહેવામાં આવે છે.

Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ઘણાં ટેક જાયન્ટ્સ (Tech companies against Russia)ને યુક્રેન પરના આક્રમણ કારણે રશિયાનો બહિષ્કાર કરવા માટેના પગલાં લેવા પ્રેરિત કર્યા છે. હવે સેમસંગે (Samsung against Russia) એક નવું પગલું ભર્યું છે અને દેખીતી રીતે યુરોપના કેટલાક ભાગોમાં તેના ફોલ્ડેબલ્સના નામમાંથી "Z" લેટર કાઢી નાખ્યો છે. આ આશ્ચર્યજનક છે કે, Samsung Galaxy Z Fold 3 અને Galaxy Z Flip 3ને હવે લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયા જેવા પ્રદેશોમાં ફક્ત Samsung Galaxy Fold 3 અને Samsung Galaxy Flip 3 કહેવામાં આવે છે.

SamMobileનો રિપોર્ટ સૂચવે છે કે યુક્રેનમાં સેમસંગ વેબસાઈટ હજુ પણ સેમસંગ ફોલ્ડેબલને "Z" બ્રાન્ડિંગ સાથે બતાવે છે, પરંતુ આવું તે એટલા માટે દર્શાવી રહ્યું છે કારણ કે યુક્રેનિયન વેબસાઈટ હજુ સુધી અપડેટ કરવામાં આવી નથી. સેમસંગ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ફેરફાર ફક્ત ટેક્સ્ટ સંદર્ભે જ નહીં, પણ Galaxy Z Fold 3 અને Galaxy Z Flip 3ની ગ્રાફિક અસેટ્સને પણ 'Z' કાઢીને અપડેટ કર્યા હોવાનું જણાય છે.

આ પણ વાંચો: IPL 2022 ઓનલાઈન જોવા માટે Jio અને Viમાંથી કયો પ્લાન છે બેસ્ટ? જાણો

રશિયા-યુક્રેન યુદ્ધ છે તેનું કારણ

અહેવાલો અનુસાર, આ ફેરફારનું કારણ રશિયા યુક્રેન યુદ્ધ છે. યુક્રેનમાં ચાલી રહેલી સૈન્ય ગતિવિધિ દરમિયાન રશિયન સૈન્ય વાહનો પર 'Z' અક્ષર જોવા મળ્યો હતો અને એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સરકારી સમાચાર એજન્સી RTએ યુક્રેન પર દેશના આક્રમણના સમર્થનમાં 'Z' સિમ્બોલવાળા કપડાં પહેર્યા છે. જે ત્રણ દેશોમાંથી સેમસંગે તેના ફોલ્ડેબલ નામોમાંથી 'Z' કાઢી નાખ્યું છે તે લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયા રશિયા સાથેના સરહદી દેશો છે.

આ પણ વાંચો: 2 ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 8 જેન 1 પ્લસ પ્રોસેસર સાથે આવશે Xiaomi Mi Mix Fold 2 સ્માર્ટફોન!

સેમસંગે યુક્રેન પર રશિયાના આક્રમણ (Russia attack on Ukraine)ના વિરોધમાં આ મહિનાની શરૂઆતમાં રશિયામાં તેની પ્રોડક્ટ્સનું વેચાણ અટકાવ્યું હતું. સેમસંગે રશિયામાં સ્માર્ટફોન અને ચિપ્સની શિપમેન્ટ સ્થગિત કરી દીધી છે. તે જાણી શકાયું નથી કે સેમસંગ તેના ફોલ્ડેબલ સ્માર્ટફોનનું નામ અન્ય પ્રદેશોમાં પણ બદલશે કે નહીં. અમે પ્રતિભાવ માટે સેમસંગનો સંપર્ક કર્યો છે અને જ્યારે તેનો પ્રતિસાદ મળશે ત્યારે તે અહીં અપડેટ કરીશું.
First published:

Tags: Gujarati tech news, Mobile and Technology, Russia ukraine news, Russia ukraine war, Samsung, Samsung Galaxy Z Fold 3

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો