Home /News /tech /

Russia Ukraine War: યુક્રેનના લોકોને મોબાઈલ પર હવાઈ હુમલા અંગે એલર્ટ મોકલશે Google

Russia Ukraine War: યુક્રેનના લોકોને મોબાઈલ પર હવાઈ હુમલા અંગે એલર્ટ મોકલશે Google

ગૂગલ હુમલા અંગે મોબાઈલ પર એલર્ટ મોકલશે. (File Pic)

Russia Ukraine War: આ પહેલા પણ ગૂગલ (Google) યુક્રેનના પક્ષમાં ઘણી મહત્વની સેવાઓ શરુ અને બંધ કરી ચૂક્યું છે. તાજેતરમાં જ ગૂગલે યુક્રેનમાં પોતાની ગૂગલ મેપ્સની અમુક સેવાઓ બંધ કરી હતી.

    વોશિંગ્ટન. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War) વચ્ચે અમેરિકન કંપની ગૂગલ (Google) ફરી એક વખત યુક્રેનના લોકોની મદદ માટે આગળ આવ્યું છે. આ વખતે ગૂગલે જાહેરાત કરી છે કે તેમના તરફથી યુક્રેનના એન્ડ્રોઇડ મોબાઈલ યુઝર્સ (Android Users)ને રશિયાના હવાઈ હુમલા (Russian Air Attacks) સંબંધિત એલર્ટ મોકલવામાં આવશે. આનાથી યુક્રેનના લોકોને રશિયાના સંભવિત હવાઈ હુમલાનું એલર્ટ પહેલાંથી જ મળી જશે અને તેનાથી તેમનો જીવ બચી જવાની શક્યતા છે.

    ગૂગલ પોતાની આ સેવાને યુક્રેનની સરકારના આગ્રહ બાદ શરુ કરવા જઈ રહી છે. જીએસએમ એરેના અનુસાર ગૂગલની આ નવી સેવાની અપડેટ ગૂગલ પ્લે સર્વિસમાં ઉપલબ્ધ હશે. કંપનીના એન્જીનિયરીંગ વાઇસ પ્રેસિડન્ટ અનુસાર ગૂગલ આ સેવામાં એવી જ સિસ્ટમનો ઉપયોગ કરશે, જેવી ભૂકંપના સંબંધમાં ઉપયોગ કરવામાં આવે છે.

    આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધ:રશિયાએ ISSને લઈને NASAને આપી આ મોટી ચેતવણી

    લાખો લોકો કરે છે આ એલર્ટ પર ભરોસો

    ગૂગલમાં ગ્લોબલ અફેર્સના પ્રેસિડન્ટ કેન્ટ વોકરે કહ્યું, ‘આ કામ દેશની વર્તમાન એર રેડ એલર્ટ સિસ્ટમની પૂરક છે અને યુક્રેનની સરકાર દ્વારા પહેલાંથી જ આપવામાં આવી રહેલી એલર્ટ પર આધારિત છે. દુઃખની વાત એ છે કે યુક્રેનમાં લાખો લોકો હવે સુરક્ષા મેળવવા માટે હવાઈ હુમલાની એલર્ટ પર ભરોસો રાખે છે.’

    ગૂગલ પહેલા પણ મદદ માટે આગળ આવ્યું છે

    આ પહેલા પણ ગૂગલ યુક્રેનના પક્ષમાં ઘણી મહત્વની સેવાઓ શરુ અને બંધ કરી ચૂક્યું છે. તાજેતરમાં જ ગૂગલે યુક્રેનમાં પોતાની ગૂગલ મેપ્સની અમુક સેવાઓ બંધ કરી હતી. તેમાંથી કેટલીક જગ્યાઓની ટ્રાફિક અંગેની અપડેટ અને ભીડ સંબંધિત જાણકારીઓ સામેલ હતી. ગૂગલનું કહેવું હતું કે આ ડેટાનો સૈન્ય ઇન્ટેલીજન્સમાં યુક્રેન વિરુદ્ધ ઉપયોગ થઈ શકે છે.

    આ પણ વાંચો: રશિયન સેનાએ મેલિટોપોલ શહેરના મેયરનું અપહરણ કર્યું, લોકો વિરોધમાં રસ્તા પર ઉતર્યા

    તો આ પહેલા માર્ચની શરૂઆતમાં યુક્રેન પર રશિયન હુમલાને લઈને સોશિયલ મીડિયા પર પ્રસારિત કન્ટેન્ટ પર સકંજો કસતા ગૂગલ સહિત મુખ્ય ટેકનિકલ કંપનીઓએ રશિયાની સરકારી મીડિયાને પોતાની સેવાઓનો ઉપયોગ કરવાથી રોકવા માટે મોટા નિર્ણયની જાહેરાત કરી હતી. જેથી તેઓ દુષ્પ્રચાર અને ખોટી સૂચનાઓનો ફેલાવો ન કરી શકે.

    ગૂગલે જાહેરાત કરી હતી કે તે યુરોપમાં એવી યુટ્યુબ ચેનલને તાત્કાલિક બ્લોક કરી રહ્યું છે. જો કે, એ પણ સ્પષ્ટતા કરી કે તેને સંપૂર્ણ ઇફેક્ટીવ થવામાં થોડો સમય લાગશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Russia Ukraine Latest News, Russia ukraine news, Russia ukraine war, Ukraine, World News in gujarati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन