Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં Google એ ભર્યું મહત્વનું પગલું, લીધો આ નિર્ણય
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં Google એ ભર્યું મહત્વનું પગલું, લીધો આ નિર્ણય
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ગૂગલ (Google)એ મોટું પગલું ભર્યું છે.
Russia-Ukraine War: છેલ્લા પાંચ દિવસોથી રશિયાનું યુક્રેન પર મિલિટરી ઓપરેશન (Military Operation) ચાલુ છે જેમાં મિસાઇલ અને બોમ્બથી હુમલા ચાલી રહ્યા છે. એવામાં ઘણાં લોકો યુક્રેનવાસીઓની બનતી મદદ કરી રહ્યા છે. હવે આલ્ફાબેટ ઇન્કની ગૂગલ (Google)એ પણ એક મોટું પગલું ભર્યું છે.
Russia-Ukraine War: રશિયા યુક્રેન વચ્ચે થઈ રહેલા યુદ્ધ (Russia-Ukraine war) થી આખું વિશ્વ સ્તબ્ધ છે. છેલ્લા પાંચ દિવસોથી રશિયાનું યુક્રેન પર મિલિટરી ઓપરેશન (Military Operation) ચાલુ છે જેમાં મિસાઇલ અને બોમ્બથી હુમલા ચાલી રહ્યા છે. મેટ્રો સ્ટેશન અને સબવેમાં છૂપાયેલા લોકોની સ્થિતિ ઘણી ખરાબ છે અને એવામાં ઘણાં દેશોના લોકો યુક્રેનવાસીઓની બનતી મદદ કરી રહ્યા છે. આ દરમિયાન આલ્ફાબેટ ઇન્કની ગૂગલ (Google) એ પણ એક મોટું પગલું ભર્યું છે અને પોતાના મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે.
Google એ લીધો મોટો નિર્ણય
રવિવાર એટલે કે 27 ફેબ્રુઆરીએ ગૂગલે આ વાતની પુષ્ટિ કરી છે કે તેણે યુક્રેનમાં થોડા સમય માટે પોતાની નેવિગેશન એપ, ગૂગલ મેપ્સ (Google Maps)ના અમુક ફંક્શન્સને ડિસેબલ કરી નાખ્યા છે. ગૂગલ મેપ્સના જે ફંકશનની વાત થઈ રહી છે, તે યુક્રેનમાં રિયલ-ટાઈમ ટ્રાફિકની જાણકારી આપે છે અને એ પણ જણાવે છે કે ત્યાંના અલગ-અલગ લોકેશન્સ, જેમ કે રેસ્ટોરન્ટ, સ્ટોર્સ વગેરેમાં કેટલી ભીડ છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ગૂગલે પોતાના આ પગલાં પાછળનું કારણ પણ જણાવ્યું છે. રિપોર્ટ્સ મુજબ ગૂગલે આ પગલું યુક્રેનની જનતાની સુરક્ષાને (Ukraine people safety) ધ્યાનમાં રાખીને લીધું છે. તેમનું કહેવું છે કે કંપનીએ યુક્રેનના સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરીને આ નિર્ણય લીધો છે, જેથી ત્યાંના લોકો સુરક્ષિત રહી શકે અને તેમને સતત ટ્રેક ન કરવામાં આવે. ગૂગલ અને અન્ય ટેક કંપનીઓનું કહેવું છે કે તેમનો પ્રયત્ન રહેશે કે તેઓ એ દરેક કામ કરે જેનાથી યુક્રેનના લોકોની સુરક્ષા જળવાઈ રહે.
તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસોથી રશિયાનું યુક્રેન પર ‘સ્પેશિયલ ઓપરેશન’ ચાલી રહ્યું છે. જેમાં યુક્રેન પર સતત મિસાઈલ અને બોમ્બમારો થઈ રહ્યો છે. આ હુમલાને લીધે આશરે 400,000 લોકો, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે, આસપાસના દેશોમાં હિજરત કરી ગયા છે અને હજુ પણ એવા હજારો લોકો છે, જે યુક્રેનમાં જ ફસાયેલા છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર