Home /News /tech /

Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધની મોબાઈલ યુઝર્સ પર પડશે અસર, મોંઘા થઈ શકે છે સ્માર્ટફોન્સ

Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધની મોબાઈલ યુઝર્સ પર પડશે અસર, મોંઘા થઈ શકે છે સ્માર્ટફોન્સ

આવનારા સમયમાં સ્માર્ટફોનની કિંમતમાં વધારો જોવા મળી શકે છે. (Image- shutterstock)

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધની તેલ, ગેસ, કાચા માલથી લઈને ખાદ્ય પદાર્થોના સપ્લાય પર અસર પડવાની છે. આ ઉપરાંત, સ્માર્ટફોન્સ (Smartphones) પણ મોંઘા થઈ શકે છે. જાણો તેના કારણો..

    Russia Ukraine War: છેલ્લા કેટલાક દિવસોથી રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis) વચ્ચેનો વિવાદ વકરતો જાય છે અને રશિયાએ યુક્રેન પર મિલિટરી ઓપરેશન (Military Operation)ની પણ જાહેરાત કરી નાખી છે. આ મિલિટરી ઓપરેશન હેઠળ થઈ રહેલા હુમલાથી આખું વિશ્વ ભયભીત બન્યું છે. હુમલાની તસ્વીરો ડરાવી રહી છે અને સૌની નજર ભવિષ્યમાં થનારી અસરો પર મંડાયેલી છે. આ યુદ્ધની લોકો અને વસ્તુઓ પર સીધી અસર થઈ રહી છે. તેલ, ગેસ, કાચા માલથી લઈને ખાદ્ય પદાર્થોના સપ્લાય પર આની અસર પડવાની છે. પરંતુ શું તમે જાણો છો કે તેની અસર સ્માર્ટફોન્સ પર પણ પડવાની છે? આવો જાણીએ ડિટેલમાં..

    Smartphones પર પડશે રશિયા-યુક્રેન યુદ્ધની અસર

    રિસર્ચ ફર્મ Techcetનું કહેવું છે કે યુક્રેન એ નિયોન ગેસનો મોટો ઉત્પાદક છે જેનો ઉપયોગ ચિપ બનાવવામાં વપરાતા લેસર માટે થાય છે. આ U.S. Semiconductor grade neonના 90% સપ્લાયની જવાબદારી યુક્રેનની છે જેના પર ઘણી અસર થવાની છે. ઉપરાંત, રોઇટર્સના અહેવાલ મુજબ, પેલેડિયમ (Palladium), જે એક દુર્લભ મટિરિયલ છે, તેનો ઉપયોગ સેમિકન્ડક્ટર બનાવવા માટે થાય છે, અને તેના લગભગ 35% રશિયામાંથી આવે છે. તમને જણાવી દઈએ કે પેલેડિયમ વિશ્વની સૌથી મોંઘી ધાતુ છે અને તેની કિંમતમાં ઘણો વધારો જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: યૂક્રેનમાંથી ભારત આ વસ્તુઓની કરે છે આયાત, યુદ્ધથી થશે અસર

    બંને દેશો વચ્ચેના આ તણાવની અસર સ્માર્ટફોન અને લેપટોપમાં વપરાતી ચિપ્સ પર પડશે, જેના કારણે સ્માર્ટફોનની કિંમતમાં પણ વધારો જોવા મળી શકે છે.

    રશિયા તાંબુ, પ્લેટિનમ, નિકલ જેવી ધાતુઓનું પણ મુખ્ય ઉત્પાદક છે. CNBC મુજબ, રશિયા પાસે તાંબાના વૈશ્વિક ભંડારનો લગભગ 10% હિસ્સો છે. આ ઉપરાંત, રશિયા અને યુક્રેન પણ ઘણા ઉત્પાદનો માટે કાચા માલ (Raw Material)ના મુખ્ય સપ્લાયર છે. જેમ કે, ઇલેક્ટ્રિક વાહનોની બેટરી માટે નિકલ મુખ્ય કાચો માલ છે. જ્યારે તાંબાનો ઉપયોગ ઈલેક્ટ્રિકલ્સ, ઈલેક્ટ્રોનિક્સ વગેરેમાં વ્યાપકપણે થાય છે. અમેરિકાનો માઈક્રોચિપ ઉદ્યોગ સૌથી વધુ યુક્રેનના નિયોનના પુરવઠા પર નિર્ભર છે.

    આ પણ વાંચો: યૂક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે સુરત કાપડ બજારમાં 10,000 કરોડ કરતાં વધુ નુકસાનની ભીતિ

    વધી શકે છે સ્માર્ટફોનની કિંમત

    વાસ્તવમાં ગયા વર્ષથી એટલે કે 2021થી સ્માર્ટફોન માર્કેટ ચિપ શોર્ટેજની સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે આ ચિપની અછત આ વર્ષે સમાપ્ત થઈ શકે છે. પરંતુ ચિપ શોર્ટેજ સાથે-સાથે હવે રશિયા-યુક્રેન યુદ્ધની અસર પેલેડિયમ અને નિયોન ગેસ પર થશે અને તેનાથી સ્માર્ટફોનના સપ્લાયમાં વિલંબ થશે, એ ઉપરાંત, સ્માર્ટફોનની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થવાનો છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Mobile and Technology, Price Hike, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war, Smartphones

    આગામી સમાચાર