Home /News /tech /Rules for SIM Card: તમારી પાસે કેટલા સિમકાર્ડ છે? જો આટલાથી વધારે Sim Card હશે તો તમામ બંધ થશે- મોદી સરકારે નક્કી કરી મર્યાદા

Rules for SIM Card: તમારી પાસે કેટલા સિમકાર્ડ છે? જો આટલાથી વધારે Sim Card હશે તો તમામ બંધ થશે- મોદી સરકારે નક્કી કરી મર્યાદા

સિમકાર્ડ રાખવાની મર્યાદા (પ્રતીકાત્મક તસવીર)

New rules for SIM Card: ટેલિકૉમ ડિપાર્ટમેન્ટે (Telecom Department) કોઈ યૂઝર કેટલા સિમકાર્ડ રાખી શકે છે તેની મર્યાદા નક્કી કરી છે.

મુંબઈ: ટેલિકૉમ ડિપાર્ટમેન્ટે (Telecom Department) સિમકાર્ડ રાખવાની મર્યાદા (Limit to having Sim Cards) નક્કી કરી છે. વિભાગના જણાવ્યા પ્રમાણે હવે 9થી વધારે સિમ કાર્ડ રાખનાર ગ્રાહકો તેની ખરાઈ કરાવવી પડશે. જો ખરાઈ કરવામાં નિષ્ફળ રહેશે તો આવા સિમ કાર્ડને બંધ કરી દેવામાં આવશે. ટેલિકૉમ વિભાગે (Telecom department) નવથી વધારે સિમ કાર્ડ રાખતા ગ્રાહકોને સિમકાર્ડ ફરીથી વેરિફાઈ (Verify Sim card) કરાવવાનો અને વેરિફાઈ ન થવા પર બંધ કરી દેવાનો આદેશ કર્યો છે. જમ્મુ-કાશ્મીર (Jammu-Lashmir) અને આસામ સહિત પૂર્વોત્તર માટે આ મર્યાદા 6 સિમકાર્ડ રાખવામાં આવી છે. ટેલિકૉમ ડિપાર્ટમેન્ટે ટેલિકૉમ કંપનીઓને એ તમામ મોબાઈલ નંબર (Mobile number)ને ડેટાબેઝમાંથી હટાવવાનું કહ્યું છે, જે નિયમ પ્રમાણે ઉપયોગમાં નથી લેવામાં આવી રહ્યા, અથવા બંધ હાલતમાં છે.

ટેલિકૉમ ડિપાર્ટમેન્ટનો આદેશ

ટેલિકૉમ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે ગ્રાહક પાસેથી મર્યાદા કરતા વધારે સિમકાર્ડ મળવાના કેસમાં તેમને પોતાના મરજી પ્રમાણે કયા સિમકાર્ડ ચાલુ રાખવા છે અને કયા સિમકાર્ડને બંધ કરી દેવા છે તેનો વિકલ્પ આપવામાં આવશે. જોકે, આ મર્યાદા 9થી વધારે ન હોવી જોઈએ.

શા માટે આવો નિર્ણય કરાયો?

ટેલિકૉમ ડિપાર્ટમેન્ટ કહ્યુ છે કે ડિપાર્મેન્ટ દ્વારા કરવામાં આવેલા સર્વે દરમિયાન જો કોઈ ગ્રાહક પાસ તમામ ટેલિકૉમ કંપનીઓના સિમકાર્ડ નક્કી કરવામાં આવેલા મર્યાદાથી વધારે હશે તો તે તમામ સિમકાર્ડને ફરીથી વેરિફાઈ કરાવવા પડશે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે આ પગલું ગુનાખોરી, ઇમરજન્સી કૉલ, સ્વચાલિત કૉલ અને છેતરપિંડીની ઘટનાઓની તપાસ કરવાની ઉદેશ્ય સાથે ભર્યું છે.

નોટિફિકેશન મોકલી જાણ કરાશે

ટેલિકૉમ વિભાગના જણાવ્યા પ્રમાણે 9થી વધારે સિમકાર્ડ ધરાવવાના કેસમાં નોટિફિકેશન મોકલીને જાણ કરવામાં આવશે. આ સિમકાર્ડ વેરિફાઈ ન થવાના કેસમાં આઉટગોઇંગ કૉલ 30 દિવસની અંદર બંધ કરી દેવાશે. જ્યારે ઇનકમિંગ કૉલને 45 દિવસની અંદર બંધ કરી દેવાશે.
First published:

Tags: Sim card, Telecom Department, TRAI, મોબાઇલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો