Royal Enfield ક્લાસિક 500 Pegasusની નવી બુકિંગ તારીખનો થયો ખુલાસો

News18 Gujarati
Updated: July 24, 2018, 3:37 PM IST
Royal Enfield ક્લાસિક 500 Pegasusની નવી બુકિંગ તારીખનો થયો ખુલાસો

  • Share this:
રોયલ ઈનફિલ્ડે આખરે ક્લાસિક 500 Pegasus મોટર સાઈકલના બુકિંગની નવી તારીખનો ખુલાસો કર્યો છે. રોયલ ઈનફિલ્ડ 25 જુલાઈ 2018ના રોજ સાંજે 4 કલાકે પોતાની વેબસાઈટ પર લિમિટેડ એડિશન ક્લાસિક 500 Pegasusનું સેલ કરશે. આ પહેલા 10 જુલાઈએ બપોરે 2 કલાકે આ મોટરસાઈકલનું ઓનલાઈન બુકિંગ શરૂ થયું હતું, પરંતુ બુકિંગ શરૂ થયાની થોડી જ મીનીટમાં ઓનલાઈન બુકિંગ ક્રેશ થઈ ગયું હતું. બુકિંગ ફરી શરૂ થયું, પરંતુ તેમાં એરર મેસેજ આવવા લાગ્યા. ત્યારબાદ રોયલ ઈનફિલ્ડના ઓફિશિયલ ટ્વીટર પર તેની બુકિંગને લઈ વારંવાર ઈન્કવાયરી આવવા લાગી.

Pegasusના ચાહકોની છે લાંબી લાઈન
નારાજ લોકોને જવાબ આપતા ઈનફિલેડે લખ્યું કે, રોયલ ઈનફિલ્ડની વેબસાઈટને હાલના સમયમાં ટેક્નીકલ ખામીનો સામનો કરવો પડ્યો છે. અમે તેને સરખી કરવામાં લાગ્યા છીએ. ધન્યવાદ, સામાન્ય રીતે આવી ટેક્નિકલ સમસ્યાનો સામનો ત્યારે કરવો પડે છે, જ્યારે ખુબ બધા લોકો એક સાથે વેબસાઈટ પર આવે છે, અને સર્વર તેના ટ્રાફિકને હેંડલ નથી કરી શકતું. આનો સ્પષ્ટ મતલબ થાય છે કે, Pegasusના ચાહકોની લાંબી લાઈન છે. રોયલ ઈનફિલ્ડે આ પહેલા ઈંસ્પાયર્ડ લિમિટેડ એડિશન ક્લાસિક 500 Pegasus એડિશન ભારતમાં લોન્ચ કર્યું હતું. જેની એક્સ શો-રૂમ કિંમત 2.4 લાખ રૂપિયા હતી.

બે ઓપ્શનમાં મળશે આ બાઈક
લિમિટેડ એડિશનવાળી રોયલ ઈનફિલ્ડ ક્લાસિક 500 Pegasus એડિશન સર્વિસ બ્રાઉન અને ઓલિવ ડ્રેબ ગ્રીન એમ બે કલરમાં ઉપલબ્ધ થશે. દુનિયાભરમાં આની માત્ર 1000 યૂનિટ્સ જ ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં 190 મોટરસાઈકલ બ્રિટનમાં આપવામાં આવશે, જ્યારે ભારતના માર્કેટમાં 250 મોટરસાઈકલ રાખવામાં આવશે. પ્રત્યેક Pegasus એડિશન મોટરસાઈકલમાં ફ્યૂલ ટેંક પર એક યૂનીક સીરિયલ નંબર હશે.
First published: July 24, 2018
વધુ વાંચો
अगली ख़बर