Home /News /tech /

350ccમાં આવી રહ્યું છે Royal Enfield, લોન્ચ પહેલા સામે આવી તસવીરો, જાણો વિગતો

350ccમાં આવી રહ્યું છે Royal Enfield, લોન્ચ પહેલા સામે આવી તસવીરો, જાણો વિગતો

નવા ફોટોઝ પરથી જાણવા મળ્યું છે કે બાઇકમાં માત્ર સિંગલ ડિસ્કનો ઉપયોગ જોવા મળશે

Royal Enfield Bikes - આ બાઇક ક્યારે લૉન્ચ કરવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ એવી અપેક્ષા છે કે તે આ વર્ષના અંતમાં તહેવારોની સિઝનની આસપાસ તે લૉન્ચ થઈ શકે છે

નવી દિલ્હી : રોયલ એનફિલ્ડ (Royal Enfield) ટૂંક જ સમયમાં 350cc એન્જિનવાળી નવી બાઇક લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીનું અપકમિંગ બાઈક હન્ટર 350 (Hunter 350) ઓફિશિયલ લોન્ચ પહેલા ફરી એકવાર સ્પોટ થયું છે. જોકે હજી સુધી આ બાઇક વિશે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. બાઇકની નવી સ્પાય ઇમેજમાં જોઈ શકાય છે કે, આ વખતે તેમાં ઘણા નવા ફીચર્સ જોવા મળવાના છે. હંટર 350 (Hunter 350) હાલની મીટીઓર 350 (Meteor 350) થી ઘણી બાબતોમાં અલગ હશે.

એવું માનવામાં આવે છે કે આ બાઇકને હાઇવે ક્રૂઝિંગના હેતુ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ સિવાય ટેલ લાઇટ એસેમ્બલી પર કેન્દ્રિત છે, જેમાં એક નાનો ગોળાકાર ટેલ લેમ્પનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - હવે ગામડે-ગામડે પહોંચશે Tata Motors ના શો રૂમ, ગ્રામીણોને થશે ફાયદો, જાણો શું છે પ્લાન

બાઇકના ફ્રન્ટની વાત કરીએ તો તેમાં રેગ્યુલર ટેલિસ્કોપિક ફોર્ક્સ સાથે ફોર્ક ગેટર પણ મળશે, જ્યારે પાછળના ભાગમાં ટ્વિન સ્પ્રિંગ શોક એબ્સોર્બર્સનો ઉપયોગ થશે. એન્જિન 349cc સિંગલ-સિલિન્ડર રહે તેવી શક્યતા છે જે મીટીઓર 350 માં પણ જોવા મળે છે. આ એન્જિન 20.2bhp અને 27Nm જનરેટ કરતા પાંચ-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે.

નવા ફોટોઝ પરથી જાણવા મળ્યું છે કે બાઇકમાં માત્ર સિંગલ ડિસ્કનો ઉપયોગ જોવા મળશે. આગામી હંટર 350માં ડ્યુઅલ-ચેનલ ABS પણ ઉપલબ્ધ હોઈ શકે છે. પાછળની સીટમાં બેસનારને વધુ કંફર્ટ મળે માટે તેને પિલર બેકરેસ્ટ પણ મળશે. ભારતીય બજારમાં આ બાઇક ક્યારે લૉન્ચ કરવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ એવી અપેક્ષા છે કે તે આ વર્ષના અંતમાં તહેવારોની સિઝનની આસપાસ તે લૉન્ચ થઈ શકે છે.

આ પણ વાંચો - MG Z5 Electric Features Leak: 10-ઇંચથી મોટી ટચસ્ક્રીન અને 6 સ્પીકર્સ, સેફ્ટી માટે 6 એરબેગ સહિત મળશે આ જોરદાર ફીચર્સ

રોયલ એનફિલ્ડ 15 માર્ચે ઓફિશિયલ રીતે Scrum 411 લોન્ચ કરવા માટે તૈયાર છે. આ લોકપ્રિય હિમાલયન ADV નું રોડ-વાઇડ વર્ઝન છે. તેની કિંમત રૂ. 1.80 લાખથી રૂ. 1.90 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) વચ્ચે હોવાની અપેક્ષા છે.
First published:

Tags: Auto, Royal enfield

આગામી સમાચાર