Royal enfieldનું નવું બુલેટ લૉન્ચ, હવે કંપનીમાંથી જ મનગમતી ડિઝાઇન મળશે

News18 Gujarati
Updated: November 15, 2019, 4:20 PM IST
Royal enfieldનું નવું બુલેટ લૉન્ચ, હવે કંપનીમાંથી જ મનગમતી ડિઝાઇન મળશે
ક્લાસિક 350 ગન ગ્રે કલરના બુલેટની ફાઇલ તસવીર

Royal Enfield Make Your Ownનો મોટો ફાયદો એ છે કે તમને કંપનીમાંથી જેન્યૂઇન પાર્ટ્સ અને એસેસરીઝ મળી જશે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રૉયલ એનફિલ્ડે ક્લાસિક્સ 350 સિંગલ ચૅનલ એબીએસ સાથે લૉન્ચ કર્યુ છે. આ બાઇકની એક્સ શો રૂમ કિંમત 4.15 લાખ રૂપિયા છે. આ સાથે જ બાઇક બે નવા કલર્સ (Mercury Silver અને Pure Black)માં ઉપલબ્ધ છે. સિંગલ ચૅનલ એબીએસ વેરિએન્ટ ડ્યૂઅલ ચૅનલ વેરિએન્ટથી 8 રૂપિયા સસ્તું છે.

જોકે, બાઇકના એંજિનમાં કંપનીએ કોઈ પણ પ્રકારનો બદલાવ કર્યો નથી. બાઇક હજુ પણ 346 CC સિંગલ સિલિન્ડર ઍર કૂલ એંજિન સાથે આવી રહી છે અને 19.80 Bhp પાવર અને 28Nm ટૉર્ક જનરેટ કરી શકે છે.

અનોખી પહેલ


આ બાઇકના લૉન્ચ સાથે જોડાયેલી ખાસ વાત એ છે કે Royal Enfieldની નવી પહેલ અંતર્ગત 'Royal Enfield Make Your Own' સાથે લૉન્ચ કરવામાં આવી છે. ગ્રાહકો કંપનીમાંથી જ પોતાની મરજી મુજબ બાઇકને કસ્ટમાઇઝ કરાવી શકશે. ગ્રાહકો પોતાની મનપસંદના પાર્ટસ અને એસસરીઝ શૉ-રૂમમાંથી નખાવી શકશે.

Royal Enfield ક્લાસિકલ 500ની ફાઇલ તસવીર
આવી રીતે આકર્ષક બનાવી શકો

Make Your Own નો ફાયદો એ છે તમને જોઈએ તેવી મનગમતી એસસરીઝ જેન્યૂઇન પાર્ટ્સ કંપનીમાંથી મળી છે. આ બાઇક પહેલાં દેશના છ મોટા શહેર દિલ્હી એનસીઆર, બેંગલુરૂ, ચેન્નાઇ, મુંબઈ અને પુણેના 141 સ્ટૉર્સમાં ઉપલબ્ધ છે. તમે સેફ્ટી માટે ગાર્ડ્સ પણ લગાવી શકો છો.

 
First published: November 15, 2019
વધુ વાંચો
अगली ख़बर