Home /News /tech /Royal Enfield Hunter 350 Metro Rebel: બજેટ ન હોય તો આ રીતે ખરીદો રોયલ એનફિલ્ડની આ બાઇક

Royal Enfield Hunter 350 Metro Rebel: બજેટ ન હોય તો આ રીતે ખરીદો રોયલ એનફિલ્ડની આ બાઇક

રોયલ એનફિલ્ડ (ફાઇલ તસવીર)

Royal Enfield Hunter 350 Metro Rebel bike price: શું તમે આ બાઈકને ફાઈનાન્સ પ્લાનથી ખરીદવાનું વિચારી રહ્યા છો? ઓનલાઈન ડાઉન પેમેન્ટ અને EMI કેલ્ક્યુલેટર અનુસાર તે માટે બેન્ક તમને રૂ. 1,80,172ની લોન આપશે.

oનવી દિલ્હી: ક્રૂઝર બાઈક સેગમેન્ટ ટૂ વ્હીલર સેક્ટરનો એક પ્રીમિયમ સેગમેન્ટ છે. જેની ખૂબ માંગ વધી રહી છે. લોકોની પસંદ જોતા વાહન નિર્માતા કંપનીઓએ આ સેગમેન્ટમાં પોતાની નવી ક્રૂઝર બાઈકને લોન્ચ કરવાની શરૂઆત કરી દીધી છે. અહીં અમે તમને આ સેગમેન્ટની બાઈકની લાંબી રેન્જમાં Royal Enfield Hunter 350 Metro Rebel વિશે વિગતવાર માહિતી આપી રહ્યા છે. કંપનીએ તાજેતરમાં જ આ બાઈક લોન્ચ કર્યું છે.

રોયલ એનફિલ્ડ હન્ટર 350 મેટ્રો રીબેલની કિંમત


રોયલ એનફિલ્ડ હંટર 350 મેટ્રો રિબેલની સ્ટાર્ટિંગ કિંમત રૂ. 1,66,319 છે. આ કિંમત એક્સ શો રૂમ દિલ્હીની છે. ઓન રોડ આ બાઈકની કિંમત રૂ. 2,00,072 છે. શું તમને પણ આ બાઈક ગમે છે, પરંતુ તમારી પાસે બજેટ નથી? તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, આ બાઈકને ખરીદવા માટે અહીં ખૂબ જ સરળ ફાઈનાન્સ પ્લાન જણાવવામાં આવ્યો છે.

Royal Enfield Hunter 350 Metro Rebel ફાઈનાન્સ પ્લાન


શું તમે આ બાઈકને ફાઈનાન્સ પ્લાનથી ખરીદવાનું વિચારી રહ્યા છો? ઓનલાઈન ડાઉન પેમેન્ટ અને EMI કેલ્ક્યુલેટર અનુસાર તે માટે બેન્ક તમને રૂ. 1,80,172ની લોન આપશે. આ લોન મળ્યા બાદ તમારે ન્યૂનતમ ડાઉન પેમેન્ટના ભાગરૂપે રૂ. 20,000 જમા કરવાના રહેશે. દર મહિને રૂ. 5,785નું EMI ભરવાનું રહેશે.

આ પણ વાંચો: હીરો સ્પ્લેન્ડરની બોલબાલા! બઘાને પાછળ છોડી બની ભારતની નંબર 1 બાઇક

Hunter 350 Metro Rebel માટે મળતી લોનને ચૂકવવા માટે બેન્ક તરફથી 3 વર્ષનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન બેન્ક તરફથી લોન એમાઉન્ટ પર વાર્ષિક 9.7 ટકા વ્યાજ વસૂલવામાં આવશે.

ફાઈનાન્સ પ્લાન હેઠળ જે પણ લોન મળે છે, તેનું ડાઉન પેમેન્ટ અને EMI પ્લાનની ડિટેઈલ જાણી લીધા બાદ આ બાઈકની ફીચર અને એન્જિન ડિટેઈલ વિશે પણ માહિતી મેળવી લઈએ.

રોયલ એનફિલ્ડ હન્ટર 350 મેટ્રો રીબેલ એન્જિન અને ટ્રાન્સમિશન


બાઈકના એન્જિન અને પાવરની વાત કરવામાં આવે તો કંપનીએ તેમાં 349.34 CCનું સિંગલ સિલેન્ડર આપ્યું છે. આ એન્જિન 20.4 PS પાવર અને 27 Nmનો પીક ટૉર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 5 સ્પીડ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમેઝિંગ ઇલેક્ટ્રિક બાઇક! મિનિટોમાં થઈ જશે ફોલ્ડ, 40 કિમી છે ટોપ સ્પીડ

માઈલેજ


કંપની બાઈકની માઈલેજ અંગે દાવો કરે છે આ બાઈક 36.2 કિલોમીટરે પ્રતિ લીટર માઈલેજ આપે છે. આ માઈલેજને ARAI દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે.
First published:

Tags: Automobile, Bike, Royal enfield

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો