આ બાઈક-સ્કૂટર એક વખત ચાર્જમાં ચાલશે 145 Km! માત્ર 12 મિનીટમાં થશે ચાર્જ

Rowwet ઈલેક્ટ્રીક બાઈક

દેશમાં ઈલેક્ટ્રિક બાઈક અને સ્કૂટરનું ચલણ વધી રહ્યું છે. જેથી કંપનીઓ પતાની પ્રોડક્ટ પોર્ટફોલિયો વધારી રહી છે.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં ઈલેક્ટ્રિક બાઈક અને સ્કૂટરનું ચલણ વધી રહ્યું છે. જેથી કંપનીઓ પતાની પ્રોડક્ટ પોર્ટફોલિયો વધારી રહી છે. આવી જ એક કંપની Rowwet Mobilityએ પોતાના ઈલેક્ટ્રિક વ્હીકલની એક રેન્જ હાલમાં રજૂ કરી છે. જેમાં ઈલેક્ટ્રીક બાઈક અને સ્કૂટર સામેલ છે. કંપનીનો દાવો છે કે, આ એક વખત ફૂલ ચાર્જ થવા પર 145 કિમી સુધી ચાલી શકે છે. સાથે જ, આ માત્ર 12 મિનીટમાં ચાર્જ થઈ શકે છે. જોકે, કંપનીએ તેની કિંમતની જાણકારી આપી નથી. મીડિયા રિપોર્ટર્સ અનુસાર, તેની કિંમત 51,000 રૂપિયાથી લઈ 1.55 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે.

  તો જોઈએ આ બાઈક વિશે

  12 મિનીટમાં ચાર્જ થવાનો દાવો - આ ઈલેક્ટ્રીક સ્કૂટરો અને બાઈક સાથે લિથિયમ, લીડ એસિડ અને Click નામની બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે, કંપની આમાં પોતાની Click બેટરીનો ઉપયોગ કરી રહી છે. કંપનીનો દાવો છે કે, આ બેટરી પેક માત્ર 12 મિનિટમાં જ ચાર્જ થઈ જશે.

  Vegatron - આ સ્કૂટરમાં કંપની Eleq જેવી જ બેટરી પેક અને ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે. આ સ્કૂટર પણ 45 કિમી પ્રતિકલાકની સ્પીડ પર 120 કિમી સુધી ડ્રાઈવિંગ રેન્જ પેદા કરે છે.

  Rowwet electricનું કહેવું છે કે, તેમણે યુવાઓને ધ્યાનમાં રાખી બાઈક્સની ડિઝાઈન કરી છે. સાથે જ, આ બાઈકને એવી રીતે બનાવી છે કે ભારતીય રસ્તાઓ પર ચાલવામાં કોઈ મુશ્કેલી નથી થાય. સ્કૂટર્સની રેન્જમાં Zepop, Rame, Eleq અને Vegatron સામેલ છે.

  Zepop - આ કંપનીની એન્ટ્રી લેવલ ઈલેક્ટ્રીક સ્કૂટર છે. કંપનીએ 48V, 24 Ahની ક્ષમતાની લિથિયમ બેટરી છે. આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 90 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. તેમાં ડ્યુઅલ સસ્પેન્શન અને USB ચાર્જિંગ જેવા ફિચર્સ છે.

  Rame - તેની ટોપ સ્પીડ 55 કિમી પ્રતિકલાક છે અને જો તમે 45 કિમી પ્રતિકલાકની સ્પીડથી આ સ્કૂટરને ડ્રાઈવ કરે છે તો તે તમને 120 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ પ્રદાન કરે છે.

  Eleq - સ્કૂટર 65 કિમી પ્રતિ કલાકની સ્પીડ પ્રદાન કરે છે. તેની ડ્રાઈવિંગ રેન્જ પણ ગત સ્કૂટ જેવી જ છે અને આમાં કંપનીએ ડિસ્ક બ્રેક અને આકર્ષક હેડલાઈટ્સનો પ્રયોગ કર્યો છે.
  Published by:kiran mehta
  First published: