2019માં આવનારી આ ટેકનોલોજી બદલી નાખશે તમારી જિંદગી, જાણો અહીં

તૈયાર થઇ જાઓ નવા જમાનાની આ ટેકનોલોજીને અપનાવવા.

News18 Gujarati
Updated: January 3, 2019, 5:05 PM IST
2019માં આવનારી આ ટેકનોલોજી બદલી નાખશે તમારી જિંદગી, જાણો અહીં
તમે કયાંક આ બદલતી દુનિયામાં પાછળ ન રહી જાઓ.
News18 Gujarati
Updated: January 3, 2019, 5:05 PM IST
આપણા જીવનમાં 2019ની એન્ટ્રી થઇ ચુકી છે. આ વર્ષ આપણા માટે અનેક ટેકનોલોજી લઇને આવશે જે આપણી જિંદગી બદલી શકે છે. આ વર્ષે એવી કેટલીક અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજી આવશે જે આપણી જિંદગીમાં પરિવર્તન લાવશે. તો ચાલો જાણીએ આ ટેકનોલોજી વિશે...

5જી ફોનની મળશે ભેટ

દુનિયાભરમાં 5જી કનેક્ટિવિટીને લઇને કામ ચાલી રહ્યું છે અને 2019માં વિશ્વને પહેલો 5જી ફોન મળશે. એવું માનવામાં આવે છે કે 5જી ફોન આવે તે પછી, ઇન્ટરનેટની ઝડપ હાલના નેટવર્કથી 100 ગણી વધશે.

ફોલ્ડેબલ

2018માં, રોયલ કંપનીએ વિશ્વનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન ફ્લેક્સપાઇ લોન્ચ કર્યો હતો, ત્યારબાદ અનેક કંપનીઓ આવો ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. સ્માર્ટફોનની દુનિયામાં એક મોટો ધમાકો થશે અને સેમસંગ જેવી કંપનીઓ તેની પૂરી તૈયારી કરી ચુકી છે.

ડ્રૉનનો ઉપયોગ વધશે
Loading...

ભારતમાં નવી ડ્રૉન નીતિ અમલી બનાવવામાં આવી છે, ત્યારબાદ ડ્રૉનનો ઉપયોગ વ્યવસાયી કાર્ય માટે કરી શકાય છે. એવું થઇ શકે છે કે આ વર્ષે ડિલિવરી બોયને બદલે, ડ્રૉન તમારા પિઝાને પહોંચાડે. આ માટે અનેક કંપનીઓએ 2018માં જ તૈયારી શરૂ કરી દીધી હતી. ઑનલાઇન ફૂડ ડિલિવરી કરનાર કંપની જોમેટોએ તાજેતરમાં આ માટે એક કંપની સાથે ભાગીદારી કરી છે, જે ડ્રૉનથી સરળતાથી ફૂડની ડિલીવરી કરી શકશે. આ ઉપરાંત તમે ડ્રૉનથી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પણ કરી શકશો.

Whatsappમાં કમાલનું ફિચર્સ

WhatsApp યૂઝર્સ માટે 2019 કેટલીક ભેટ લઇને આવે છે, જેમાં તમને ડાર્ક મોડ, પ્રાઇવેટ રિસ્પોન્સ, વેકેશન મોડ, લિંક્ડ સોશિયલ મીડિયા એકાઉન્ટ, સાઇલેન્ટ મોડ અને ઇનલાઇન ઇમેજ જેવી સુવિધાઓ મળી શકે છે.

સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગૂગલ અને ટેસ્લા જેવી કંપનીઓ લાંબા સમયથી ડ્રાઇવરલેસ કાર પર કામ કરી રહી છે, તેવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં સેલ્ફ-ડ્રાઇવિંગ કાર લોકો માટે ઉપલબ્ધ થશે.

વોયસ ઓવર વાઇ-ફાઇ

રિલાયન્સ જિયોએ ભારતના યઝર્સ માચે વોલેટ સર્વિસથી રજૂ કર્યા હતા અને 2019માં તમને વોયસ વાઇફાઇની સર્વિસ મળી શકે છે. જેમ નામની ખબર પડે તેમ તમે તેને વાઇ-ફાઇ નેટવર્ક પર કોલ કરી શકો છો.
First published: January 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...