શિયોમીનો 48 MP કેમેરા ફોન લોન્ચ, કિંમત છે માત્ર 10 હજાર રૂપિયા

News18 Gujarati
Updated: January 10, 2019, 5:33 PM IST
શિયોમીનો 48 MP કેમેરા ફોન લોન્ચ, કિંમત છે માત્ર 10 હજાર રૂપિયા
આ ફોન દ્વિલાઇટ ગોલ્ડ, બ્લૂ અને બ્રાઇટ બ્લેક કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે

આ ફોન દ્વિલાઇટ ગોલ્ડ, બ્લૂ અને બ્રાઇટ બ્લેક કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ચીનની સ્માર્ટફોન કંપની શિયોમી (Xiaomi)એ Redmi Note 7 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે અને ડુઅલ રિયર કેમેરા સેટઅપ છે. આ ફોન દ્વિલાઇટ ગોલ્ડ, બ્લૂ અને બ્રાઇટ બ્લેક કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે, જેનું વેચાણ 15 જાન્યુઆરીથી શરૂ થશે. ચાલો જાણીએ શું છે ફોનની કિંમત અને ફીચર્સ.

Xiaomi Redmi Note 7ની કિંમત

ચીનમાં કંપનીએ તેની શરૂઆતની કિંમત 999 ચીની યુઆન એટલે કે 10,300 રૂપિયા નક્કી કર્યા છે. જણાવી દઇએ કે કંપનીએ આ ફોનના બે વેરિઅન્ટ 3GB+32GB અને 4GB+64GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ કર્યો છે, જેની કિંમત ક્રમશ: 12,400 અને 14,500 રૂપિયા છે.

Xiaomi Redmi Note 7 સ્પેસિફિકેશન

આમાં 6.3 ઇચની ફુલ એચડી+ ડિસ્પ્લે છે. જેનો એસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. આ ફો ડ્યુઅલ સિમ સ્લોટ સાથે આવશે. ફોન MIUI 9 આધારિત એન્ડ્રોઇડ ઓરિયો પર રન કરશે. ઉપરાંત આમાં 2.2 ગીગાહર્ટઝ સ્નેપડ્રેગન 660 ઓક્ટા-કોર પ્રોસેસર છે. સ્ટોરેજની વાત કરીએ તો કંપની આમાં 3GB RAM, 4GB RAM અને 6GB RAM સાથે લોન્ચ કર્યો છે. ઉપરાંત 32GB અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ છે.

ફોટોગ્રાફી માટે આમાં ડ્યુઅ કેમેરા સેટઅપ છે, જેનો પહેલો કેમેરો 48 મેગાપિક્સલ અને બીજો 5 મગાપિક્સલનો છે. ફોનને પાવર આપવા માટે આમાં 4,000mAhની બેટરી છે. જ્યારે કનેક્ટિવિટી માટે આમાં યુએસબી ટાઇપ-સી પોર્ટ, 3.5 મિલીમીટર ઓડિયો જેક છે. આ 4G VoLTE ફોન છે. આ ઉપરાંત ફોનમાં બ્લૂટૂથ અને Wi-Fi 802.11a/b/g/n/ac જેવા ફીચર્સ છે.
First published: January 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading