નવી દિલ્હી : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook), વોટ્સએપ (WhatsApp)અને ઇંસ્ટાગ્રામે (Instagram)નવા આઈટી નિયમો અંતર્ગત સખત કાર્યવાહી કરી છે. જે અંતર્ગત ઓગસ્ટ 2021 દરમિયાન વોટ્સએપે 20 લાખથી વધારે ભારતીય યૂઝર્સને પ્રતિબંધ કરી દીધા છે. જ્યારે તેની પેરેન્ટ કંપની ફેસબુકે કરોડો કંટેટ્સને પોતાના પ્લેટફોર્મથી હટાવ્યા (Content Removed)છે. આ સિવાય ઇંસ્ટાગ્રામે પણ 20 લાખથી વધારે કટેંટ્સને હટાવ્યા છે. વોટ્સએપે પોતાના મંથલી કંપ્લાયંસ રિપોર્ટમાં કહ્યું કે તેમને ઓગસ્ટ 2021 દરમિયાન 420 ફરિયાદો મળી હતી. આ પછી કુલ 20.70 લાખ એકાઉન્ટ્સને પ્રતિબંધ કરી દીધા છે.
વોટ્સએપે 16 જૂનથી 30 જુલાઇ વચ્ચે 594 ફરિયાદ મળવા પર 3,027,000 ભારતીય યૂઝર્સના એકાઉન્ટ્સ બંધ કરી દીધા હતા. વોટ્સએપે કહ્યું કે 95 ટકા મામલામાં સ્પેમ મેસેજના કારણે એકાઉન્ટ્સને પ્રતિબંધ કરવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તર પર વોટ્સએપે એક મહિનામાં લગભગ 80 લાખ એકાઉન્ટ્સને પ્રતિબંધ કરી દીધા છે. વોટ્સએપે જણાવ્યું કે એન્ડ-ટુ-એન્ડ એંક્રિપ્શન પોલિસીના કારણે યૂઝર્સના મેસેજના જોઇ શકતા નથી. આવામાં યૂઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એકાઉન્ટ્સથી મળનાર સંકેતો, એંક્રિપ્શન વગર કામ કરનાર ફીચર્સ અને યૂઝર્સ રિપોર્ટ્સને સમજીને નિર્ણય લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે નવા આઈટી નિયમોના કારણે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે દર મહિને કંપ્લાયંસને રિપોર્ટ આપવો પડે છે.
વોટ્સએપના રિપોર્ટ પ્રમાણે ઓગસ્ટ દરમિયાન તેને એકાઉન્ટ સપોર્ટ (105), પ્રતિબંધ અપીલ (222) અન્ય સપોર્ટ (34), પ્રોડક્ટ સપોર્ટ (42) અને સેફ્ટી (17)માં 420 યૂઝર રિપોર્ટ મળી હતી. જોકે 41 એકાઉન્ટ્સ સામે રેમેડિયલ કાર્યવાહી કરવામાં આવી છે. તેની પેરેન્ટ કંપની ફેસબુકે ઓગસ્ટ 2021ના નિયમોના ભંગની 10 કેટેગરીમાં 3.17 કરોડ સામગ્રીઓ સામે કાર્યવાહી કરી હતી. ફેસબુકના મતે તેને 1 થી 31 ઓગસ્ટ વચ્ચે પોતાના ભારતીય શિકાયત તંત્ર દ્વારા 904 યૂઝર્સની રિપોર્ટ મળી હતી. જેમાં કંપની તરફથી 754 મામલાને નિપટાવી દીધા છે. આ સિવાય ઇંસ્ટાગ્રામે આ દરમિયાન 9 અલગ-અલગ કેટેગરીમાં 22 લાખ કન્ટેન્ટ પ્લેટફોર્મથી રિમૂવ કર્યા છે.
કેવા પ્રકારના કન્ટેન્ટ પર કરવામાં આવી કાર્યવાહી
કંપ્લાયંસ રિપોર્ટ પ્રમાણે ત્રણ કરોડથી વધારે કટેંટમાં સ્પેમ 2.9 કરોડ, વોયોલેન્સ 26 લાખ, એડલ્ટ ન્યૂડિટી અને સેક્યુઅલ એક્ટિવીટી 20 લાખ, હેટ સ્પીચ 2,42,000 સહિત બીજા આવા મુદ્દા સાથે જોડાયેલ કેન્ટેન્ટ સામેલ છે. જેમાં માહોલ ખરાબ થવાની આશંકા રહે છે. તેથી બધા કન્ટેન્ટ સામે સખત કાર્યવાહી કરતા તેમને પ્લેટફોર્મથી હટાવી દેવામાં આવ્યા છે. સ્પષ્ટ છે કે જો તમે પણ આવું કન્ટેન્ટ નાખશો તો તમારું એકાઉન્ટ પણ પ્રતિબંધ થઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર