માતા-પિતાને મેસેજ મોકલ્યા વગર નહીં ખુલે બાળકોથી ફોનનું લોક

નિકે RespondASAP નામની એક એપ્લિકેશન બનાવી છે.

મોબાઈલના ઉપયોગને લીધે બાળકોની આંખો ખરાબ થઈ રહી છે, આ બાબતોથી પરેશાન બ્રિટનના નિક હર્બર્ટ નામના વ્યક્તિએ બાળકો માટે એક ખાસ મોબાઈલ એપ લૉન્ચ કરી છે

 • Share this:
  આજકાલ, બાળકો અથવા વૃદ્ધ લોકો સ્માર્ટફોનની પાછળ દોડી રહ્યા છે. સાર્વજનિક સ્થળોએ પણ લોકો નજારો જોવાની જગ્યાએ તેમના ફોનમાં જ રહે છે. પરિસ્થિતિ એવી પણ બની ગઈ છે કે લોકો મેળામાં ચાલવાને બદલે ફોનને સ્ક્રોલ કરી રહ્યા છે. બાળકો સ્માર્ટફોનથી સૌથી વધુ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. વધુ મોબાઈલના ઉપયોગને લીધે બાળકોની આંખો ખરાબ થઈ રહી છે, આ બાબતોથી પરેશાન બ્રિટનના નિક હર્બર્ટ નામના વ્યક્તિએ બાળકો માટે એક ખાસ મોબાઈલ એપ લૉન્ચ કરી છે જે માતા-પિતાને કહ્યા વગર બાળકોને ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપતી નથી.

  નિકે RespondASAP નામની એક એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશન દ્વારા માતાપિતા તેમના બાળકો પર નજર રાખી શકે છે અને તે પણ જાણી શકે છે કે બાળક કેટલા સમયથી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.

  આ પણ વાંચો: Xiaomi, સેમસંગ, એપલ નહીં, આ ફોન બન્યો નંબર વન, જુઓ Top 10 લિસ્ટ  ખરેખર આ એપ્લિકેશનમાં એક વિશેષતા છે કે બાળક ફોનનો ઉપયોગ કરવા માંગે છે,તો પહેલા તેણે તેના માતાપિતાને મેસેજ મોકલવો પડશે, ત્યારબાદ જ સ્માર્ટફોન અનલોક થશે. આ એપનીવિશેષતા એ છે કે જો ફોન સાયલન્ટ મૉડ પર હોય તો પણ મસેજ મોકલ્યા પછી અવાજ આવશે.  આ સિવાય માતાપિતા તેમના ફોન પર પણ જોઈ શકે છે કે તેમનું બાળક તેમના સ્માર્ટફોનમાં શું કરી રહ્યું છે. ઉપરાંત માતાપિતા કોઈપણ સમયે તેમના બાળકના ફોનને તેમના મોબાઇલથી લૉક કરી શકે છે. નિક આ એપ વિશે કહે છે કે ઘણી વખત બાળકો હેડફોન તરીકે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં તેઓ અવાજ કરવા પણ પર તે સાંભળતા નથી, પરંતુ જો તેમના ફોનમાં RespondASAP હોય તો તેને મોનીટર કરી શકે છે. રિસ્પોન્સએએસપી એપ્લિકેશન હાલમાં ફક્ત ઍન્ડ્રોઇડ ઉપકરણો માટે છે. ટૂંક સમયમાં તે આઇઓએસ માટે રજૂ કરવામાં આવશે.
  Published by:Bhoomi Koyani
  First published: