Home /News /tech /ટેક્નોલોજી ક્યાં જઈ અટકશે! હવે છોડને મોબાઇલ એપથી નિયંત્રિત કરી શકાશે

ટેક્નોલોજી ક્યાં જઈ અટકશે! હવે છોડને મોબાઇલ એપથી નિયંત્રિત કરી શકાશે

પ્રતીકાત્મક તસવીર.

વિનસ ફ્લાયટ્રેપ (Venus Fly Traps) માંસાહારી છોડ છે. જે નાના જંતુઓને પોતાનો શિકાર બનાવે છે. સંશોધકોને આશા છે કે, આ શોધથી છોડનો ઉપયોગ પર્યાવરણના સેન્સરથી રોબોટિક્સ સુધી થઈ શકશે.

નવી દિલ્હી: સ્માર્ટફોન માણસજાતની જીવનશૈલીz(Lifestyle)નો ભાગ છે. સ્માર્ટફોન વગરના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. સાયન્સ હવે એ હદે પહોંચી ગયું છે કે, સ્માર્ટફોન (Smartphone)ના માધ્યમથી છોડને પણ કંટ્રોલ થઇ શકે. સિંગાપોર (Singapore)ના સંશોધકોએ આ મામલે ખાસ શોધ કરી છે. તેમના દ્વારા સ્માર્ટફોનમાંથી ઈલેક્ટ્રીક સિગ્નલ મોકલી વિનસ ફ્લાયટ્રેપ નામના છોડને કન્ટ્રોલ કરવાની રીત શોધી કાઢવામાં આવી છે. વિનસ ફ્લાયટ્રેપ (Venus Fly Traps) માંસાહારી છોડ છે. જે નાના જંતુઓને પોતાનો શિકાર બનાવે છે. સંશોધકોને આશા છે કે, આ શોધથી છોડનો ઉપયોગ પર્યાવરણના સેન્સરથી રોબોટિક્સ સુધી થઈ શકશે.

નાનયંગ ટેક્નોલોજી યુનિવર્સિટીના સંશોધક લુઓ યીફેઈએ સ્માર્ટફોનના ઉપયોગથી છોડને કંટ્રોલ કરવાનું ડેમોસ્ટ્રેશન આપ્યું હતું. સ્માર્ટફોનની એપ્લિકેશનની મદદથી ઈલેક્ટ્રીક સિગ્નલ છોડવામાં આવ્યું. છોડમાં નાના નાના ઇલેક્ટ્રોકોડ એટેચ કરવામાં આવ્યા. ત્યારબાદ સિગ્નલની મદદથી છોડના ટ્રેપને બંધ કરવામાં સફળતા મળી હતી. આ ટ્રેપથી છોડ નાના જંતુઓ પકડે છે.

નાનયંગ ટેક્નોલોજી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મટીરીયલ સાયન્સ એન્ડ એન્જીનીયરીંગમાં કામ કરતા લુઓએ વધુમાં કહ્યું હતું કે, "છોડ મનુષ્ય જેવા હોય છે, તે આપણા હૃદયમાંથી નીકળતા ECG (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ) જેવા ઇલેક્ટ્રિક સંકેતો ઉત્પન્ન કરે છે. અમે નોન ઈનવેસિવ ટેક્નિકલ તૈયાર કરી છે, જેનાથી છોડની સપાટી પરથી ઈલેક્ટ્રીક સિગ્નલ અંગે જાણકારી મેળવી શકાય. તેનાથી છોડને કોઈ નુકસાન પણ થતું નથી."

આ પણ વાંચો: કરાઈ અકાદમીના ભાવિ પોલીસ અધિકારીઓ પ્લાઝ્માં ડોનેશન કરી સિવિલના સેવાયજ્ઞમાં જોડાયા

વિજ્ઞાનિકોએ આ છોડના ટ્રેપ ધરાવતા ભાગને અલગ કરી રોબોટિક આર્મ સાથે પણ એટેચ કર્યું હતું. છોડથી અલગ કર્યા પછી ઈલેક્ટ્રીક સિગ્નલના માધ્યમથી આ ભાગ ખૂબ પાતળી અને હલકી વસ્તુઓ પકડી શકતા હતા. આ રીતે છોડનો સોફ્ટ રોબોટની જેમ ઉપયોગ કરી શકાશે તેવું વિજ્ઞાનિકોનું માનવું છે. ઘણી વખત ઇન્ડસ્ટ્રીયલ ગ્રીપર્સના કારણે નાજુક વસ્તુઓ તૂટવાનો ખતરો હોય છે. ત્યારે સોફ્ટ રોબોટ તેમાં મહત્વનું નીવડશે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત પર્યાવરણ માટે પણ આ પદ્ધતિ વધુ સારી નીવડશે.

એવું જરૂરી નથી કે, મનુષ્ય અને છોડ વચ્ચે કોમ્યુનિકેશન એક તરફી જ હોય. સંશોધકોની ટુકડીને અપેક્ષા છે કે, છોડના ઈલેક્ટ્રીક સિગ્નલની મદદથી છોડમાં રોગ ઘર કરી જાય તે પહેલાં જ તેની જાણ થઈ જશે. લુઓએ વધુમાં જણાવ્યું કે, અમે ગેસ, ઝેરી ગેસ કે જળ પ્રદુષણ જેવા પર્યાવરણીય પ્રદૂષકોને મોનીટર કરવા છોડનો સેન્સર તરીકે ઉપયોગ કરવા અંગે સંશોધન કરી રહ્યા છીએ. જોકે, આવી ટેકનોલોજીના કોમર્શિયલ ઉપયોગ માટે દિલ્હી હજુ દૂર હોવાનો મત પણ તેણે વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ: મિત્રએ દારૂ પીવડાવી કરી મિત્રની હત્યા, પ્રેમિકાને ફોન કરીને કહ્યું, 'તારા પતિને કામે લગાડી દીધો છે'

આ મામલે પ્લાન્ટનું વેચાણ કરતા અને સંભાળની ટિપ્સ આપતા SG વિનસફ્લાયટ્રેપ ગ્રુપના સ્થાપક અને માંસાહારી છોડ પ્રત્યે જાણવાના ઉત્સાહિત ડેરેન એનગએ આ સંશોધનને આવકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો છોડ આપણી સાથે વાત કરી શકતા હોત તો, તેમને ઉછેરવા વધુ સરળ હોત. આ રિમોટ વડે કંટ્રોલ થયેલા વિનસ ફ્લાયટ્રેપ રોબો પ્લાન્ટને રોગ થયો હશે ત્યારે ખેડૂતને જણાવી શકશે. વૈજ્ઞાનિકોએ હાઈ ટેક સિસ્ટમ ઉભી કરતા આ શક્ય બન્યું છે. કલાઈમેન્ટ ચેન્જના કારણે જે છોડ ઉપર ખતરો તોળાઈ રહ્યો છે તેના માટે આ ટેક્નિકલ ઉપયોગી બનશે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા થકી રેમડેસિવીર ઇન્જેક્શન શોધતા પહેલા ચેતજો, તમારી સાથે પણ અમદાવાદની યુવતી જેવું બની શકે


" isDesktop="true" id="1095858" >
ઉલ્લેખનીય છે કે, વિજ્ઞાનિકોને પ્લાન્ટમાંથી ઈલેક્ટ્રીકલ સિગ્નલ નીકળતા હોવાની વાત ઘણા સમયથી ખબર હતી. પરંતુ તે નબળા હોવાથી તેમજ અસમાન અને મીણવાળી સપાટી સેન્સરની અસરકારક રીતે માઉન્ટ કરવામાં અવરોધ ઉભો કરે છે. નોંધનીય છે કે, 2016માં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની ટીમે પાલકના પાંદડાને સેન્સર તરીકે ઉપયોગમાં લીધા હતા. જેનાથી ભૂગર્ભજળમાં વિસ્ફોટક પદાર્થોની વિગતો તેઓ ઇમેઇલથી મેળવી શકતા હતા.
First published:

Tags: Environment, Plants, Research, Singapore, ખેડૂતો

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन