TikTok પર માર્ક ઝકરબર્ગનું સિક્રેટ ઍકાઉન્ટ! કારણ જાણીને ચોંકી જશો

News18 Gujarati
Updated: November 15, 2019, 11:19 AM IST
TikTok પર માર્ક ઝકરબર્ગનું સિક્રેટ ઍકાઉન્ટ! કારણ જાણીને ચોંકી જશો
જોકે, માર્ક ઝકરબર્ગનું આ ટિકટૉક ઍકાઉન્ટ હજુ સુધી વૅરિફાઇડ નથી થયું

જોકે, માર્ક ઝકરબર્ગનું આ ટિકટૉક ઍકાઉન્ટ હજુ સુધી વૅરિફાઇડ નથી થયું

  • Share this:
સાન ફ્રાન્સિસ્કો : અમેરિકાથી લઈને ભારત સુધી ટિકટૉક (TikTok), સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુક (Facebook) માટે સમસ્યા બની ગયું છે. કદાચ એટલા માટે જ ફેસબુકના કો-ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg)એ પોતાનું સિક્રેટ ઍકાઉન્ટ બનાવ્યું છે, જેથી તેના બિઝનેસ મૉડલને સમજી શકાય. ટિકટૉક, ફેસબુકને જોરદાર પ્રતિસ્પર્ધા આપી રહ્યું છે. જોકે, આ ઍકાઉન્ટ હજુ સુધી વૅરિફાઇડ નથી.

"@finkd" હેન્ડલથી બનાવવામાં આવેલું આ એકાઉન્ટ હજુ પણ વેરિફાય નથી થઈ શક્યું પરંતુ આ જ હેન્ડલથી ઝકરબર્ગનું ટ્વિટર ઉપર પણ ઍકાઉન્ટ છે. બઝ ફીડ ન્યૂઝે બુધવારે આ વાતની જાણકારી આપી. આ ઍકાઉન્ટના 4,055 ફૉલોઅર્સ છે. પરંતુ આ ઍકાઉન્ટથી કોઈ પોસ્ટ હજુ સુધી નથી કરવામાં આવી.

ઍકાઉન્ટથી હજુ સુધી એરિયાન ગ્રાંડે (Ariana Grande) અને સેલેના ગોમેજ (Selena Gomez) સહિત 61 સેલિબ્રિટિઝને ફૉલો કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2016માં ઝકરબર્ગે મ્યૂઝિકલીના કો-ફાઉન્ડર એલેક્સ જૂ (Musically Co-Founder Alex Zhu)ને ઇનવાઇટ કર્યા હતા, પરંતુ વાતચીતનું કોઈ પરિણામ નહોતું આવ્યું.

વર્ષ 2017માં મ્યૂઝિકલીને ચાઇનીઝ ટેક કંપની બાઇટ ડાન્સ (Chinese Tech Company Byte Dance)એ ખરીદી લીધી અને તના શોર્ટ-ફૉર્મ વીડિયો ઍપ ડોઇન (Short-Form Video App Douyin)થી મર્જ કરીને ટિકટૉક બનાવી દીધું. ટિકટૉકના સમગ્ર દુનિયામાં લગભગ 80 કરોડ ફૉલોઅર્સ છે જેમાંથી 20 કરોડ માત્ર ભારતમાં છે. નોંધનીય છે કે, ટિકટૉકની લોકપ્રિયતાને ધ્યાનમાં લઈને જ હાલમાં જ ઇન્સ્ટાગ્રામે નવો વીડિયો મ્યૂઝિક રિમિક્સ ફીચર રીલ લૉન્ચ કર્યું છે.

રીલ્સ ફીચરથી યૂઝર્સ 14 સેકન્ડનો મ્યૂઝિક વીડિયો બનાવી શકશે અને તેને સ્ટોરીઝમાં શૅર કરી શકશે. ટિકટૉકની જ જેમ યૂઝર્સ રીલ્સમાં પણ ઘણા મોટા મ્યૂઝિક કેટલૉગથી મ્યૂઝિક પસંદ કરી શકશે અને બીજા વીડિયોને પણ લઈને રિમિક્સ બનાવી શકશે.

મૂળે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને ભારતમાં ટિકટૉકથી ભારે પ્રતિસ્પર્ધા મળી રહી છે. ટિકટૉક હાલમાં ભારતમાં અનેક હજાર કરોડ રૂપિયા રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. નોંધનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં ફેસબુકે ટિકટૉક સામે કૉમ્પિટિશન કરવા માટે એક એપ લાસો (Lasso) રિલીઝ કરી હતી.
Loading...

આ પણ વાંચો,

WhatsAppમાં જલદી મળશે નવા કલરનું Wallpaper, જાણો શું હશે ખાસ
બે બેટરી, 6 કેમેરા, બે સ્ક્રિન - કેવો છે Samsung Galaxy Fold?
First published: November 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...