Home /News /tech /આ કંપનીએ એકસાથે 3 કાર લોન્ચ કરી, એક કાર ખૂબ જ છે ક્યૂટ

આ કંપનીએ એકસાથે 3 કાર લોન્ચ કરી, એક કાર ખૂબ જ છે ક્યૂટ

પ્રતિકાત્મક તસવીર

Renault new car launch: આ લિમિટેડ એડિશનવાળી રેનોલ્ટ કારમાં કોસ્મેટિક અપડેટ્સ જોવા મળશે. આ મોડલની કિંમત રેગ્યુલર ટોપ સ્પેક ટ્રિમ્સ જેટલી છે. આ ત્રણ કાર કિંમત ખૂબ જ વ્યાજબી ભાવે ખરીદી શકાશે.

    Renault Kwid, Kiger, Triber Limited Edition Launch: રેનોલ્ટ ઈન્ડિયાએ ફેસ્ટિવ સીઝન પહેલા કારના પોર્ટફોલિયાનો લિમિટેડ એડિશન રેન્જ રજૂ કરી છે. ભારતમાં નવી 2022 રેનોલ્ટ ક્વિડ (Renault Kwid), રેનોલ્ટ કાઈગર (Renault Kiger) રેનોલ્ટ ટ્રાઈબર (Renault Triber)ના લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. તે માટે 2 આજથી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ લિમિટેડ એડિશનવાળી રેનોલ્ટ કારમાં કોસ્મેટિક અપડેટ્સ જોવા મળશે. આ મોડલની કિંમત રેગ્યુલર ટોપ સ્પેક ટ્રિમ્સ જેટલી છે. આ ત્રણ કાર કિંમત ખૂબ જ વ્યાજબી ભાવે ખરીદી શકાશે.

    રેનોલ્ટલ્ટ ક્વિડ લિમિટેડ એડિશન (Renault Kwid Limited Edition)


    ફેસ્ટિવ લિમિટેડ એડિશન રેન્જ રેનોલ્ટ ક્વિડના ટોપ સ્પેક ક્લાઈમ્બર વેરિએન્ટમાં મેન્યુઅલ અને AMT, બંને ગિઅર બોક્સ હશે. આ કાર વ્હાઈટ અને મિસ્ટ્રી બ્લેક રૂફના ડ્યુઅલ ટોન કોમ્બિનેશનમાં રજૂ કરવામાં આવશે. લિમિટેડ એડિશન ક્વિડમાં ફ્રંટ ગ્રિલની ચારેય તરફ સ્પોર્ટી રેડ એક્સેંટ, ડીઆરએલ અને હેડલેમ્પ્સ, સ્કિડ પ્લેટ્સ, રૂફ રેલ્સ અને ડોર ડેકલ્સ ઉપરાંત સી-પિલક પર ક્લાઈમ્બર એમ્બેલિશમેન્ટ પણ હશે.

    રેનોલ્ટલ કાઈગર લિમિટેડ એડિશન (Renault Kiger Limited Edition)


    નવી રેનોલ્ટલ્ટ કાઈગર લિમિટેડ એડિશન કારના ટોપ સ્પેક RXZ વેરિએન્ચમાં તમામ ટ્રાન્સમિશન વિકલ્પ ઉપલબ્ધ રહેશે. ક્વિડની જેમ જ આ કાર વ્હાઈટ અને મિસ્ટ્રી બ્લેક રૂફના ડ્યુઅલ ટોન કોમ્બિનેશનમાં રજૂ કરવામાં આવશે. રેનોલ્ટલ્ટ કાઈગરના લિમિટેડ એડિશન વર્ઝનમાં વ્હીલ સિલ્વરસ્ટોન અને બ્રેક કેલીપર્સ પર સ્પોર્ટી રેડ હાઈલાઈટ હશે.

    આ SUV છે, જેનો લુક ખૂબ જ ક્યુટ છે. કાઈગરને બે પેટ્રોલ એન્જિન- ટર્બો પેટ્રોલ એન્જિન અને નેચરલ એસ્પિરેટેડ એન્જિન વિકલ્પ સાથે રજૂ કરવામાં આવી છે. એન્જિનની સાથે એક 5 સ્પીડ મેન્યુઅલ ગિઅરબોક્સ સ્ટાન્ડર્ડ રૂપે રજૂ કરવામાં આવ્યું છે.

    રેનોલ્ટલ્ટ ટ્રાઈબપ લિમિટેડ એડિશન (Renault Triber Limited Edition)


    ભારતમાં રેનોલ્ટલ્ટ ટ્રાઈબર ખૂબ જ વ્યાજબી ભાવે મળતી 7 સીટર MPV કાર છે. ટ્રાઈબરના લિમિટેડ એડિશન વર્ઝનમાં પિયાનો બ્લેક વ્હીલ કવર અને ડોર હેન્ડલ પણ હશે.

    ઉપરાંત અન્ય લિમિટેડ એડિશનની જેમ આ ટ્રાઈબર કાર મેન્યુઅલ અને AMT એમ બંને ગિઅરબોક્સ સાથે ટોપ સ્પેક, આરએક્સઝેડ વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. આ કારમાં વ્હાઈટ એક્સટીરિયર અને મિસ્ટ્રી બ્લેક ડ્યુઅલ ટોન કોમ્બિનેશન પણ હશે. આ કારમાં નેચરલ એસ્પિરેટેડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
    First published:

    Tags: Automobile News, New car, Renault

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन