રેનોલ્ટ ઇન્ડિયાએ ભારતમાં ડસ્ટર એસયુવીનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. રેનો ઇન્ડિયાએ તેની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રુપિયા રાખી છે. કંપનીના ડીલરશિપ પર નવી ડસ્ટર ફેસલિફ્ટનું બૂકિંગ શરૂ થઈ ગયુ છે અને તેની ડિલિવરી ટૂંક સમયમાં શરૂ થશે. 2019 રેનોલ્ટ ડસ્ટર ફેસલિફ્ટ પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંનેમાં ઉપલબ્ધ છે. બંને એન્જિન બીએસ 6 એમિશન ધોરણો સાથે સુસંગત છે.
ફેસલિફ્ટ રેનો ડસ્ટર એસયુવીમાં પહેલેથી વધુ બોલ્ડ ડિઝાઇન કરવામાં આવી છે. નવી ગ્રીલને કારણે ડસ્ટર વધારે બોલ્ડ લાગે છે. તેના આગળના અને પાછળના બમ્પરનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો છે. નવા ડસ્ટર બોનેટમાં પણ ફેરફારો કરવામાં આવ્યાં છે. બોનેટ હજુ સુધી મોડલથી ઉંચુ છે, કે જેથી રાહદારી રક્ષણ ધોરણો માટે ડસ્ટર ફેસલિફ્ટ યોગ્ય ઉતરે. આમા નવી ક્રોમ ફિનિશિંગ સાથે ફ્રન્ટ ગ્રિલ, એલઇડી DRL સાથે પ્રોજેક્ટર હેડલેમ્પ, નવા ફ્રન્ટ બમ્પર, આગળ અને પાછળ સ્કિડ પ્લેટ, રુફ રોલ્સ, 16-ઇંચ એવરેસ્ટ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ અને પાછળના દરવાજામાં પ્લાસ્ટિક ક્લેડીંગ આપવામાં આવ્યાં છે.
ફેસિલિફ્ટ ડસ્ટર 1.5 લીટર પેટ્રોલ અને 1.5 લીટર ડીએસઆઇ ડીઝલ એન્જિન છે. આમા 1.5 લીટર પેટ્રોલ એન્જિન છે, જે 106 એચપી અને 142 એનએમનું ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 6-સ્ટેપ સીવીટી ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પો છે. ડસ્ટરનું ડીઝલ એન્જિન 1.5-લીટરનું છે, જે બે અલગ પાવર આઉટપુટ સાથે આવે છે. તેનું નીચા પાવર સાથે 200 એનએમ ટોર્કની શક્તિ બનાવે છે.
ફિચર
તેમાં નવા સ્ટિયરીંગ વ્હીલ, એપલ કારપ્લે અને એન્ડ્રોઇ ઓટો સાથે અપગ્રેડે ટચસ્ક્રીન ઇન્ફોમેશન સિસ્ટમ અને સેન્ટર કન્સોલ પર લંબચોરસ એસી વેન્ટ સામેલ છે. એસયુવીનું ડેશબોર્ડ નવી ડિઝાઇનમાં છે, જે નરમ ટચ છે.
સેન્ટ્રલ કન્સોલ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં પણ નાના ફેરફારો થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર