MyJio Appનું ખાસ ટૂલ, જાતે જ તપાસો તમને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં?

News18 Gujarati
Updated: March 24, 2020, 12:31 PM IST
MyJio Appનું ખાસ ટૂલ, જાતે જ તપાસો તમને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં?
MyJio Appમાં ખાસ ફિચર્સ ઉમેરાયા.

Reliance MyJio Appનું આ ખાસ ટૂલ દેશના તમામ યૂઝર માટે ઉપલબ્ધ, રિલાયન્સના ગ્રાહકો ન હોય તેઓ પણ ઉપયોગ કરી શકશે.

  • Share this:
મુંબઈ : દુનિયાભરમાં કોરોના વાયરસે (Coronavirus) પગપેશારો કર્યો છે ત્યારે લોકોને સતત એવી ચિંતા સતાવી રહી છે કે શું મને પણ કોરોના વાયરસનો ચેપ તો નથી લાગ્યો ને? દુનિયાભરની હૉસ્પિટલો (Hospitals) દર્દીઓથી ભરેલી છે, આ ઉપરાંત કોરોનાની ટેસ્ટિંગ કિટ (Coronavirus Testing Kit)તમામ લોકો માટે ઉપલબ્ધ નથી. આવી કટોકટીની સ્થિતિમાં રિલાયન્સ Jioએ MyJio appમાં કોરોના વાયરસ સંદર્ભે અનેક ઉપયોગી ફિચર્સ ઉમેર્યા છે. જેમાં કોરોના વાયરસ ટેસ્ટિંગ ટૂલ ( MyJio Coronavirus Symptom Checker tool)નો પણ સમાવેશ થાય છે. આ ફિચર્સ ભારતના તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે.

આ નવા ફિચર્સમાં ઘરેથી કેવી રીતે કામ કરવું, ઘરબેઠા કેવી રીતે નવી માહિતી મેળવવી, ડિજિટલ ટૂલના માધ્યમથી ઘરે જ મેડિકલ કન્સલ્ટેશન કેવી રીતે મેળવવું, ભારતમાં તમામ રાજ્યમાં આવેલા ટેસ્ટ સેન્ટરોની માહિતી, કોવિડ 19 અંગે જાહેર થતાં તાજા આંકડા, કોરોના વાયરસ અંગે તમારા મનમાં ઉભા થતા સવાલોના જવાબ, તમામ વિસ્તાર માટે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર વગેરેની માહિતી મેળવી શકો છે. તમે આ બધુ અહીં ક્લિક કરીને પણ જોઈ શકો છો.

આ એપમાં આપવામાં આવેલા કોરોનાના લક્ષણોની તપાસ કરતા ટૂલની આજકાલ લગભગ તમામ લોકોને જરૂર છે. આના માધ્યમથી તમે તમારો, તમારા બાળકો, પરિચિતો, પરિવારના સભ્યોનો ટેસ્ટ કરી શકો છો. આ માટે તમને કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રશ્નોના પ્રથમ સેટમાં તમે જેન્ડર, ઉંમર અને વર્તમાન બીમારી વિશે પ્રશ્નો પૂછવામાં આવશે. જે બાદમાં તમે છેલ્લા 14 દિવસ દરમિયાન અમુક ચોક્કસ દેશની મુસાફરી કરી છે કે નહીં તે અંગેના સવાલો પૂછવામાં આવશે. જે બાદમાં તમને પૂછવામાં આવશે કે તમે છેલ્લા 14 દિવસમાં કોરોના વાયરસ જેવા લક્ષણો દેખાતા હોય તેવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે નહીં.

આ પણ વાંચો : દેશને મળી પ્રથમ COVID-19 ડેડિકેટેડ હોસ્પિટલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરી મદદ

તમામ સવાલોના જવાબ આપ્યા બાદ MyJio Coronavirus Symptom Checker tool તમને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા કેટલા ટકા છે તેની માહિતી આપશે. આ ઉપરાંત તેમને ચેપ લાગી ગયો છે તેની શક્યતા હશે તો તે અંગે પણ માહિતી આપશે

ICMR (Indian Council of Medical Research) તરફથી ભારત ભરમાં જાહેર કરવામાં આવેલા તમામ ટેસ્ટ સેન્ટર્સની માહિતી પણ MyJio Appમાં મળી શકશે. આ ઉપરાંત આ ટેસ્ટ સેન્ટરોની યાદી સમયાંતરે અપડેટ થતી રહેશે.જો તમે ઇચ્છો છો કે દુનિયાભરના કોરોના વાયરસના પોઝિટિવ કેસ તેમજ મૃત્યાંકની માહિતી તમને મળતી રહે તો તે માટે પણ આ MyJioમાં ખાસ વ્યવસ્થા છે. જેમાં તમે દેશ તેમજ રાજ્યવાર માહિતી મેળવી શકશો.

કોરોના વાયરસના લક્ષણોને તપાસતું આ ટૂલ તમામ લોકો માટે ઉપલબ્ધ છે. જો તમે Jio મોબાઇલ કે Jio ફાઇબર યૂઝર નથી તો પણ તમે આ ટૂલ મેળવી શકો છે. આ માટે તમારે ફક્ત MyJio app ડાઉનલોડ કરવાની રહેશે.

આ ઉપરાંત આ એપમાં કોરોના વાયરસ અંગે ફેલાઇ રહેલી જુદી જુદી ભ્રમણા, લક્ષણોની માહિતી, તે કેવી રીતે ફેલાઈ છે, તમારી જાતને સુરક્ષિત રાખવા માટે શું કરવું, જો તમારા ઘરે બાળક અથવા પાળતું પ્રાણીઓ હોય તો કેવી તકેદારી રાખવાની જરૂર છે, વૃદ્ધો તેમજ ગર્ભવતી મહિલાઓએ કેવી કેવી કાળજી રાખવી વગેરે બાબતો અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.
First published: March 24, 2020, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading