લોન્ચ થયો ‘KUMBH JIOPHONE’, મળશે આવી જોરદાર સુવિધાઓ

News18 Gujarati
Updated: January 7, 2019, 9:11 PM IST
લોન્ચ થયો ‘KUMBH JIOPHONE’, મળશે આવી જોરદાર સુવિધાઓ
લોન્ચ થયો ‘KUMBH JIOPHONE’,મળશે આવી જોરદાર સુવિધાઓ

  • Share this:
પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં આવનાર અને તેમાં સામેલ થવાની ઇચ્છા રાખનાર બધા શ્રદ્ધાળુઓ માટે Jio એ નવા ‘KUMBH JIOPHONE’ રજુ કર્યો છે. આ ફોનમાં શ્રદ્ધાળુઓને કુંભ સાથે જોડાયેલી બધી જાણકારી મળશે. જેમાં ટ્રેન અને બસ સ્ટેશનની સૂચનાની સાથે-સાથે કુંભનું લાઇવ પ્રસારણ પણ જોઈ શકશે. આ સિવાય અન્ય સુવિધાઓ પણ મળશે.

કુંભ વિશે મળશે બધી જાણકારી - ‘KUMBH JIOPHONE’માં તમે કુંભ સાથે જોડાયેલી બધી જાણકારી મળશે. તેમાં તમને રિયલ ટાઇમ ટ્રાવેલ ઇન્ફોર્મેશન (સ્પેશ્યલ ટ્રેન,બસ વગેરે)ની સાથે ટિકિટ બુકિંગ અને રિસીવિંગ સાથે અપડેટ્સ પણ મળશે. તમને એ પણ જાણ થશે કે યાત્રી આશ્રય કયા સ્ટેશન ઉપર છે. આ સિવાય રસ્તાની જાણકારી અને મેપ, કયા દિવસે કયું સ્નાન છે તેનો કાર્યક્રમ, રેલવે કેમ્પ મેલા અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ મળશે.

ફેમિલી લોકેટર - કુંભમાં તમારા કોઈ નજીકના ગુમ થવા પર તેને શોધવા ‘KUMBH JIOPHONE’તમારી મદદ કરશે. જેમાં ફેમિલી લોકેટર અને ખોયા પાયા નામનું એક વિશેષ ફીચર આપવામાં આવ્યું છે. જેનાથી તમારા સંબંધીનું લોકેશનની ખબર પડી જશે.

આ પણ વાંચો - ફક્ત JIO SIM વાળાને મળશે આ ખાસ સર્વિસ, Activate કરવા પર થશે ફાયદો

ન્યૂઝ એલર્ટ્સ અને એન્ટરટેનમેન્ટ - તમને એક ફિંગરટીપ પર જરુરી એલર્ટ્સ અને અનાઉન્સમેન્ટ મળશે. આ સિવાય તમારા મનોરંજન માટે ગેમ્સ પણ આપવામાં આવી છે. સાથે ડેઈલી ક્વિઝમાં પણ ભાગ લઈ શકો છો. જેમાં તમે ઘણા ઇનામ જીતી શકો છો.

કુંભ સાથે જોડાયેલ આ ફંક્શન નવા અને જૂના બંને જિયોફોન પર કામ કરશે.
Loading...

આ બધા ફિચર્સ સિવાય ‘KUMBH JIOPHONE’માં ફ્રી વોઇસ કોલ અને અનલિમિટેડ ડેટા પણ મળશે. આ સાથે ફોનમાં JioTV,JioCinema,JioSaavn music, JioGames, Facebook, Whatsapp, YouTube, Google Mapની પણ મજા લઈ શકશો.

જિયોના પ્રવક્તાએ કહ્યું હતું કે જિયોફોન અમારા ગ્રાહકોની જરુરીયાતો પર છે. પોતાની ગુણવત્તા અને ઓફર્સ દ્વારા જિયોફોન ભારતનો સૌથી વધારે વેચાણ થતો ફોન બન્યો છે. અમને એ વાત પર ગર્વ છે કે હવે બધા લોકો 501 રુપિયામાં મેડ ઇન ઇન્ડિયા ફીચર ફોન ખરીદી શકે છે.

કુંભ સાથે જોડાયેલી બધી સુવિધાઓ માટે જિયો યૂપી પોલીસ અને KASH IT સાથે મળીને કામ કરી રહ્યું છે. યૂઝર્સ JioStore પર આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ સિવાય રિલાયન્સના પોતાના ગ્રાહકો માટે સ્પેશ્યલ હેલ્પલાઇન 1991 છે. જેની ઉપર પોતાની પરેશાનીનું સમાધાન મેળવી શકે છે.
First published: January 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...