ખુશખબર! હવે માત્ર 399 રૂપિયામાં મળશે JioFiberના ફાયદા, 30 દિવસ સુધી Free Trial પણ...

News18 Gujarati
Updated: August 31, 2020, 2:27 PM IST
ખુશખબર! હવે માત્ર 399 રૂપિયામાં મળશે JioFiberના ફાયદા, 30 દિવસ સુધી Free Trial પણ...
Reliance Jioએ દરેક ભારતીય ઘરને સશક્ત બનાવવા માટે પોતાના JioFiber ટેરિફ પ્લાન્સને નવું રૂપ આપ્યું

Reliance Jioએ દરેક ભારતીય ઘરને સશક્ત બનાવવા માટે પોતાના JioFiber ટેરિફ પ્લાન્સને નવું રૂપ આપ્યું

  • Share this:
Reliance Jioએ દરેક ભારતીય ઘરને સશક્ત બનાવવા માટે પોતાના JioFiber ટેરિફ પ્લાન્સને નવું રૂપ આપ્યું છે. નવા ટેરિફ પ્લાન એવા સમયમાં રજૂ કરવામાં આવ્યા છે જ્યારે ભરોસાપાત્ર ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સૌથી વધુ જરૂર છે. જિયો ગ્રાહકો માટે મોટી ખુશખબર લાવ્યું છે, જેમાં હવે જિયોફાઇબર પ્લાનને 399 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. સાથોસાથ હવે જિયોફાઇબર માટે 30 દિવસનો ફ્રી ટ્રાયલ પણ આપવામાં આવશે. કંપનીએ તેને NAYE INDIA KA NAYA JOSH નામ આપ્યું છે.

કંપની નવા JioFiber પ્લાનમાં અનેક ફાયદા આપી રહ્યું છે, જેમાં નીચે રજૂ કરવામાં આવેલા બેનિફિટ સામેલ છે...


>> ટ્રૂલી Unlimited Internetની સુવિધા
>> સિમેટ્રિક-સ્પીડ (Upload Speed=Download Speed)
>> પ્લાનની પ્રારંભિક કિંમત 399 રૂપિયા પ્રતિ મહિને>> 12 પેઇડ OTT એપ્સનું સબ્સક્રિપ્શન કોઈ વધારાના ચાર્જ વગર


JioFiber- 30 દિવસનું Free Trial

જિયોએ જિયોફાઇબર માટે 30 દિવસના ફ્રી ટ્રાયલ આપવાની જાહેરાત કરી છે. તેમાં ગ્રાહકોને 150Mbpsની ટ્રૂલી અનલિમિટેડ સ્પીડ આપવામાં આવશે. સાથોસાથ તેના 4K Set Top Boxમાં ટોપ 10 પેઇડ OTT એપ્સનું એક્સેસ આપવામાં આવે છે, જેના માટે યૂઝર્સ પાસેથી કોઈ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ નથી લેવામાં આવતો.

આ પણ વાંચો, BSNL Vs Vodafone: આ સસ્તા રિચાર્જમાં દરરોજ મેળવો 2GB ડેટા, કરો અનલિમિટેડ ફ્રી Calling

આ ઉપરાંત તેમાં ફ્રી વોઇઝ કોલિંગનો પણ ફાયદો આપવામાં આવે છે. કંપનીએ જણાવ્યું કે, 30 દિવસનો ફ્રી ટ્રાયલ નવા ગ્રાહકો માટે લાગુ છે. નવા જિયોફાઇબર ગ્રાહક 30 દિવસના ફ્રી-ટ્રાયલને 1 સપ્ટેમ્બરથી એક્ટિવેટ કરી શકે છે. આ ઉપરાંત હાલના ગ્રાહક JioFiber નવા ટેરિફ પ્લાનમાં પોતાનો પ્લાન અપગ્રેડ કરી શકે છે.

આ પણ વાંચો, દિવાળી સુધીમાં કોરોના કન્ટ્રોલમાં આવી જશે, વર્ષના અંતમાં મળી જશે પહેલી વેક્સીનઃ સ્વાસ્થ્ય મંત્રી

399 રૂપિયાથી લઈને 1,499 રૂપિયાના પ્લાન

જિયોફાઇબરના પ્લાન 399 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થઈને 1499 રૂપિયા સુધીના છે. 399 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 30 Mbpsનો ડેટા સ્પીડ મળે છે, તેના 699 રૂપિયાવાળા પ્લાનમાં 100 Mbps, 999 રૂપિયાના પ્લાનમાં 150 Mbps અને 1,499 રૂપિયાના પ્લાનમાં 300Mbpsની ડેટા સ્પીડ આપવામાં આવી રહી છે.

(ડિસ્કેલમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
Published by: Mrunal Bhojak
First published: August 31, 2020, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading