Reliance JioFiber: વોટ્સએપથી મેળવો રજિસ્ટ્રેશનની જાણકારી, વર્ષના પ્લાનમાં મફતમાં મળશે 4K TV

જિયો વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે જો ગ્રાહકો જિયો ફાઇબર વિશે વધુ માહિતી મેળવવા માંગે છે, તો વોટ્સએપ દ્વારા 70008-70008ને ફોનમાં ઉમેરો ... ત્યારબાદ જાણો તમારે શું કરવું છે.

News18 Gujarati
Updated: September 7, 2019, 11:32 AM IST
Reliance JioFiber: વોટ્સએપથી મેળવો રજિસ્ટ્રેશનની જાણકારી, વર્ષના પ્લાનમાં મફતમાં મળશે 4K TV
વોટ્સએપ દ્વારા 70008-70008ને ફોનમાં ઉમેરો
News18 Gujarati
Updated: September 7, 2019, 11:32 AM IST
રિલાયન્સ જિયો ફાઇબર વિશેની તમામ માહિતી 5 સપ્ટેમ્બરના રોજ બહાર આવી છે. રિલાયન્સે જિયો ફાઇબર હેઠળ 6 જુદા જુદા ટેરિફ પ્લાન લૉન્ચ કર્યા છે. કંપનીએ Jio.com પર જિયો ફાઇબર માટે નોંધણી (jio fiber registration) કરવાની પ્રક્રિયા વિશે જણાવ્યું છે. કંપનીની વેબસાઇટ પર હાલના ગ્રાહક માટે પણ એક અલગ વિભાગ આપવામાં આવ્યો છે, જેમાં એવું કહેવામાં આવે છે કે જિયો સેવાને અપગ્રેડ કરવા માટે તમારો સંપર્ક કરશે. આ માટે ગ્રાહકોએ માય જિઓ એપને તેમના મોબાઇલમાં ડાઉનલોડ કરવી પડશે, જેના દ્વારા કંપની ગ્રાહકનો સંપર્ક કરશે.

WhatsAppથી મેળવો સંપૂર્ણ વિગતો

આ ઉપરાંત વેબસાઇટ પર એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ગ્રાહકો જિયો ફાઇબર વિશે વધારે માહિતી મેળવવા માંગે છે, તો વોટ્સએપ દ્વારા ફોનમાં 70008-70008 એડ કરો.

ત્યારબાદ વોટ્સએપ પર જાઓ અને આ નંબર પર 'હેલો' મેસેજ કરો. ત્યારબાદ તમને જિયો તરફથી ગીગા ફાઇબરથી સંબંધિત વિગતો મળશે.



શું છે પ્લાન
Loading...

જિયો ફાઇબર પ્લાન વિશે વાત કરવામાં આવે તો તે દર મહિને 699 રૂપિયાથી લઈને 8499 રૂપિયા સુધી હશે. જિયોએ કહ્યું કે, જિયો ફાઇબર બ્રોડબેન્ડ સેવાઓ કુલ 1600 શહેરોમાં ઉપલબ્ધ છે. ટેરિફ પ્લાન મુજબ તમને 100 એમબીપીએસથી 1 જીબીપીએસ સુધીની સ્પીડ મળશે.

આ પણ વાંચો: શું છે Reliance JioFiber? જાણો કેવી રીતે બુકિંગ કરાવશો



આ ઉપરાંત જો તમે વાર્ષિક પ્લાન માટે સબ્સ્ક્રાઇબ કરો છો, તો તમને 5000 રૂપિયાની મફત લાઇવ હોમ ગેટવે, કેબલ ટીવી કનેક્શન માટે લગભગ 6400 રપિયા 4k સેટ ટોપ બોક્સ મળશે, તમે એક વર્ષના પસંદ કરેલા પ્લાનના આધારે તમને 24 ઇંચથી લઇને 32 ઇંચ એચડી અથવા 43 ઇંચ એચડીનો 4K ટીવી પણ મળશે.

 
First published: September 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...