349 રૂપિયામાં ક્યો પ્લાન છે તમારા માટે શ્રેષ્ઠ

News18 Gujarati
Updated: May 13, 2018, 10:18 AM IST
349 રૂપિયામાં ક્યો પ્લાન છે તમારા માટે શ્રેષ્ઠ

  • Share this:
નવી દિલ્હી: જો તમે વધુ ડેટાનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. અમે તમને રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન અને બીએસએનએલના 349 રૂપિયાના પ્લાન વિશે જણાવીશું. જાણો છો કઇ ટેલિકોમ કંપનીનો પ્લાન રહેશે તમારા માટે વધુ સારો.

એરટેલ 349 રૂપિયાનો પ્લાન: એરટેલના 349 રૂપિયાના રિચાર્જ પર યુઝર્સને રોજ 3 જીબી / 4 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ એસટીડીની સાથે ફ્રી રોમિંગની સુવિધા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે.

રિલાયન્સ જિયો 349 રૂ.નો પ્લાન: યુઝર્સને જીઓ 349 રૂપિયાના રિચાર્જ પર 105 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં, યુઝર્સ દરરોજ 1.5 જીબી 3 જી / 4 જીબી ડેટા મેળવશે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને એસટીડીની સાથે ફ્રી રોમિંગ સુવિધા પણ મળે છે. સાથે જ 100 એસએમએસ રોજ મળે છે. આ પ્લાનની વેલિડીટી 70 દિવસ છે

વોડાફોન 349 રૂ નો પ્લાન: વોડાફોનના રૂ. 349 ના રિચાર્જ પર કુલ 84 જીબી ડેટા મળે છે. આ યોજનામાં યુઝર્સ દરરોજ 3 જીબી 3 જી / 4 જીબી ડેટાનો ઉપયોગ કરી શકે છે.આ પ્લાન અનલિમિટેડ લોકલ અને એસટીડી સાથે ફ્રી રોમિંગ સુવિધા પણ આપે છે. અનલિમિટેડ વૉઇસ હેઠળના યુઝર્સ દરરોજ 250 મિનિટ અને અઠવાડિયામાં 1000 મિનિટ સુધીની ફ્રી કોલનો ફાયદો ઉઠાવી શકે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસ સુધી છે.

બીએસએનએલ 349 રૂનો પ્લાન: બીએસએનએલના 349 રૂપિયાના રિચાર્જ પર, યુઝર્સને 1 જીબી 3 જી / 4 જીબી ડેટા રોજ મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી સાથે ફ્રી રોમિંગની સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડિટી 54 દિવસ છે.
First published: May 13, 2018, 10:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading