મુંબઈ: રિલાયન્સ જિયો (Reliance Jio)ના ગ્રાહકોને એક ખાસ સુવિધા મળવા જઈ રહી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)એ બુધવારે કહ્યુ છે કે યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ઑટોપે હવે માય જિયો એપ (My Jio App) પર લાઈવ છે. Jio ગ્રાહકો હવે વિવિધ ટેરિફ પ્લાન માટે UPI Autopay નો ઉપયોગ કરીને My Jio એપ પર હંમેશ માટે નિર્દેશને સેટ કરી શકે છે. જિયોએ કહ્યુ છે કે તે NPCI તરફથી શરૂ કરવામાં આવેલી અનોખી ઈ-જનાદેશ સેવા શરૂ કરનાર ટેલિકોમ સેક્ટરની પ્રથમ કંપની છે.
1 ઓક્ટોબર 2020થી ભારતીય રિઝર્વ બેંક (Reserve bank of India)ના આદેશ બાદ યૂટિલિટી બિલ, વીમા પ્રીમિયમ, સબ્સક્રિપ્શન વગરે માટે ઑટો ડેબિટ અટકી ગયું હતું. RBIની નવી ગાઇડલાઇન પ્રમાણે હવે યૂટિલિટી બિલના ઑટો પેમેન્ટ પહેલા એડિશનલ ફેક્ટર ઑથેન્ટિકેશન (AFA) કરવું જરૂરી છે. રિકરિંગ પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યૂપીઆઈ અને પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રૂમેન્ટ મારફતે કરવામાં આવે છે.
જિયો ગ્રાહકોને થશે આ ફાયદો
UPIઑટોપે સુવિધાથી જિયો યૂઝર્સને પોતાના પ્લાનની વેલિટિડી ખતમ થયા બાદ રિચાર્જ તારીખ યાદ રાખવાની જરૂર નહીં પડે. કારણ કે યૂઝર્સ જે પ્લાન પસંદ કરશે તે પ્લાનની વેલિટિડી ખતમ થયા બાદ તે પ્લાન આપોઆપ રિન્યૂ થઈ જશે. દા.ત. તમે જિયોનો 99 રૂપિયાનો પ્લાન પસંદ કર્યો છે. આ માટે એક વખત તમે સેટિંગ કરી દેશો તો 99 રૂપિયાના પ્લાનની વેલિડિટી ખતમ થશે કે તમારો પ્લાન આપોઆપ રિન્યૂ થઈ જશે. આ માટેની રકમ તમારા ખાતામાંથી ડેબિટ થઈ જશે. એટલે કે હવે તમારે રિચાર્જ ખતમ થવાની કે બિલની તારીખ યાદ રાખવી પડશે નહીં.
આરબીઆઈનો આદેશ
આરબીઆઈની સૂચના પ્રમાણે પાંચ હજાર રૂપિયા સુધીની રિચાર્જ રકમ માટે ગ્રાહકોએ રિચાર્જ લેવડ-દેવડને માન્ય કરવા માટે યૂપીઆઈપીન કોડ દાખલ કરવાની જરૂરિયાત નથી. NPCI તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહક યૂપીઆઈ ઑટોપેના માધ્યમથી પોતાની જરૂરિયાત પ્રમાણે ટેરિફ પ્લાન રિવાઇઝ કરી શકે છે.
જિયોના ડિરેક્ટર કિરણ થૉમસે જણાવ્યુ કે, હવે પ્રીપેડ અને પોસ્ટપેડ યૂઝર્સે તારીખ યાદ રાખવાની જરૂર નથી. યૂપીઆઈ ઑટોપે યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે. ગ્રાહકો તેને હંમેશ માટે ઑન રાખીને ઉપયોગ કરી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર