નવી દિલ્હી : રિલાયન્સ જિયોએ (Reliance Jio) કોરોના સંકટ વચ્ચે પોતાના યૂઝર્સની મદદ કરવા માટે મોટી ભેટ આપી છે. જેમાં જિયો યૂઝર્સ હવે માત્ર વોટ્સએપ (WhatsApp) દ્વારા પોતાના મોબાઇલ નંબર પર રિચાર્જ કરી શકશે. એટલું જ નહીં, યૂઝર્સ પોતાના નજીકના વેક્સિનેશન (Covid Vaccine)સેન્ટર પર કોવિડ વેક્સિનની ઉપલબ્ધતાની જાણકારી પણ મેળવી શકશે. જિયોએ આ સર્વિસ વોટ્સએપ ચેટબોટ દ્વારા શેર કરી છે. કંપની અનુસાર હવે જિયો વોટ્સએપની મદદથી બિલ ભરી શકશે, સવાલોના જવાબ અને ફરીયાદ કરવાની સાથે ચેટબોટ પર ઘણી સેવાઓનો ફાયદો લઇ શકશે.
નવી સર્વિસ માટે આ નંબર પર લખવું પડશે Hi
જિયોએ પોતાના ગ્રાહકોને વોટ્સએપ દ્વારા સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે નવી સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ ફોન નંબર 7000770007 પર ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ કરવા માટે માત્ર Hi લખવાનું રહેશે. આ સર્વિસ દ્વારા તમે તમારી આસપાસ કોવિડ વેક્સિનની ઉપલબ્ધતા અંગે જાણકારી મેળવી શકાશે. એટલું જ નહીં કોવિડ-19 વેક્સિનની ઉપલબ્ધતાની જાણકારી તમે વનટાઇમ પાસવર્ડ વગર આ ચેટબોટ દ્વારા જાણી શકશો. જિયોનું આ વોટ્સએપ ચેટબોટ બીજા મોબાઇલ નેટવર્ક માટે પણ કામ કરે છે. તેની મદદથી વેક્સિન સંબંધિત જાણકારીની સાથે જિયો એકાઉન્ટ રીચાર્જ પણ કરી શકાય છે.
રિલાયન્સ જિયોની આ નવી સેવા જિયો કેર વોટ્સએપ ચેટબોટ દ્વારા યૂઝર્સ પોતાના ચેટમાં પિનકોડ પોસ્ટ કરીને પછી ક્ષેત્રના પિનકોડને ટાઇપ કરીને વેક્સિન સેન્ટર અને ઉપલબ્ધતાના સર્ચને રિફ્રેશ કરી વેક્સિનની જાણકારી મેળવી શકે છે. જિયોના યૂઝર્સ હવે વોટ્સએપ ચેટ દ્વારા મોબાઇલ પોર્ટેબિલિટી સર્વિસ, જિઓ સિમ, જિઓ ફાઇબર ઇન્ટરનેટ, જિઓ માર્ટ અને આંતરરાષ્ટ્રીય રોમિંગનો સપોર્ટ પણ લઇ શકે છે. ચેટબોટને નોન-જિયો નેટવર્ક કે રજીસ્ટ્રેશન વગરના નંબરથી એક્સેસ કરવા પર એકાઉન્ટ સંબંધિત જાણકારી આપતા પહેલા યૂઝરનું વેરિફિકેશન કરવામાં આવે છે.
" isDesktop="true" id="1103858" >
હિંદી અને અંગ્રેજી ભાષામાં ચેટનો વિકલ્પ
જિયોએ યૂઝર્સને ભાષા બદલવાનો વિકલ્પ પણ આ નવી સેવામાં અપાયો છે. જો તમે ચેટબોટની ભાષા બદલવા માંગો છો તો ચેન્જ ચેટ લેન્ગ્વેજના ઓપ્શનને ક્લિક કરો અને હિંદી અથવા અંગ્રેજીમાં તમારી અનુકૂળતા મુજબ ભાષા પસંદ કરી શકો છો. કહેવામાં આવી રહ્યું છે કે સર્વિસમાં ભવિષ્યમાં બીજી ભાષાઓને પણ સામેલ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર