4G સ્પીડ મામલે Jioએ મારી બાજી, સમગ્ર વર્ષ રહી નંબર 1 કંપની

હાલમાં જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે

હાલમાં જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: યુઝર્સને સતત નવી-નવી ઓફર્સ, સસ્તા પ્લાન આપનાર Jio વર્ષ 2018માં દેશમાં સૌથી ઝડપી 4G ઇન્ટરનેટ નેટવર્ક આપનાર કંપની રહી. હાલમાં જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ જાહેર કરેલા આંડકા પ્રમાણે, રિલાયન્સ જીયોની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ ડિસેમ્બરમાં 8% ઘટી 18.7 એમબીપીએસ સુધી આવી ગઇ હતી. છતાં છેલ્લા 12 મહિનામાં Jio આ મામલે ટોચ પર રહ્યું.

    TRAI અનુસાર 4G અપલોડ સ્પીડ મામલે આઇડિયા સૌથી આગળ છે. તેની સરેરાશ અપલોડ સ્પીડ ડિસેમ્બરમાં 5.3 એમબીપીએસ રહી, જે નવેમ્બરમાં 5.6 એમબીપીએસ હતી. કંપનીના નેટવર્ક પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો છે.

    વોડાફોન અને આઇડિયાનું મર્ઝર થયું છે. હવે તે વોડાફોન આઇડિયા નામથી વેપાર કરે છે. પરંતુ ટ્રાઇ દ્વારા બન્ને કંપનીઓના આંકડા અલગ-અલગ જાહેર કરવામાં આવ્યા છે. વોડાફોનની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ ઘટીને 6.3 એમબીપીએસ અને આઇડિયાની 6 એમબીપીએસ રહી છે. ડિસેમ્બરમાં એરટેલના 4જી નેટવર્કમાં સુધારો જોવા મળ્યો હતો. તેની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 9.6 એમબીપીએસ રહી છે.

    આ પણ વાંચો: જીયોની સૌથી ધમાકેદાર ઓફર, 6 મહિના સુધી ફ્રિ ઇન્ટરનેટ અને કોલિંગ

    નવેમ્બરમાં જીયોની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 20.3 એમબીપીએસ હતી. આ દરમિયાન એરટેલની સ્પીડ 9.7 એમબીપીએસ, વોડાફોનની 6.8 એમબીપીએસ અને આઇડિયાની 6.2 એમબીપીએસ હતી.

    કોઇપણ નેટવર્કના યુઝર્સને વીડિયો જોવા હોય, ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવું હોય, ઇ-મેઇલ ચેક કરવા હોય ત્યારે ડાઉનલોડ સ્પીડ સારી હોવી જરૂરી છે ઉપરાંત તસવીર, વીડિયો, ઇ-મેઇલ દ્વારા ફાઇલ મોકલવા માટે અપલોડ સ્પીડ દ્વારા કોઇ પણ નેટવર્કના પ્રદર્શનને પારખી શકાય છે.

    ડિસેમ્બરમાં વોડાફોનની અપલોડ સ્પીડ 5.1 એમબીપીએસ રહી, જે નવેમ્બરમાં 4.9 એમબીપીએસ હતી. ઉપરાંત જીયોની અપલોડ સ્પીડ ડિસેમ્બરમાં 4.3 એમબીપીએસ હતી, જે નવેમ્બરમાં 4.5 એમબીપીએસ હતી. જ્યારે એરટેલની અપલોડ સ્પીડ ડિસેમ્બરમાં 3.9 એમબીપીએસ હતી, જે નવેમ્બરમાં 4 એમબીપીએસ રહી.
    Published by:Azhar Patangwala
    First published: