Jioની નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી ફ્રી થઈ જશે કોઇપણ નંબર પર લોકલ વોઇસ કોલ

Jioની નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી ફ્રી થઈ જશે કોઇપણ નંબર પર લોકલ વોઇસ કોલ
Jioની નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી ફ્રી થઈ જશે કોઇપણ નંબર પર લોકલ વોઇસ કોલ

આ જાહેરાત પછી હવે નવા વર્ષથી કોઈપણ નેટવર્ક પણ કોલ કરવા માટે જિયો ગ્રાહકોએ પૈસા આપવા પડશે નહીં

  • Share this:
    નવી દિલ્હી : રિલાયન્સ જિયો (Reliance Jio)ફરી એકવાર વોઇસ કોલ્સને બિલકુલ ફ્રી કરવા જઈ રહ્યું છે. જિયો સબ્સક્રાઇબર્સ 1 જાન્યુઆરી 2021થી પોતાના ફોનથી ફ્રી માં વોઇસ કોલ કરી શકશે. આ રીતે સર્વિસેસ પર ઇન્ટરકનેક્ટ યુસેજ ચાર્જ (IUC - Interconnect usage charge)ખતમ થઈ ગયા છે. રિલાયન્સ જિયોએ ગુરુવારે આ વાતની જાણકારી આપી છે. કંપનીએ નિવેદન જાહેર કરીને કહ્યું કે ઓફ નેટ ડોમેસ્ટિક કોલ્સને (Off-net domestic Calls)સાવ ફ્રી કરવાની પ્રતિબદ્ધતાનું સન્માન કરવામાં આવશે. આઈયૂસી ચાર્જ ખતમ થયા પછી ડોમેસ્ટિક વોઇસ કોલ્સ ફ્રી કરી દેવામાં આવશે. 1 જાન્યુઆરી 2021થી ફરી બધા કોલ્સ ફ્રી કરી દેવામાં આવશે. જિયોને લઇને આ સમાચાર પછી બીજી ટેલિકોમ કંપની ભારતીય એરટેલના (Bharti Airtel)શેર્સમાં 2 ટકાથી વધારેની ગિરાવટ જોવા મળી રહી છે.

    કોલ કરવા માટે નહીં કરવું પડે રિચાર્જ



    આ જાહેરાત પછી હવે નવા વર્ષથી કોઈપણ નેટવર્ક પણ કોલ કરવા માટે જિયો ગ્રાહકોએ પૈસા આપવા પડશે નહીં. આ સુવિધા દેશભરમાં કોઈપણ વિસ્તારમાં લાગુ પડશે. વર્તમાનમાં આઈયૂસી વ્યવસ્થાના કારણે ગ્રાહકોને ઓફ નેટ વોઇસ કોલ માટે પૈસા ખર્ચ કરવા પડે છે.

    આ પણ વાંચો - પોતાના વૈચારિક અન્નદાતા માટે પ્રોક્સી વોર લડી રહ્યા છે આ આંદોલનકારી

    સપ્ટેમ્બર 2019માં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (TRAI)મોબાઇલ ટૂ મોબાઈલ કોલ્સ માટે આઈયૂસીને જાન્યુઆરી 2020ના આગળ સુધી વધારવા માટે કહ્યું હતું. આ પછી જિયોએ પોતાના ગ્રાહકો પાસેથી ઓફ-નેટ-વોઇસ કોલ માટે ચાર્જ કરવાનો શરૂ કર્યો હતો. જોકે જિયો દ્વારા વસુલવામાં આવતો આ ચાર્જ આઈયૂસી ચાર્જના બરાબર જ હતો.

    ઓન-નેટ-ડોમેસ્ટિક કોલ્સ હજુ પણ ફ્રી

    કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું કે ઓન નેટ ડોમેસ્ટિક કોલ્સ જિયો નેટવર્ક પર હાલ પણ સાવ ફ્રી છે. કંપનીએ કહ્યું કે VoLTE જેવી એડવાન્સ ટેકનોલોજીનો લાભ સામાન્ય ભારતીય નાગરિકો સુધી પહોંચાડવા માટે રિલાયન્સ જિયો પ્રતિબદ્ધ છે.

    રિલાયન્સ જિયોએ ઓક્ટોબર મહિનામાં લગભગ 22 લાખથી વધારે ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા છે. આ પછી કંપનીના કુલ સબ્સક્રાઈબર્સની સંખ્યા 40.63 કરોડના પાર પહોંચી ગઈ છે. જિયોએ વાયરલેસ સેગ્મેટમાં સૌથી વધારે 2,45,912 ગ્રાહકોને જોડ્યા છે. આ પછી ભારતી એરટેલે 48,397 ગ્રાહકોને ફિક્સ્ડ લાઇન કનેક્શન દ્વારા જોડ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:December 31, 2020, 15:22 pm

    ટૉપ ન્યૂઝ