જિયોના ગ્રાહકો માટે મોટા સમાચાર, અન્ય ઑપરેટરમાં કૉલ કરવાનો ચાર્જ લાગશે!

News18 Gujarati
Updated: October 9, 2019, 8:22 PM IST
જિયોના ગ્રાહકો માટે મોટા સમાચાર, અન્ય ઑપરેટરમાં કૉલ કરવાનો ચાર્જ લાગશે!
પ્રતિકાત્મક તસવીર

જિયો (Jio) અન્ય ઑપરેટરમાં કૉલ કરવાનો પ્રતિ સેકન્ડ 6 પૈસા ચાર્જ લેશે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી :  જિયોના (Jio) ગ્રાહકો (Customers) માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જિયો પોતાના ગ્રાહકો પાસેથી ઇન્ટરકનેક્ટ યૂસેજ ચાર્જીસ (IUC) વસૂલશે. એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આગામી 9મી ઑક્ટોબરથી જિયો દ્વારા અન્ય ઑપરેટમાં કૉલ કરવાનો પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જ લાગશે. કંપનીના જણાવ્યા મુજબ આ નિશુલ્ક સેવા બદલ કંપનીએ અન્ય ઑપરેટરોને છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા 13,500 કરોડ ચુકવ્યા છે.

જિયોએ એક અખબારી નિવેદનમાં જણાવ્યા મુજબ, 'ગ્રાહકો દ્વારા આજથી કરાવનારા તમામ રિચાર્જ પર અન્ય મોબાઇલ ઑપરેટરમાં થતાં કૉલનો 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લાગશે. આ ચાર્જ ઇન્ટરકનેક્ટ યૂસેજ ચાર્જીસ (IUC) છે. આ નિર્ણય ટેલિકૉમ રૅગ્યુલેટરી ઑથોરિટી (TRAI )ની ઝીરો ટર્મિનેશન ચાર્જની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો છે જેની સમય મર્યાદા જાન્યુઆરી 2020 છે'

આ પણ વાંચો :  'તિરંગે કે ખીલાફ કોઈ ભી કદમ ઉઠાયા તો હમ તુમ્હે વો મોત દેંગે...', હોમગાર્ડનો Tiktok વીડિયો વાયરલ

જિયોની અખબારી યાદી મુજબ જિયોથી જિયો થતાં કૉલ નિશુલ્ક રહેશે, જિયોમાં આવતાં તમામ ઇનકમિંગ કૉલ નિશુલ્ક રહેશે અને જિયોથી લૅન્ડલાઇન પર નિશુલ્ક કૉલ થશે. આ સાથે જિયો મોબાઇલ નેટવર્ક પરથી વોટ્સએપ અને ફેસટાઇમ પર કરવામાં આવતાં કૉલ પણ નિશુલ્ક જ રહેશે.જિયોએ અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે જ્યારે TRAI દ્વારા IUC ચાર્જ નાબુદ કરાશે ત્યાં સુધી કંપની ગ્રાહકો પાસેથી ઑફનેટ આઉટગોઇંગ કૉલ બદલ ચાર્જ લેશે. કંપનીએ હાલમાં ગ્રાહકો માટે નવા પ્લાન પણ બહાર પાડી દીધા છે. હાલમાં કંપનીને અન્ય નેટવર્કમાં થતાં કૉલ બદલ પ્રતિ સેકન્ડ 6 પૈસા ચાર્જ ચુકવવો પડે છે. ટ્રાઇ દ્વારા આ ચાર્જને નીલ કરવાની પ્રક્રિયાને 1 જાન્યુઆરી 2020 સુધી નાબુદ કરવાની સમયમર્યાદા આપવામાં આવી હતી પરંતુ હાલમાં TRAI આ સમયમર્યાદાનું અવલોકન કરી રહ્યું હોવાથી જિયો દ્વારા જાહેરાત કરાઈ છે. 

 
First published: October 9, 2019, 6:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading